Gujarat Top News : ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારી હોય કે, વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ, કે પછી વરસાદને લગતા મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

|

Jul 11, 2021 | 3:12 PM

રાજ્યમાં જગન્નાથની 144મી રથયાત્રાની તૈયારીઓ, કેન્દ્રીય ગૃહ પ્રધાનની ત્રણ દિવસની ગુજરાતની મુલાકાત,રાજ્યમાં ક્યારે થશે વરસાદનું આગમન, તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Gujarat Top News : ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારી હોય કે, વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ, કે પછી વરસાદને લગતા મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં
Gujarat brief News

Follow us on

1. ભગવાન જગન્નાથે ધારણ કર્યો સોનાવેશ, CM વિજય રૂપાણી કરશે જગન્નાથની વિશિષ્ટ પુજા

ભગવાન જગન્નાથની રથયાત્રાના ભાગ રૂપે દર વખતે પરંપરાગત રીતે ભગવાનને સોનાના વેશની પૂજા કરવામાં આવે છે. જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં સવારે 10 કલાકે ગજરાજોની પૂજન વિધિ કરવામાં આવશે. ઉપરાંત બપોરે 2 કલાકે મંદિરમાં ત્રણેય રથનું પૂજન કરવામાં આવશે.સાંજે 6-30 કલાકે મુખ્યમંત્રી વિજય રૂપાણીઅને નિતીન પટેલ દ્વારા ભગવાનની વિશેષ પુજા કરવામાં આવશે.

2.કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વેજલપુરમાં નવનિર્મિત કોમ્યુનિટી હોલનું કર્યું લોકાર્પણ

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે છે, ત્યારે અનેક વિકાસલક્ષી કાર્યોનું ખાતમુર્હત અને લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે, આજે અમદાવાદના વેજલપુરમાં આવેલા નવનિર્મિત કોમ્યુનિટી હોલ તેમજ પાર્ટીપ્લોટનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉદ્ઘાટન કર્યું હતુ.

3.ડાકોરમાં ભગવાન જગન્નાથની 249મી રથયાત્રા પૂર્ણ

ડાકોરમાં 249મી રથયાત્રા પૂર્ણ થઈ છે. 2 કલાકમાં જ નગરચર્યા કરી રણછોડજી નિજ મંદિર પરત ફર્યા હતા.ઉપરાંત, કોવિડ પ્રોટોકોલના કારણે ભક્તોએ ઘરે રહીને ડાકોરના ઠાકોરના દર્શન કર્યા હતા.

4.રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત આગાહીને ધ્યાનમાં રાખીને માછીમારોને 14 જુલાઈ દરમિયાન દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.

5. સોનાવેશમાં ભગવાન જગન્નાથના દર્શન કરવા ઉમટ્યા ભક્તો

ભગવાન જગન્નાથના રથયાત્રાના એક દિવસ પહેલા ભગવાનને સોનાનો શણગાર કરવામાં આવે છે. ત્યારે આજે ભગવાનના સોનાવેશમાં દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર જગન્નાથ મંદિરમાં ઉમટ્યું હતુ. વર્ષમાં માત્ર એકવાખત ભગવાનને સોનાનો શણગાર કરવામાં આવતો હોવાથી લોકો માટે સોનાવેશના દર્શન વિશેષ મહત્વ ધરાવે છે.

6. અમદાવાદમાં રથયાત્રાની તૈયારી પૂરજોશમાં

ભગવાન જગન્નાથની રથયાત્રાને શરતી મંજુરી આપવામાં આવી છે, ત્યારે કોવિડ પ્રોટોકોલનો અમલ કરાવવા માટે રથયાત્રા પૂર્વે પોલીસ અને સ્થાનિક આગેવાનોનો દ્વારા જગન્નાથ પોળમાં આવેલ દુકાનદારો અને મકાન ધારકોને સમજ આપવામાં આવી હતી. ઉપરાંત પોલીસે જાહેરનામાને ધ્યાનમાં રાખી ગાઈડલાઈનનું પાલન કરવા માટે લોકોને અપીલ કરી હતી.

7.સુરતમાં પાલ-ઉમરાને જોડતા બ્રિજનું CM વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ

સુરતમાં પાલ-ઉમરાને જોડતા બ્રિજનું CM વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. ઉપરાંત મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સુરતના ખજોદમાં ડાયમંડ બુર્સની મુલાકાત લેશે. મહત્વનું છે, શહેરમાં પાલ-ઉમરાને જોડતા બ્રિજ થતા સ્થાનિકોને ટ્રાફિકમાં સરળતા રહેશે. સાથોસાથ અનેક વિકાસના કાર્યોનુ લોકાર્પણ પણ કર્યુ.

8.અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર સઘન ચેકિંગ,

અમદાવાદમાં કાલે ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળવાની છે, ત્યારે રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા સઘન ચેંકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં,રથયાત્રા રૂટમાં BDDS ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું.

9.વડોદરામાં દૂધના ભાવ વધારાને લઇને કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ

વડોદરામાં દૂધના ભાવ વધારાને લઇને કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ છે. કોંગ્રેસના કાર્યકરોએ બરોડા ડેરી સર્કલ ખાતે એકત્ર થઇ વિરોધ પ્રદર્શન કર્યું હતુ. ઉપરાંત,કોંગ્રેસ કાર્યકરોએ દૂધ વગરની ચા બનાવી અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો.

10. ઉપલેટાના વેણુ ડેમમાં વરસાદને કારણે થઈ પાણીની આવક, લોકોને પાણીની સમસ્યાથી રાહત

રાજકોટના વેણુ-2 ડેમમાં પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ડેમમાં 1428 ક્યુસેક પાણીની આવક થઈ છે. ચોમાસાની શરૂઆતમાં જ પાણીની આવક થતા લોકોની પીવાના પાણીની સમસ્યા દુર થઈ છે.

 

આ પણ વાંચો : Ahmedabad : આજે ભગવાન જગન્નાથ સોનાવેશમાં આપશે દર્શન, CM વિજય રૂપાણી કરશે જગન્નાથની વિશિષ્ટ પુજા

 આ પણ વાંચો : Ahmedabad : લો બોલો, કોમ્યુનિટી હોલ બનાવ્યો પણ ખર્ચની નથી ખબર, AMC એ અલગ અલગ બોર્ડમાં દર્શાવેલ ખર્ચમાં 60 લાખનો તફાવત !

Next Article