ગાંધીનગર મનપાના અભિવાદન સમારંભમાં સી. આર. પાટીલે આપ અને કોંગ્રેસ પર કર્યો આ કટાક્ષ

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું કે ગુજરાતની જનતા તેના કડવા અનુભવ કરી ચૂકી છે. તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને એક આંધળા અને લંગડાના ગઠબંધન સાથે સરખાવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 6:38 AM

ગુજરાતમાં(Gujarat) ગાંધીનગર મનપા(Gandhinagar Corporation) ની 41 બેઠકો જીત્યા બાદ પણ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને(CR Patil) રંજ છે.અને આ રંજ પાછળનું કારણ છે 3 બેઠકો પર મળેલી હાર છે. કમલમ ખાતે આયોજીત અભિવાદન સમારોહમાં સી.આર.પાટીલે પોતાના ભાષણમાં ત્રણ બેઠકોની હાર મુદ્દે અફસોસ વ્યક્ત કર્યો.પાટીલે કહ્યું કે ભાજપનો કાર્યકર સો ટકા પરિણામ માટે ટેવાયેલો છે.જેથી 3 બેઠકોની હાર સહન કરવી મુશ્કેલ છે.

આ ઉપરાંત તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર કટાક્ષ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે બે પાર્ટીએ વિચાર્યું આપણે બંને ગઠબંધન કરી લઈશું અને સત્તા મેળવીશું. પરંતુ ગુજરાતની જનતા તેના કડવા અનુભવ કરી ચૂકી છે. તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને એક આંધળા અને લંગડાના ગઠબંધન સાથે સરખાવ્યું હતું. તેમણે આ માટે દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયને યાદ કરીને તેમણે ટાંકેલી વાતન દોહરાવી હતી.

તો આ તરફ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ 3 બેઠકોની હારની વાત કરી.અને 2022માં આ ભૂલનું પુનરાવર્તન ન થાય તેનું ધ્યાન રાખવા કાર્યકરોને ટકોર કરી.સીએમ પટેલે કાર્યકરોને હાંકલ કરીને ગુજરાત વિધાનસભામાં તમામ 182 બેઠકો જીતવાનો હુંકાર કર્યો હતો.

આ  પણ વાંચો : ‘લંકેશ’ તરીકે પ્રસિદ્ધ અરવિંદ ત્રિવેદીનુ અવસાન, મુંબઇમાં અંતિમ શ્વાસ લીધા

આ પણ વાંચો : Ahmedabad: શહેરમાં રસ્તાઓ પર પડ્યા આટલા હજારથી વધારે ખાડા, નવરાત્રિ પહેલા રિપેર કરવાનો આદેશ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">