Gujarat : આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે, હવામાન વિભાગની આગાહી

નોંધનીય છેકે છેલ્લા ઘણા સમયથી મેઘરાજા રુઠયા હોય તેવું લાગી રહ્યું છે. અને,ખેતરમાં ઊભો પાક ધીમેધીમે મુરઝાઇ રહ્યો છે. ત્યારે રાજયના ખેડૂતો ચાતક નજરે મેઘરાજાની રાહ જોઇ રહ્યાં છે. અને, ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છેકે મન મુકીને મેઘરાજા વરસે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 8:20 AM

Gujarat : રાજયમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગ અનુસાર આજે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, સાબરકાંઠા,ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તેમજ દિવમાં પણ વરસાદ વરસશે.આ ઉપરાંત 20 ઓગસ્ટના મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો કચ્છમાં હવામાન સુકુ રહેશે. પરંતુ 20 ઓગસ્ટના કચ્છના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યમાં હજી પણ 48 ટકા જેટલી વરસાદની ઘટ છે.

નોંધનીય છેકે છેલ્લા ઘણા સમયથી મેઘરાજા રુઠયા હોય તેવું લાગી રહ્યું છે. અને,ખેતરમાં ઊભો પાક ધીમેધીમે મુરઝાઇ રહ્યો છે. ત્યારે રાજયના ખેડૂતો ચાતક નજરે મેઘરાજાની રાહ જોઇ રહ્યાં છે. અને, ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છેકે મન મુકીને મેઘરાજા વરસે. જેથી ખેતીના પાકને જીવતદાન મળે. આ સાથે જ રાજયમાં મોટાભાગના ડેમમાં પાણી પણ ખુટવા લાગ્યું છે. જેથી આગામી સમયમાં રાજયમાં પાણીની બૂમો સંભળાઇ તો પણ નવાઇ નહીં. ત્યારે હવે હવામાન વિભાગે પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. તો આશા રાખીએ કે મેઘરાજા મન મુકીને વરસે.

 

આ પણ વાંચો : Dahod : લીલવા પ્રાથમિક શાળા બની ખંડેર, ઓરડાની છતમાંથી પડે છે પોપડા

આ પણ વાંચો : Ahmedabad : ધો.6થી 8ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા અંગે 2 ખાનગી સ્કૂલે હાથ ધર્યો સર્વે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">