Gujarat Top News : એક ક્લિકમાં જાણો ગુજરાતના મોટા સમાચાર

Gujarat Top News : એક ક્લિકમાં જાણો ગુજરાતના મોટા સમાચાર
ગુજરાતના સંક્ષિપ્ત સમાચાર

Gujarat Brief News : જાણો, ગુજરાતમાં ક્યા શહેરમાં થયું આવાસોનું લોકાર્પણ, ક્યા થઈ વેક્સિનની અછત, ક્યા શહેરમાં થઈ હત્યા, શું છે ગુજરાતની રાજકીય હલચલ, તમામ મહત્વના સમાચાર જાણી શકશો માત્ર એક ક્લિકમાં.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jul 01, 2021 | 1:28 PM

1. ગુજરાતી ફિલ્મના દિગ્ગજ અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન

ગુજરાતી રંગભૂમિના જાણીતા અભિનેતા અરવિંદ રાઠોડનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. અનેક ગુજરાતી નાટકો અને ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા અભિનેતાના નિધનથી ચાહકોમાં શોકનું મોઝુ ફરી વળ્યું છે. ગુજરાતી ફિલ્મના કલાકારોએ પણ અરવિંદ રાઠોડના નિધનને લઇને દુ:ખ વ્યક્ત કર્યું છે.

2.ધર્મ પરિવર્તન કેસમાં ગુજરાત ATSએ સલાઉદ્દીન શેખની કરી ધરપકડ

ઉતરપ્રદેશમાં ધર્મ પરિવર્તન કેસમાં ગુજરાત ATSએ વડોદરામાંથી સલાઉદ્દીન શેખની ધરપકડ કરી છે. મહત્વનું છે કે, વડોદરામાં ચાલતા NGO દ્વારા તેમણે આરોપી ઉંમર ગૌતમને ફંડ આપીને મદદ કરી હતી. હાલ, ગુજરાત ATSએ શંકાના દાયરામાં આવેલ વધુ બે લોકોની તપાસ હાથ ધરી છે.

3. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા અમદાવાદના બહુમાળી આવાસોનું કરાયું લોકાર્પણ

અમદાવાદના મેમનગર, વસ્ત્રાપુર, બોડકદેવ અને ગુલબાઈ ટેકરામાં બનેલ આવાસોનું નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે, 152 કરોડના ખર્ચે 520 જેટલા બહુમાળી આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

4. આમ આદમી પાર્ટીના નેતાઓ પર થયેલા હુમલામાં 10 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

જૂનાગઢના વિસાવદરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પર થયેલા હુમલાના કેસમાં પોલીસે 10 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આમ આદમી પાર્ટીની માગણીઓ સ્વીકારી લેવાતા AAPના નેતાઓએ ધરણાનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે, AAP દ્વારા હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ અને કાર્યક્રમોમાં પોલીસ રક્ષણની માગ કરી હતી.

5. નડિયાદ શહેરને કોલેરાગ્રસ્ત કરાયું જાહેર

ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં નડિયાદ શહેરમાં વધતા કોલેરા કેસોને ધ્યાનમાં રાખીને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. હાલ, શહેર આસપાસના 10 કિલોમીટરમાં ઝાડા-ઉલ્ટીના કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે, જે એક મહિના સુધી અમલી રહેશે.

6. કચ્છ અને વલસાડમાં અનુભવાયા ભૂકંપના આંચકા

કચ્છમાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભુકંપની તિવ્રતા લગભગ 3.1 ડિગ્રી જેટલી હતી. કચ્છ ઉપરાંત વલસાડમાં પણ 3ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો, ભૂકંપના લીધે લોકોમાં હાલ ભયોનો માહોલ જોવા મળી રહ્યો છે.

7. ભાવનગર શહેરમાં પ્રિમોન્સુનની નબળી કામગિરીથી લોકો ત્રાહિમામ

ભાવનગર શહેરમાં ચોમાસાની શરૂઆતમાં જ પ્રિમોન્સુનની કામગિરીની પોલ ખુલી ગઈ છે. શહેરમાં ચોમાસાના આગમનથી જ રસ્તાની બિસ્માર હાલતના કારણે શહેરીજનોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. શહેરના પ્રવેશદ્વાર પર જ પડેલા ખાડાના કારણે હાલ તંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે.

 8. પાટણની HNGU યુનિવર્સિટીની બીજા તબક્કાની ઓનલાઇન પરીક્ષાનો આજથી પ્રારંભ

પાટણની HNGU યુનિવર્સિટી દ્વારા બીજા તબક્કાની ઓનલાઇન પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. યુનિવર્સિટી દ્વારા સ્નાતક કક્ષાના સેમેસ્ટર-2 અને અનુસ્નાતક કક્ષાના સેમેસ્ટર-6 સહિત કુલ 35 જેટલી પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે.

 9. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આધેડની હત્યા

જસદણ તાલુકાના દેવપુરા ગામે આધેડની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયો છે. આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

10. નવસારીમાં વેક્સિનની અછત, મોટી સંખ્યામાં લાગી લોકોની લાઈનો

રાજ્યમાં વેક્સીનેશન અભિયાન તેજ કરવામાં આવ્યું છે પણ બીજી તરફ રાજ્યમાં રસીની અછત વર્તાઈ છે, જેના કારણે લોકોમાં ભારે નારાજગી છે. ત્યારે નવસારીમાં શાંતદેવી વેક્સિનેશન સેન્ટર ખાતે લોકો મોટી સંખ્યામાં લાઇનમાં ઉભા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જો કે, કેટલાય સેન્ટરો પર ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશનના ફક્ત 20 જ ડોઝ અપાતા લોકોને હાલાકી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati