Gujarat : ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું 27.83 ટકા પરિણામ જાહેર

ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. રિપીટર વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પરથી આ પરિણામ જોઈ શકે છે.

| Updated on: Aug 23, 2021 | 9:47 AM

Gujarat : ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. રિપીટર વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પરથી આ પરિણામ જોઈ શકે છે. કુલ 27.83 ટકા પરિણામ જાહેર થયું છે. આ વરસે 114193 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 114193 માંથી 31785 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-12ના સામાન્ય પ્રવાહના 97 હજાર રિપીટર્સનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે.ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદી મુજબ પરિણામ બોર્ડની વેબસાઈટ result.gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સવારે 8 વાગે બોર્ડની અધિકૃત વેબસાઇટ પરથી વિદ્યાર્થીઓ પરિણામ જોઇ શકે છે.

આ વિદ્યાર્થીઓ પોતાનો બેઠક નંબર એન્ટર કરીને પોતાની મહેનતનું પરિણામ જોઇ શકે છે. આ પરિણામ બાદ શિક્ષણ બોર્ડ સ્કૂલોને માર્કશીટ મોકલવામાં આવશે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ  બોર્ડ દ્વારા ધોરણ 12 ના  રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો હતો. જે મુજબ જુલાઈ માસમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. 15 જુલાઈથી 28 જુલાઈ સુધી ધોરણ-12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી.

પરીક્ષા ચાલુ હતી તે દરમિયાન જ બોર્ડ દ્વારા ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરી શરૂ કરી દીધી હતી. જેથી સમયસર પરિણામ તૈયાર કરી શકાય. આ કામગીરી પુર્ણ થયા બાદ બોર્ડ દ્વારા આજરોજ 23 ઓગસ્ટના રોજ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. અને, આખરે આજે પરિણામ જાહેર થઇ ગયું છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">