Gujarat Top News : એક ક્લિકમાં જાણો ગુજરાતના મોટા સમાચાર

|

Jul 02, 2021 | 1:03 PM

Gujarat brief News : જાણો, રાજ્યમાં શિક્ષણને લઈને ક્યા મહત્વના નિર્ણય લેવાયા, ક્યા શહેરોમાં થઈ વેક્સિનની અછત, ક્યા શહેરમાં લાંચ લેતા ઝડપાયા રાજકારણી. જાણો ગુજરાતના તમામ સમાચાર માત્ર એક ક્લિકમાં

Gujarat Top News : એક ક્લિકમાં જાણો ગુજરાતના મોટા સમાચાર
જાણો, ગુજરાતના તમામ સમાચાર સંક્ષિપ્તમાં

Follow us on

1.શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય, નવા સત્ર પહેલા વિદ્યાર્થીઓની યોજાશે નિદાન કસોટી

રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં નવું સત્ર શરૂ થાય તે પહેલા વિદ્યાર્થીઓની નિદાન કસોટી યોજવામાં આવશે.આગામી સમયમાં બોર્ડ દ્વારા ધોરણ 9, 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની નિદાન કસોટીનું આયોજન કરવામાં આવશે.

2.પંચમહાલમાં જુગાર કેસમાં ભાજપના ધારાસભ્ય કેસરીસિંહના જામીન થયા મંજુર

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

પંચમહાલમાં દારૂ અને જુગારધામ કેસમાં પકડાયેલા ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને જામીન પર છૂટકારો મળ્યો છે. હાલોલ રેફરલ હોસ્પિટલમાં તબીબી પરીક્ષણના સેમ્પલ મેળવ્યા બાદ ધારાસભ્યને જામીન મળ્યા છે. જો કે ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સામે પોલીસે જુગારધામનો કેસ દાખલ કરીને હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

3.રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસની સર્જરી કરવાના મામલે વડોદરા સૌથી મોખરે

રાજ્યમાં વડોદરાની ગોત્રી હોસ્પિટલ અને એસએસજી હોસ્પિટલમાં 1540થી વધુ દર્દીની સર્જરી કરવામાં આવી છે. જયારે અમદાવાદમાં 650થી વધુ અને રાજકોટમાં 620થી વધુ સર્જરી કરવામાં આવી છે. આથી, મ્યુકોરમાઇકોસિસની સર્જરી કરવાના મામલે વડોદરા રાજ્યમાં સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે.

4.કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા રાજકોટમાં વધુ 400 બેડની હોસ્પિટલનું થશે નિર્માણ

કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે સરકાર તડામાર તૈયારી કરી રહી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડવા માટે સોગંદનામું પણ રજૂ કર્યું છે. રાજકોટમાં તૈયારીના ભાગરૂપે ઓક્સિજન પ્લાન્ટ તેમજ બાળકોના વિભાગમાં બેડ વધારવા માટેની તૈયારી હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં 400 બેડની નવી હોસ્પિટલ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

5.સુરતમાં સિનિયર પોલીસકર્મીનો મહિલા સાથેનો વીડિયો વાયરલ થતા સર્જાયો વિવાદ

સુરતમાં સિનિયર પોલીસકર્મીનો મહિલા મિત્ર સાથેનો વીડિયો સામે આવતા વિવાદ સર્જાયો છે. પોલીસકર્મીએ મહિલા મિત્ર સાથે ચાલુ ગાડીએ આ વીડિયોબનાવ્યો હોવાનું સામે આવ્યું છે.

6.ડાંગના સાપુતારામાં પ્રવાસીઓનો ઘસારો

ગિરિમથક સાપુતારામાં વરસાદી વિરામ બાદ સાપુતારાનો નજારો જોવા માટે પ્રવાસીઓની ભીડ ઉમટી છે. ગિરિમથક સાપુતારામાં ઝીરો વિઝીબિલિટી નિહાળવા સામાન્ય દિવસોમાં પણ લોકોની ભીડ જોવા મળે છે.

7.સુરતમાં વેક્સિનની ઑનલાઈન નોંધણી છતાં, તંત્ર દ્વારા ઠાગાઠૈયા

સુરતના રસીકરણ કેન્દ્રો પર હાલ રસી લેવા માટે લોકો પડાપડી કરી રહ્યાં છે. સુરતના રસી સેન્ટર પર માત્ર 200 વ્યક્તિઓને જ ટોકન આપીને રસી આપવામાં આવે છે. ત્યારે સ્થાનિકોનો આરોપ છે કે, વેક્સિન લેવા માટે ઑનલાઈન નોંધણી છતાં તંત્ર દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યો છે.હાલ, સુરતમાં વેક્સિનની અછતના કારણે લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે.

8.આણંદમાં પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો

આણંદમાં પોલીસ કોન્સ્ટેબલ રૂપિયા 50 હજારની લાંચ લેતા ઝડપાયો છે. પેટલાદ શહેરના પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતા કોન્સ્ટેબલ લાંચ માગતા ઝડપાયા છે, જેમાં કોન્સ્ટેબલે આરોપી પાસેથી એક લાખની માંગ કરી હતી.

9.વિરમગામ નગરપાલિકાના ભાજપના બે સદસ્ય લાંચ લેતા ઝડપાયા

વિરમગામ નગરપાલિકા ભાજપના સદસ્ય લાંચ લેતા ઝડપાયા છે, શહેરમાં સુજલામ સુફલામ યોજનાની કામગિરી માટે કોન્ટ્રાકટર પાસેથી લાંચ માગતા ઝડપાયા છે. હાલ, ACBએ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

10.અમદાવાદમાં વેક્સિનની અછતથી લોકોને હાલાકી

અમદાવાદના મોટાભાગના રસીકરણ કેન્દ્ર પર કોરોના રસીનો સ્ટોક મર્યાદિત સંખ્યામાં આવતો હોવાથી વેક્સિન લેવા લોકોની લાઈનો જોવા મળી રહી છે. અમદાવાદના 400ને બદલે 250 કેન્દ્રો પર જ કોરોના રસી મળતી હોવાથી, અવ્યવસ્થાના અભાવે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

 

Published On - 12:59 pm, Fri, 2 July 21

Next Article