ગુજરાતમાં મોસમનો 95 ટકા વરસાદ વરસ્યો, પીવાના અને સિંચાઇના પાણીની સમસ્યા હળવી થઈ

|

Oct 06, 2021 | 7:15 AM

ગુજરાતમાં સપ્ટેમ્બર માસમાં તોફાની વરસાદ  સાથે જ રાજ્યમાં કુલ 75 ડેમ ઓવરફ્લો થયા છે. બીજી તરફ વધુ 14 ડેમો પર હાઇએલર્ટ અપાતા હાઇએલર્ટ ડેમોની સંખ્યા 114 થઇ ગઇ છે.

ગુજરાતમાં મોસમનો 95 ટકા વરસાદ વરસ્યો, પીવાના અને સિંચાઇના પાણીની સમસ્યા હળવી થઈ
Heavy rain bangalore

Follow us on

ગુજરાતમાં(Gujarat) સપ્ટેમ્બર માસમાં પડેલા ભારે વરસાદના(Rain) પગલે રાજ્યમાં મોસમનો કુલ 95 વરસાદ નોંધાયો છે. જેના પગલે રાજ્યના મોટાભાગના ડેમમાં (Dam)પાણીની ભરપૂર આવક થઈ  છે. તેમજ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં પીવાના અને સિંચાઇના પાણીની સમસ્યા મહદઅંશે હળવી થઈ છે.

ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (એસઇઓસી) ના અહેવાલ મુજબ સૌરાષ્ટ્રમાં આ વર્ષે સૌથી વધુ વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટ જિલ્લામાં સરેરાશ કરતાં 130 ટકા વધુ વરસાદ થયો છે.સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ હતી. આ વર્ષે વરસાદે રાજ્યમાં અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. છેલ્લા 30 વર્ષોમાં આ વર્ષે સરેરાશ સૌથી લાંબા વરસાદની સીઝનમાં અત્યાર સુધીમાં 95 ટકા વરસાદ થયો છે.

ગુજરાતમાં સપ્ટેમ્બર માસમાં તોફાની વરસાદ  સાથે જ રાજ્યમાં કુલ 75 ડેમ ઓવરફ્લો થયા છે. બીજી તરફ વધુ 14 ડેમો પર હાઇએલર્ટ અપાતા હાઇએલર્ટ ડેમોની સંખ્યા 114 થઇ ગઇ છે. જ્યારે 8 ડેમોમાં 80 થી 90 ટકા પાણીનો સંગ્રહ થયો છે ત્યા એલર્ટ અને 70 થી 80 ટકા પાણી ભરાયુ છે તેવા 12 ડેમો પર ચેતવણી આપવામાં આવી છે. સરદાર સરોવર સહિત રાજ્યના 207 ડેમોમાં 75.51 ટકા જળસંગ્રહ થયો છે. એક રીતે પીવાના પાણીની ચિંતા તો ટળી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (એસઇઓસી) એ સોમવારે આ અંગે માહિતી આપી હતી. ગુજરાતમાં અત્યાર સુધીમાં 798.7 mm વરસાદ પડ્યો છે. જે રાજ્યના સરેરાશ વરસાદના 95.09 ટકા છે. રાજ્યમાં છેલ્લા 30 વર્ષથી સરેરાશ વરસાદ 840 મીમી છે. સમગ્ર ચોમાસાની ઋતુની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં મહત્તમ વરસાદ થયો હતો.

એજન્સીએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં 426.21 મીમી વરસાદ નોંધાયો છે, જે છેલ્લા દાયકામાં સૌથી વધુ છે.અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટ જિલ્લામાં સરેરાશ કરતાં 130 ટકા વધુ વરસાદ થયો છે.

આ વર્ષે ચોમાસાના પ્રકોપે સૌરાષ્ટ્ર પ્રદેશ પર તબાહી મચાવી છે. સૌરાષ્ટ્રના કલ્યાણપુર તાલુકાનું જામ રાવલ ગામ દર વર્ષે અપવાદ વિના ડૂબી જાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ, ગામ એક એવા મર્જિંગ પોઇન્ટ પર છે જ્યાં નદી સમુદ્રને મળે છે. તેથી દર વર્ષે ચોમાસુ આ ગામ માટે પૂરગ્રસ્ત અને દુખદ સ્વપ્ન છે.

તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવ પુલ પુરના પાણીમાં ડૂબી ગયા બાદ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ગાંધીનગર મનપાના અભિવાદન સમારંભમાં સી. આર. પાટીલે આપ અને કોંગ્રેસ પર કર્યો આ કટાક્ષ

આ પણ વાંચો : Arvind Trivedi: ગજબના ‘અટ્ટ હાસ્ય’ એ તેઓને રામાયણમાં રાવણની ભૂમિકા માટે ખેંચી લઇ ગયુ, જેનાથી તેઓ ‘લંકેશ’ તરીકે ઓળખાયા

Next Article