Gujarat Top News: રાજ્યમાં શિક્ષણ, રાજકીય હલચલ કે વરસાદને લગતા મહત્વના સમાચાર, વાંચો એક ક્લિક પર

|

Aug 19, 2021 | 6:02 PM

હવામાન વિભાગ દ્વારા રાજયમાં આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી, સુરતના મેડિકલ ક્ષેત્રને વધુ એક સિદ્ધિ, જન આર્શીવાદ રેલી દરમિયાન પાટીદારોને રીઝવવાનો પ્રયાસ, તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Gujarat Top News: રાજ્યમાં શિક્ષણ, રાજકીય હલચલ કે વરસાદને લગતા મહત્વના સમાચાર, વાંચો એક ક્લિક પર
Gujarat Top News

Follow us on

1.રાજ્યમાં હવામાન વિભાગની આગાહી,આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે

હવામાન વિભાગ દ્વારા રાજયમાં આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આજે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, સાબરકાંઠા,ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં પણ મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આ સમાચાર વિગતવાર વાંચો: Gujarat : આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે, હવામાન વિભાગની આગાહી

 

2. વલસાડ જિલ્લામાં મેઘ મહેર, સૌથી વધુ પારડીમાં વરસાદ નોંધાયો

વલસાડ જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેમાં વાપીમાં 4 કલાકમાં 2.28 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે વલસાડમાં 2.24 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત સૌથી પારડીમાં 2.88 ઈંચ વરસાદ થયો હતો.

 

આ સમાચાર વિગતવાર વાંચો: Valsad Rain : જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો, સૌથી વધુ પારડીમાં વરસાદ નોંધાયો

 

3. રાજ્યમાં ડ્રોન ટેક્નોલોજી માટે શૈક્ષણિક અભ્યાસક્રમ શરૂ થશે, ગુજસેલ અને બ્લુ રે એવિએશન વચ્ચે ત્રિપક્ષીય કરાર

ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ એટલે કે ગુજસેલ અને બ્લુ રે એવિએશન લિમિટેડ વચ્ચે કરાર થયા છે. જે મુજબ શિક્ષણ વિભાગ ડ્રોન ચલાવવા માટેની શૈક્ષણિક તાલિમ આપશે. જ્યારે બ્લુ રે એવિએશન દ્વારા ડ્રોન પાઈલટ્સને ફિલ્ડ ટ્રેનિંગ આપવામાં આવશે. ડ્રોન ઉડ્ડયન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનોને તાલિમ બાદ લાઈસન્સ પણ મળશે.

 

આ સમાચાર વિગતવાર વાંચો : Ahmedabad : ડ્રોન ટેક્નોલોજી માટે શૈક્ષણિક અભ્યાસક્રમ શરૂ થશે, ગુજસેલ અને બ્લુ રે એવિએશન વચ્ચે ત્રિપક્ષીય કરાર

 

4. અમદાવાદમાં ધો.6થી 8ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે 2 ખાનગી સ્કૂલે હાથ ધર્યો સર્વે

કોરોનાની બીજી લહેર હવે ઓસરી રહી છે. ત્યારે ગુજરાત સરકાર પણ ધોરણ 6થી 8ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા માટે સક્રિય થઈ છે. આ સ્થિતિમાં અમદાવાદની બે ખાનગી સ્કૂલોનો સર્વ કરવામાં આવ્યો હતો, જેમાં 58 ટકા વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલે મોકલવાની ઈચ્છા દર્શાવી. મહત્વપૂર્ણ છે કે બંને સ્કૂલોએ ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવા માટે 1,850 વાલીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

 

આ સમાચાર વિગતવાર વાંચો: Ahmedabad : ધો.6થી 8ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા અંગે 2 ખાનગી સ્કૂલે હાથ ધર્યો સર્વે

 

5. રાજકોટમાં કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ પાટીદારોને મનાવવાનો કર્યો પ્રયાસ

સૌરાષ્ટ્રમાં કેન્દ્રિય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાની જન આર્શીવાદ રેલી દરમિયાન માંડવિયાએ પાટીદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. રાજકોટના અટલ બિહારી ઓડિટોરીયમમાં લેઉવા અને કડવા પાટીદાર સમાજના આગેવાનો સાથે શુભેચ્છા બેઠક કરી હતી. જેમાં પાટીદાર સમાજના બે નેતાઓને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપીને યોગ્ય પ્રભુત્વ આપ્યું હોવાનું જણાવ્યુ હતું.

 

આ સમાચાર વિગતવાર વાંચો :Rajkot : પાટીદાર એટલે ભાજપ, કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ પાટીદારોને મનાવવાનો કર્યો પ્રયાસ

 

6. સુરતમાં શાળા કોલેજોમાં કોરોના કેસ સામે આવે તો પ્રત્યક્ષ શિક્ષણ સાત દિવસ માટે બંધ

શહેરમાં કોરોનાની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને શહેરમાં સ્થિતિ સાવ સામાન્ય બની ગઈ છે. ત્યારે મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા જો કોઈ શાળામાં હવે કોરોનનો પોઝિટિવ કેસ મળે તો શાળાને બે દિવસ બંધ કરવાનો અગાઉ નિર્ણય કર્યો હતો. પરંતુ હવે પોઝિટિવ કેસ આવે તો એ શાળા કોલેજોને સાત દિવસ બંધ કરાવવાનું નક્કી કરવામાં આવ્યુ છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો Surat : જો શાળા કોલેજોમાં કોરોનાના કેસ મળશે તો પ્રત્યક્ષ શિક્ષણ 7 દિવસ માટે બંધ

 

7.  સરકાર દ્વારા ફી માફી અંગે કોઈ નિર્ણય ના લેતા કરવામાં આવી જાહેરહિતની અરજી

છેલ્લા દોઢ વર્ષથી શાળા બંધ હતી, પરંતુ કોરોનાની બીજી લહેર મંદ થતાં ફરી ઓફલાઈન વર્ગ તબક્કાવાર શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે વાલીઓ દ્વારા સરકારને ફી માફી અંગે કોઈ નિર્ણય ન લેવાતા વાલીમંડળે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો: Ahmedabad: સરકાર દ્વારા ફી માફી અંગે કોઈ નિર્ણય ના લેતા કરવામાં આવી જાહેરહિતની અરજી

 

8. મેડિકલ ક્ષેત્રમાં સુરતની સિદ્ધિ, પહેલીવાર પુરુષને સંપૂર્ણ સ્ત્રી બનાવવાની સર્જરી સુરતમાં થઈ સફળ

સુરતના મેડિકલ ક્ષેત્રને વધુ એક સિદ્ધિ મળી છે, સુરતમાં પહેલી જ વાર એક પુરુષમાંથી સ્ત્રીનું સંપૂર્ણ ટ્રાન્સફોર્મેશન કરવામાં આવ્યું છે. મુંબઈમાં રહેતા એક યુવકને સુરતના તબીબોની ટીમ દ્વારા તેને સંપૂર્ણ યુવતીમાં પરિવર્તિત કરવામાં આવી છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો:  Surat Medical Success : મેડિકલ ક્ષેત્રમાં સુરતની સિદ્ધિ, પહેલીવાર પુરુષને સંપૂર્ણ સ્ત્રી બનાવવાની સર્જરી સુરતમાં થઇ સફળ

 

9. ઉત્તર ગુજરાતમાં પાણીની વિકરાળ સ્થિતિ, તમામ ડેમો તળિયા ઝાટક

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર વિસ્તારમાં આ વર્ષે વરસાદ ઓછો થતાં પાણીની સમસ્યા વિકરાળ બની છે. મોટાભાગના જળાશયો ખાલીખમ છે. ત્યારે લોકોની સિંચાઈ અને પીવાના પાણીને લઈને દયનીય સ્થિતિ જોવા મળી રહી છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો:   Banaskantha : ઉત્તર ગુજરાતમાં પાણીની વિકરાળ સ્થિતિ, તમામ ડેમોના તળિયા ઝાટક

 

10. અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો, પાલિકા દ્વારા 1200 એકમોને નોટિસ

શહેરમાં ચોમાસા દરમિયાન ફેલાતા રોગચાળાને અટકાવવા કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ 1,200 જેટલા એકમોને નોટિસ આપી 31 લાખ ઉપર દંડ વસુલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ચોમાસુ આવતા મચ્છર જન્ય અને પાણી જન્ય રોગચાળો વધુ ફેલાય છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો:  Ahmedabad : શહેરમાં રોગચાળો વકર્યો, પાલિકા દ્વારા 1200 એકમોને નોટિસ

Published On - 5:51 pm, Thu, 19 August 21

Next Article