AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Top News : રાજ્યમાં વરસાદને લગતા સમાચાર હોય કે, પછી મોંઘવારી મુદ્દે વિરોધ, તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

જાણો,રાજ્યમાં ક્યા થઈ વરસાદી મહેર, ક્યા શહેરમાં કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન,ગુજરાતના હાઈટેક રેલવે સ્ટેશનનું કોના હસ્તે થશે લોકાર્પણ, તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Gujarat Top News : રાજ્યમાં વરસાદને લગતા સમાચાર હોય કે, પછી મોંઘવારી મુદ્દે વિરોધ, તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં
Gujarat Brief News
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 4:53 PM
Share

1.ગાંધીનગરના હાઈટેક રેલવે સ્ટેશનનું PM મોદીના હસ્તે થશે લોકાર્પણ

ગાંધીનગરમાં ઘણા સમાયથી ભવ્ય રેલવે સ્ટેશન અને સેવન સ્ટાર હોટલનું નિર્માણ ચાલી રહ્યું હતું. આ ભવ્ય પ્રોજેક્ટ કે જેમાં ઉપર સેવન સ્ટાર હોટલ અને નીચે રેલ્વે સ્ટેશન બનાવવામાં આવ્યું છે, તેનું લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે થશે. PM મોદીના હસ્તે લોકાર્પણ થવાનું હોવાથી સમગ્ર સંકુલને રોશનીથી શણગારવામાં આવ્યું છે.

2. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી

વામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરાઈ છે.જ્યારે, 13 અને 14 જુલાઈએ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

3.કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાતનો આજે અંતિમ દિવસ, વિવિધ વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. અમિત શાહ દ્વારા આજે ગાંધીનગર લોકસભાના વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોનું લોકાર્પણ અને ખાતમુર્હત કરવામાં આવ્યું હતું.

4.જુનાગઢ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ

જુનાગઢ જિલ્લાના માંગરોળ સહિત અનેક સ્થળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોના પાકને જીવનદાન મળ્યુ હતું. મહત્વનું છે કે, વાવણી કર્યા બાદ વરસાદ ન વરસતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા હતા.

5.સુરતમાં વેકસીનનો જથ્થો ઉપલબ્ધ થતા વેક્સિનેશન સેન્ટર વધારાયા

સુરત શહેરમાં વેક્સિનેશનને વેગ આપવા માટે વેક્સિનેશન સેન્ટરોની સંખ્યા વધારવામાં આવી છે. જેથી, એક દિવસમાં 15000 થી વધુ લોકોને વેક્સિન મળી રહે તેવી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

6.અમરેલી જિલ્લાના ચલાલા શહેર સહિત સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ

અમરેલી જિલ્લાના ચલાલા શહેર સહિત સમગ્ર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી.ચલાલામાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

7.જામનગર જિલ્લામાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસે કર્યા દેખાવો

મોંઘવારી મુદ્દે કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે. ત્યારે, દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસના કાર્યકરોએ બળદગાડું અને સાઇકલ લઇને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.જ્યારે, જામનગરમાં સતત છઠ્ઠા દિવસે ભાજપ કાર્યાલય બહાર રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો.

8.વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ

વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા હતા. જિલ્લના ડોર, છીરી, લવાછા, સલવાવ, મોહનગામ સહિતના ગામોમાં વરસાદ થતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

9.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કથિત માટી કૌંભાડનો NSUI દ્વારા વિરોધ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કથિત માટી કૌંભાડને લઇને NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અને રજીસ્ટ્રાર જતીન સોનીના રાજીનામાની માંગ પણ કરવામાં આવી હતી. NSUIના કાર્યકર્તાઓએ યુનિવર્સિટી ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.

10.સાવરકુંડલા પંથકના ગામોમાં વરસાદી માહોલ, લોકોએ ગરમીથી રાહત અનુભવી

અમરેલીના સાવરકુંડલા પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. સાવરકુંડલાના વંડા, પીઠવડી, ભેકરા,ગણેશગઢ, ઝીંઝુડા સહિતના ગામોમાં વરસાદી માહોલ સર્જાયો છે. વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.જેથી લોકોને ગરમીથી રાહત મેળવી હતી.

આ પણ વાંચો : રાજયમાં જામ્યો વરસાદી માહોલ, હજુ 5 દિવસ વરસાદ પડશે : હવામાન વિભાગ

આ પણ વાંચો : Gandhinagar : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાતનો આજે અંતિમ દિવસ, વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ

:

g clip-path="url(#clip0_868_265)">