Gujarat top News : એક ક્લિકમાં જાણો ગુજરાતના મોટા સમાચાર

Gujarat top News : એક ક્લિકમાં જાણો ગુજરાતના મોટા સમાચાર
જાણો,ગુજરાતના તમામ મહત્વના સમાચાર

રાજ્યમાં ક્યારે થશે મેઘરાજાની પધરામણી,અમદાવાદમાં રથયાત્રા યોજાશે કે કેમ,શિવરંજની હિટ એન્ડ રન કેસમાં શું આવ્યો નવો વળાંક તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Jul 06, 2021 | 6:18 PM

1.અમદાવાદમાં નિયમોને આધિન યોજાઈ શકે છે રથયાત્રા 

કોરોના મહામારીને કારણે ભગવાન જગન્નાથની 144ની રથયાત્રાને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તો બીજી તરફ સરકારી તંત્ર તમામ તૈયારીઓ કરી રહી રહ્યું છે. આ વચ્ચે નિયમોને આધિન રથયાત્રા યોજાય તેવી શક્યતા જોવા મળી રહી છે. જેનો સત્તાવાર નિર્ણય આવતીકાલ બુધાવારે મોડી સાંજ સુધીમાં લેવાય તેવી સંભાવના છે.

2.રાજ્યમાં વરસાદને લઇને રાહતના સમાચાર, 10 જુલાઇ બાદ વરસાદની આગાહી

વરસાદને લઇને રાજ્ય માટે મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ચોમાસા બાબતે હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે લાંબા વિરામ બાદ 10 જુલાઈથી ફરી મેઘરાજા જમાવટ કરી શકે છે. જેમાં ખાસ કરીને 10 જુલાઈથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

3.જામનગરના ફાયર વિભાગમાં આધુનિક વોટર બ્રાઉઝરની એન્ટ્રી

જામનગર ફાયર શાખામાં ફાયર પર કાબુ મેળવવા માટે વિવિધ વાહનો અને સાધનો ઉપલબ્ધ છે. જેમાં વધુ એક આધુનિક વાહન વોટર બ્રાઉઝરનો ઉમેરો થયો છે. જે 25 હજાર લીટર વોટરની ક્ષમતા ધરાવે છે. ઉપરાંત, પ્રેશર સાથે 300 લીટર પાણી એક મીનીટમાં આગ સામે ફેકી શકે તેવી ક્ષમતા ધરાવે છે.

4.અમદાવાદ શિવરંજીની હિટ એન્ડ રન કેસમાં નવો વળાંક, પોલીસે હોમગાર્ડની ખાતાકીય તપાસના આપ્યા આદેશ

પોલીસ દ્વારા શિવરંજીની હિટ એન્ડ રન કેસમાં પર્વ શાહના સાક્ષી તરીકે હોમગાર્ડ જવાનની પોલીસ ચોપડે સાક્ષી તરીકે નોંધ કરવામાં આવી છે. જેને કારણે હોમગાર્ડ પરબત સામે ખાતાકીય તપાસ કરવા માટે હોમગાર્ડ કમાન્ડરને આદેશ આપવામાં આવ્યો છે.

5.રાજકોટ મનપાના અંધેર વહીવટને પગલે, વકીલ એસોસિએશન આવતીકાલે કોર્પોરેશન સામે મોરચો માંડશે

રાજકોટ મનપાના અંધેર વહીવટને પગલે વકીલ આલમમાં રોષ ફેલાયો છે અને રોષે ભરાયેલું વકીલ એસોસિએશન આવતીકાલે કોર્પોરેશન સામે મોરચો માંડશે. છેલ્લા ઘણા સમયથી મનપા દ્વારા સિવિલ હોસ્પિટલ ચોકમાં બ્રિજનું કામ કરાઇ રહ્યું છે. જેના પગલે આ વિસ્તારના કેટલાક માર્ગો ડાયવર્ટ કરાયા છે.જેના પગલે આશરે નાની મોટી 54 કોર્ટના વકીલોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

6.દાહોદ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી

દાહોદ જિલ્લામાં લાબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. દાહોદ જિલ્લાના લીમડી, દેપાડા, કારઠ સહીતના વિસ્તારમાં મેઘરાજાની પધરામણી થતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

7.બે મહિના બાદ સુરતથી મહારાષ્ટ્રની એસટી બસ સેવા થઈ શરૂ

કોરોનાની સ્થતિ હળવી થતા, હવે સુરત એસટી વિભાગ દ્વારા આજથી મહારાષ્ટ્ર જતી બસોને લીલી ઝંડી આપવામાં આવી છે. સવારથી જ મહારાષ્ટ્રની બસો ચાલુ કરી દેવામાં આવી છે. પહેલા દિવસે વહેલી સવારે પાંચ વાગ્યે સુરતથી માલેગાવ જતી બસ શરૂ કરવામાં આવી હતી

8.ચોટીલા ભાજપના નેતા ઝીણાભાઈ ડેડવારિયાનું હદય રોગના હુમલાથી મોત

સુત્રોનું માની એ તો,ગાંધીનગરની છાલાની હોટલમાં દવા પીને ભાજપના નેતાએ આપઘાત કર્યો હતો. જો કે, પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં હદય રોગની હુમલાથી મોત થયાનો ખુલાસો થયો છે. મહત્વનું છે કે,તેઓ પોતાના વિસ્તારની સમસ્યાની રજૂઆત કરવા ગાંધીનગર આવ્યા હતા.ઝીણાભાઈ ડેડવારિયાએ 2017માં ભાજપ તરફથી ચોટીલા વિધાનસભાની બેઠક પર ચૂંટણી લડ્યા હતા.

9.SOGના પીઆઈની પત્ની 1 મહીનાથી ભેદી સંજોગોમાં ગુમ, પોલીસે તપાસ હાથ ધરી

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પણસોરા ગામમાં રહેતા જયદીપ મહેન્દ્રભાઇ પટેલે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે,તેમની બહેન રહસ્યમય સંજોગોમાં ગાયબ થઈ છે, ત્યારે કરજણ પોલીસે ફરિયાદ નોંધીને શોધખોળ શરૂ કરાી હતી. મહત્વનું છે કે,સ્વીટીની ભાઈ જયદીપ પટેલે 11 જૂને ફરિયાદ નોંધાવતા આ મામલો સામે આવ્યો હતો.

10. સુરતના કામરેજમાં પોલીસકર્મીના જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

સુરતના કામરેજમાં પોલીસકર્મીના જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે, રાત્રિ કરફ્યૂ દરમિયાન કોરોના નિયમોને નેવે મુકીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે.

11.કલોલમાં ઝાડા-ઊલટીના કેસમાં 3 લોકોના મોત બાદ તંત્ર સફાળું જાગ્યું

ગાંધીનગર જિલ્લાના કલોલમાં ઝાડા-ઊલટીના કેસ મામલે મીડિયા અહેવાલ બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. હાલ પાઇપલાઇનમાંથી તાત્કાલિક ધોરણે પાણીનો સપ્લાય બંધ કરવામાં આવ્યો છે. અને પાઇપલાઇનમાં થયેલી સમસ્યાનો નિકાલ ન આવે ત્યાં સુધી ઘરે ઘરે ટેન્કર મારફતે પાણી પહોંચાડવાનો તંત્ર દ્રાર નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ વાંચો : Jamnagar: ફાયર વિભાગમાં આધુનિક વોટર બ્રાઉઝરની એન્ટ્રી, જાણો ફાયર શાખા માટે કેટલું ઉપયોગી સાબિત થશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati