Gujarat : મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પાંચ વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદીને આમંત્રણ

|

Jul 28, 2021 | 5:20 PM

મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો પાંચ વર્ષનો કાર્યકાળ પુરો થતા 1 થી 9 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ત્યારે આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે.

Gujarat : મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પાંચ વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદીને આમંત્રણ
PM Narendra Modi (File Photo)

Follow us on

મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો(Vijay Rupani) પાંચ વર્ષનો કાર્યકાળ પુરો થતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે.ઉલ્લેખીય છે કે 1 થી 9 ઓગસ્ટ સુધી વિવિધ દિવસની ઉજવણી કરવામાં આવશે.ઉપરાંત કાર્યક્રમના કોઈ પણ એક દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી વર્ચ્યુઅલી જોડાય તે અંગે સરકારે ઈચ્છા વ્યક્ત કરી છે.

પાંચ વર્ષનો કાર્યકાળ પુરો થતા વિવધ કાર્યક્રમોનું આયોજન

ગુજરાતમાં વિજય રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે ઉજવણી કરવામાં આવશે. રાજ્યભરમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ પહેલી ઓગસ્ટથી લઈ નવમી ઓગસ્ટ(August)  સુધી ઉજવણી કરાશે. કોરોના નિયમોના ચુસ્ત પાલન સાથે રાજ્યભરમાં ઉજવણીના કાર્યક્રમો નક્કી થશે. વિજય રૂપાણી સરકારમાં જનઉપયોગી કાર્યોને વધુ સક્રિયતાથી આગળ લઈ જવા માટે તાલુકા કક્ષાએ કાર્યક્રમ યોજાશે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

રાજ્યમાં મહિલા, યુવા, ખેડૂત, ઉદ્યોગ, રોજગાર, શિક્ષણ, આદિવાસી કલ્યાણના કાર્યક્રમોનું આયોજન કરાશે. આ ઉજવણી થકી લોકો સાથે સંવાદનો સરકાર પ્રયાસ કરશે.આ કાર્યક્રમોમાં મુખ્યપ્રધાન રૂપાણી, ડે. સીએમ નીતિન પટેલ, પ્રધાનો, સાંસદ, ધારાસભ્યો, સમાજના આગેવાનો જોડાશે.ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી કાર્યક્રમના કોઈ પણ એક દિવસ વર્ચ્યુઅલી (Virtually) જોડાય તે અંગે સરકારે ઈચ્છા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : CHHOTA UDEPUR : બોડેલી-વડોદરા હાઇવે પર એસ.ટી. બસ અને કાર વચ્ચે અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મૃત્યુ

આ પણ વાંચો : RAJKOT : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કથિત માટી કૌભાંડની તપાસ લગભગ પૂર્ણ, દોષનો ટોપલો કોના માથે ઢોળાશે ?

Published On - 12:05 pm, Wed, 28 July 21

Next Article