AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GUJARAT : તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં 30 એપ્રિલ સુધી ઓફલાઈન શિક્ષણ બંધ, ધો-10 અને 12ની પરીક્ષા યોજાશે ?

CORONAએ હાહાકાર મચાવતા રાજ્યની તમામ GOVERNMENT અને Private કોલેજોમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય (ઑફલાઈન)આગામી 30મી APRIL સુધી બંધ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

GUJARAT : તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં 30 એપ્રિલ સુધી ઓફલાઈન શિક્ષણ બંધ, ધો-10 અને 12ની પરીક્ષા યોજાશે ?
| Updated on: Apr 11, 2021 | 7:06 PM
Share

CORONAએ હાહાકાર મચાવતા રાજ્યની તમામ GOVERNMENT અને Private કોલેજોમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય (ઑફલાઈન)આગામી 30મી APRIL સુધી બંધ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. દરેક સેમેસ્ટર માટે કૉલેજો ઓનલાઇન શિક્ષણ પોતાની આવશ્યકતા પ્રમાણે યથાવત રાખી શકશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સતત વધી રહેલા CORONAના કેસને કારણે સરકારે 18મી માર્ચથી 10મી એપ્રિલ સુધી આઠ મહાનગરોમાં ઓફલાઈન EDUCATION બંધ કરી દીધું હતું.

5 એપ્રિલથી ધો.1થી 9ની તમામ SCHOOLમાં ઓફલાઈન શિક્ષણ બંધ જ્યારે 2 એપ્રિલે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં 5મી એપ્રિલથી 1થી 9ની તમામ સરકારી અને ખાનગી સ્કૂલોમાં શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણય શાળાઓમાં વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન શિક્ષણ માટે છે. ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે.

January and Februaryમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થયું હતું આ પહેલાં 11 Januaryથી ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવામાં હતી, જેને પગલે ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાજ્યમાં ધો. 9 અને 11ની સ્કૂલો 1 Februaryએ શરૂ કરવામાં આવી હતી તેમજ ધોરણ 9થી 12 અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસિસને મંજૂરી આપી હતી. 9થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલ્યા બાદ GUJARAT GOVERNMENTના શિક્ષણ વિભાગે 8મી Februaryથી કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પુન: શરૂ કરવાની જાહેરાત કરી હતી.

કોરોના છતાં CBSE બોર્ડની 4 મેથી પરીક્ષા ફરી કોરોનાના કેસો વધતા CBSE (સેન્ટ્ર્લ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન )બોર્ડની પરીક્ષાઓ માટે ફરી અસમંજસની સ્થિતિ બની છે. હાલની કોરોનાની સ્થિતિ માટે સૌના મનમાં એક જ સવાલ છે કે 4 મેથી યોજાનારી CBSEની પરીક્ષા કેન્સલ કરવામાં આવશે કે નહિ. તેવામાં બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે નક્કી કરાયેલા શિડ્યુલ પ્રમાણે જ પરીક્ષાનું આયોજન થશે.

કોરોનાની સ્થિતિ ગંભીર બનતાં વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ પરીક્ષા રદ્દ કરવાની માગ કરી રહ્યા છે.આ વખતે 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઇન કેમ્પઇન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ પરીક્ષા કેન્સલ કરવા માટે વિવિધ હેશટેગ ટ્રેન્ડ કરાઇ રહ્યા છે.

Follow Us
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
ગુજરાત સસ્તા અનાજ એસોસિએશન દ્વારા ફરી સરકાર સામે આંદોલનના મંડાણ
ગુજરાત સસ્તા અનાજ એસોસિએશન દ્વારા ફરી સરકાર સામે આંદોલનના મંડાણ
મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડાઃ રાહુલ ગાંધી
મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડાઃ રાહુલ ગાંધી
ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલોને આપવામા આવ્યા ઠંડા ઠંડા કૂલ કૂલ જાકીટ
ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલોને આપવામા આવ્યા ઠંડા ઠંડા કૂલ કૂલ જાકીટ
વડોદરાના પાદરામાં PI લાંચમાં લપેટાયા, જુઓ વીડિયો
વડોદરાના પાદરામાં PI લાંચમાં લપેટાયા, જુઓ વીડિયો
BA પહેલા જ કરી દીધુ MA ! સુરતમાં ભાજપ ઉમેદવારની ડિગ્રીમાં મોટો છબરડો
BA પહેલા જ કરી દીધુ MA ! સુરતમાં ભાજપ ઉમેદવારની ડિગ્રીમાં મોટો છબરડો
ગિરનાર પર અન્ય સંપ્રદાય દ્વારા કબ્જાનો આરોપ, જુઓ વીડિયો
ગિરનાર પર અન્ય સંપ્રદાય દ્વારા કબ્જાનો આરોપ, જુઓ વીડિયો
Breaking News : 48 કલાક હજુ સહન કરવી પડશે આકરી ગરમી
Breaking News : 48 કલાક હજુ સહન કરવી પડશે આકરી ગરમી
નોકરી બદલવી રહેશે હિતમાં અને રોકાણથી મળશે મોટો ફાયદો
નોકરી બદલવી રહેશે હિતમાં અને રોકાણથી મળશે મોટો ફાયદો
વ્યાજખોરોનો આતંક: હર્ષ સંઘવીના દાવા પોકળ? પિતાનો અંતિમ વીડિયો વાયરલ
વ્યાજખોરોનો આતંક: હર્ષ સંઘવીના દાવા પોકળ? પિતાનો અંતિમ વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">