GUJARAT : વિકાસશીલ રાજયની વાસ્તવિક સ્થિતિ, રાજયમાં ગરીબોની સંખ્યામાં વધારો

GUJARAT : વિકાસશીલ રાજ્યની વાતો વચ્ચે વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ છે. સરકારી આંકડામાં આ વાતની સાબિતી કરે છે. GUJARATમાં 2019ના આંકડાઓ મુજબ રાજ્યમાં ગરીબોની સંખ્યા 30, 94, 580 પરીવારોની સંખ્યા હતી.

GUJARAT : વિકાસશીલ રાજયની વાસ્તવિક સ્થિતિ, રાજયમાં ગરીબોની સંખ્યામાં વધારો
ગુજરાત વિધાનસભા ( ફાઈલ ફોટો )

GUJARAT : વિકાસશીલ રાજ્યની વાતો વચ્ચે વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ છે. સરકારી આંકડામાં આ વાતની સાબિતી કરે છે. GUJARATમાં 2019ના આંકડાઓ મુજબ રાજ્યમાં ગરીબોની સંખ્યા 30, 94, 580 પરીવારોની સંખ્યા હતી. જેમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. આ વધારો થઈને DECEMBER 2020ની સ્થિતિએ 31, 41, 231 પરીવારોની સંખ્યા થઈ છે. તે જોતા એક ગરીબ પરિવારમાં સરેરાશ 6 સભ્યો ગણવામાં આવે તો 1 કરોડ 88 લાખ જેટલી સંખ્યા ગરીબોની થાય છે એટલે કે ગુજરાતની ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખા હેઠળ જીવે છે તેવું કહેવું અયોગ્ય નથી.

રાજયની ત્રીજા ભાગની વસ્તી ગરીબ

રાજ્ય સરકારે અગાઉ 2019ના રોજ વિધાનસભા ગૃહમાં ગરીબોના આંકડાઓ આપ્યા હતા. જે મુજબ રાજ્યમાં ગરીબી રેખાથી નીચે જીવતા પરીવારોની સંખ્યા 30 લાખ 94, 580 BPL પરીવારોની સંખ્યા હતી. તેમાં વધારો થઈને DECEMBER 2020ની સ્થિતિએ 31 લાખ 41 હજાર 231 પરીવારોની સંખ્યા થઈ છે. રાજ્ય સરકાર ગુજરાત વિકાસની હરણફાળ ભરી હોવાના દાવાઓ કરે છે. પરંતુ, વાયબ્રન્ટ ગુજરાતમાં ગરીબોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે.

ગુજરાતમાં ગરીબોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો

31 લાખ 41 હજાર 231 પરીવારોની સંખ્યામાં સરેરાશ એક કુટુંબના સભ્યોની સંખ્યા 6 અંદાજવામાં આવે છે. તો 1 કરોડ 88 લાખ કરતાં વધુ ગરીબોની સંખ્યા અંદાજી શકાય. આમ રાજ્યની ત્રીજા ભાગ જેટલી વસ્તી ગરીબી રેખાથી નીચેનું જીવન ધોરણ જીવી રહી છે. રાજ્યમાં 0 થી 16 ગુણાંકવાળા 16 લાખ 19 હજાર 226 પરીવારો અને 17થી 20 ગુણાંકવાળા 15 લાખ 22 હજાર 5 પરીવારો મળીને 31 લાખ 41 હજાર 231 પરીવારોની સંખ્યા છે. તેમાં બે વર્ષમાં સૌથી વધુ અમરેલી જીલ્લામાં 2,411 પરીવારો, રાજકોટ જીલ્લામાં 1,509 પરીવારોની સંખ્યામાં વધારો થયો છે.

અંત્યોદય કાર્ડ ધારકોની સંખ્યા 2.60 લાખ

અંત્યોદય કાર્ડ ધરાવતા લોકોની સંખ્યા 2.60 લાખની આસપાસ હતી. ત્યારબાદ 2020માં લાગુ કરવામાં આવેલી મા અન્નપૂર્ણા યોજનાના લાભાર્થી તરીકે શહેરમાં 1 કરોડ 24 લાખ 6 હજાર અને ગામડાંમાં 2 કરોડ 58 લાખ 78 હજાર લોકો હોવાનું જણાવાયું છે. તેમાં 8.8 લાખ અંત્યોદય યોજનાના પરિવારોનો પણ સમાવેશ કરાયો છે. 2001માં અત્યોદય યોજના હેઠળના પરિવારોની સંખ્યા 33.75 લાખની હતી. તે વધીને 2020માં 3 કરોડ 82 લાખ 84 હજાર થઈ છે. આ ગાળામાં વસતિમાં પણ 1.19 કરોડનો વધારો થયો છે. કોરોના કાળમાં 68.80 લાખ ગરીબ પરિવારોને ફ્રી ફૂડ પણ આપવામાં આવ્યા હતા.

મધ્યાહન ભોજન લેનારાઓની સંખ્યા વધી

ગુજરાતમાં ગરીબોની સંખ્યા વધી છે, મધ્યાહ્ન ભોજન લેનારાઓ વધ્યા છે. છતાંય કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલા 28 હજાર 52 લાખ 950 મેટ્રિક ટનના જથ્થામાંથી ગુજરાતે માત્ર 23 લાખ 56 હજાર 288 મેટ્રીક ટન જથ્થાનો જ ઉપાડ કર્યો છે. કેન્દ્ર સરકારે ગુજરાતને 12 લાખ 22 હજાર 693 મેટ્રિક ટન ચોખાનો જથ્થો કેન્દ્ર સરકારે ફાળવ્યો હતો. તેમાંથી 9 લાખ 73 હજાર 794 મેટ્રીક ટન ચોખાનો ઉપાડ કરવામાં આવ્યો છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati