
આજે 06 ઓક્ટોબરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી છે. ઈન્ટરનેટ સેવા પર 5 દિવસ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાજ્યમાં 11 ઓક્ટોબર સુધી ઈન્ટરનેટ સેવા બંધ રહેશે. રાજ્ય સરકારે આદેશ જારી કરીને આ માહિતી આપી છે. આ મુજબ 11 ઓક્ટોબરે સાંજે 7.45 વાગ્યાથી ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. તમને જણાવી દઈએ કે મણિપુર છેલ્લા છ મહિનાથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. આ દરમિયાન વાતાવરણ થોડું શાંત થઈ ગયું હતું, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં સ્થિતિ ફરી વણસી ગઈ છે. રાજ્યમાં હજુ પણ હિંસક ઘટનાઓ સામે આવી રહી છે.
અંકલેશ્વરના કેશવપાર્ક સોસાયટીમાં બાઈક ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
અરવલ્લીના મોડાસા ગાજણ પાસેના માધવ પ્રાયોર ગોડાઉન વિરુદ્ધ કાર્યવાહી કવામાં આવી છે. ગાજણ પાસે પોતાની માલિકીની મિલકતમાં દારૂખાનાના વેચાણ કરવા મામલે કાર્યવાહી કરાઇ છે. પરવાનો મેળવવા બાબતની ક્લેકટરને ફરીયાદ બાદ કાર્યવાહી કરાઈ. પરવાનાની માંગણીવાળા સ્થળે વિના મંજૂરીએ અનધિકૃત વેચાણનો દારૂખાનાનો જથ્થો મળી આવ્યો. કાયદાના ભંગ બદલ માંગણી વાળી જગ્યાને સીલ કરાઇ. અનધિકૃત ફટાકડાનો જથ્થો સ્થગિત કરી કબજે લેવામાં આવ્યો
બનાસકાંઠાના પાલનપુર જી ડી મોદી કોલેજના વિદ્યાર્થીને માર મારતા પ્રોફેસર સામે ફરિયાદ નોંધાઈ છે. પ્રોફેસર કે સી પટેલે વિદ્યાર્થીને લાકડીઓ વડે માર મારતા વિદ્યાર્થી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ઝઘડી રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થતાં વિદ્યાર્થીને માર માર્યો. પ્રોફેસરે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પ્રોફેસર કે સી પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે.
ભારતીય પુરુષ હોકી ટીમે એશિયન ગેમ્સ 2022નો ગોલ્ડ મેડલ જીત્યો છે. તાજેતરમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ભારતીય ટીમે ફાઇનલમાં જાપાનને 5-1થી હરાવીને ચોથી વખત એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે કોચ ક્રેગ ફુલટનની ટીમ પણ પેરિસ ઓલિમ્પિક 2024 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. એશિયન ગેમ્સ 2022માં ભારતનો આ 22મો ગોલ્ડ મેડલ છે. જાપાને 2018માં આ ઈવેન્ટનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારપછી ભારતીય ટીમને બ્રોન્ઝ મેડલથી આગળ કરવું પડ્યું હતું.
રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાશે. ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. આ પહેલા રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોટો નિર્ણય લઈને ત્રણ જિલ્લા બનાવવાની જાહેરાત કરી હતી. આ બીજી વખત છે જ્યારે સીએમ ગેહલોતે તેમના કાર્યકાળ દરમિયાન નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે. સીએમએ કહ્યું કે આ લોકોની માંગ પર કરવામાં આવી રહ્યું છે. ઉચ્ચ સ્તરીય સમિતિએ પણ આ અંગે સૂચન કર્યું છે. ત્રણ નવા જિલ્લાઓ માલપુરા, સુજાનગઢ અને કુચમન સિટી હશે.
રાજ્યમાં દિવસે દિવસે રખડતા શ્વાનનો અને રખડતા ઢોરનો આતંક વધતો ગયો છે તો રખડતા શ્વાનનો આતંક જામનગરમાં પણ જોવા મળ્યો છે. જામનગરના લાલપુરમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. એક જ રાતમાં એક 12 લોકોને શ્વાને બચકાં ભરી લેતાં લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
પાંડેસરા લવ જેહાદ મામલો સામે આવ્યો છે. આરોપીએ મુંબઈની એક હિન્દુ યુવતીને પણ ફસાવી હોવાનો ઘટસ્ફોટ થતા હોબાળો મચી ગયો છે. મળતી માહિતી મુજબ આરોપીએ મુંબઈમાં નામ બદલી યુવતીને ફસાવી હતી. જેના મોબાઈલમાંથી ધર્મ પરિવર્તનને લાગતું સાહિત્ય મળી આવતા આરોપીનો મોબાઈલ FSLમાં મોકલવામાં આવશે
અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ રેલ કોરિડોર એટલે કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક સફળતા મળી છે. આ પ્રોજેક્ટની પહેલી પર્વતીય ટનલનું બ્રેકથ્રૂ કરવામાં આવ્યું છે. આ ટનલ માત્ર 10 મહિનામાં જ તૈયાર કરવામાં આવી છે. ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગાવ તાલુકાના ઝરોલી ગામ પાસે આ ટનલ બનાવામાં આવી છે.
કચ્છ જિલ્લાના ભૂજના નારાણપર ગામના ખેડૂત સાથે કરોડો રુપિયાની છેતરપિંડી (Fraud) થઇ છે. ખેડૂતને તેની જમીનમાં મોબાઈલ ટાવર નાખવાની લાલચ આપીને કરોડો રુપિયા પડાવી લેવામાં આવ્યા છે.ત્યારે પોલીસે દિલ્હી અને ઓડિશાના 6 લોકો સામે આ છેતરપિંડી કરવાનો ગુનો નોંધ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કેન્દ્ર સરકારે SC/ST/OBC માટે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે હવે આ સમુદાયો માટે કોન્ટ્રાક્ટ નોકરીઓમાં પણ અનામતની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આ માટે કેટલીક મર્યાદાઓ પણ નક્કી કરવામાં આવી છે. નિયમો અનુસાર, આરક્ષણ ફક્ત 45 કે તેથી વધુ દિવસની અસ્થાયી નોકરીઓમાં જ મળશે. કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું કે તમામ મંત્રાલયોને આ અંગે જાણ કરવામાં આવી છે. અનામત વ્યવસ્થાનો કડક અમલ કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
દિલ્હીના વિજ્ઞાન ભવનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) વામપંથી ઉગ્રવાદ પર સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં વામપંથી ઉગ્રવાદથી પ્રભાવિત રહેલા 10 રાજ્ય બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર, તેલંગાણા, મધ્યપ્રદેશ, ઝારખંડ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને કેરળના મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાન અથવા તેમના પ્રતિનિધિ આ બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, CRPFના ટોચના અધિકારી, કેન્દ્ર અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારી પણ સામેલ થશે.
આવકવેરા અધિકારીઓએ સતત બીજા દિવસે ચેન્નાઈમાં ડીએમકે સાંસદ એસ જગતરક્ષક સાથે જોડાયેલ જગ્યાઓ પર દરોડા ચાલુ રાખ્યા છે. ડીએમકે સાંસદ જગતરક્ષકન ઘરે હાજર છે, જ્યારે ચેન્નાઈના ઈન્દિરા નગરમાં તેમના નિવાસસ્થાને આઈટીના દરોડા પાડવામાં આવી રહ્યા છે.
ચેન્નાઈમાં ડીએમકે સાંસદ પર આઈટીના દરોડા બીજા દિવસે પણ ચાલુ છે
ગુવાહાટીમાં પીઆરઓ ડિફેન્સે જણાવ્યું છે કે સિક્કિમમાં અચાનક પૂરના કારણે ગુમ થયેલા ભારતીય સેનાના જવાનોની શોધ ચાલુ છે. દરમિયાન, ભારતીય સેના ઉત્તર સિક્કિમમાં ફસાયેલા નાગરિકો અને પ્રવાસીઓને ખોરાક, તબીબી સહાય અને સંચાર સુવિધાઓનો વિસ્તાર કરી રહી છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં ડાબેરી ઉગ્રવાદ પર સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. આજે સવારે 11 વાગ્યાથી શરૂ થનારી આ બેઠકમાં બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર, તેલંગાણા, મધ્યપ્રદેશ, ઝારખંડ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને કેરળ જેવા ડાબેરી ઉગ્રવાદીઓથી પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, ગૃહમંત્રીઓ અથવા તેમના પ્રતિનિધિઓ ભાગ લેશે.
પંજાબના અમૃતસરના મજીઠા રોડના નાગ કલાન ગામમાં એક ફેક્ટરીમાં લાગેલી આગમાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ વહીવટીતંત્ર દ્વારા કોઈ માહિતી આપવામાં આવી રહી નથી.
મહારાષ્ટ્રના મુંબઈમાં એક ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 45 લોકો દાઝી ગયા હતા, જેમાંથી 7ના મોત થયા હતા.આગની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનની પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બિલ્ડિંગમાં લાગેલી આગને ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે જે બિલ્ડીંગમાં આગ લાગી તે મુંબઈના ગોરેગાંવમાં આવેલી છે. સાથે જ સ્થળ પર અરાજકતાનો માહોલ છે. રેસ્ક્યુ ટીમ સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે ઈમારતમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે. સાથે જ આગને વહેલી તકે ઓલવવાના પ્રયાસો ચાલુ છે.
સિક્કિમમાં તિસ્તા નદીમાં પૂર આવવાને લઈ સ્થિતિ હજુ સામાન્ય નથી બની. વાદળ ફાટવાની ઘટના બાદ 14 લોકોના મોત થયા હતા તો એક ડઝન કરતા વધારે પૂલ પણ ટુટી પડ્યા હતા જેને લઈ સ્થાનિક લોકો માટે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ હતું.
જણાવવું રહ્યું કે સિક્કિમમાં લોનાક સરોવર પર વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીમાં અચાનક પૂર આવ્યા બાદ તબાહી સર્જાઈ હતી. અત્યાર સુધીમાં 18 જેટલા લોકોની લાશ મળી આવી છે તો NDRF હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. આ ઘટનામાં સેનાના પણ જવાનો તણાઈ ગયા હતા જેમનો અત્તોપત્તો લાગ્યો નથી.
RBI MPC Meet October 2023: ભારતીય રિઝર્વ બેંક (RBI) ની દર બે મહિને યોજાતી મોનેટરી પોલિસી કમિટી (RBI MPC) ની ત્રણ દિવસીય નાણાકીય નીતિ સમીક્ષા બેઠકના પરિણામો(Monetary Policy Review) આજે સવારે 10 વાગે જાહેર કરવામાં આવશે. MPCની બેઠકમાં લેવાયેલા નિર્ણયો પણ આજે શુક્રવારે એટલે કે 06 ઓક્ટોબર 2023 સવારે 10 વાગે જાહેર કરવામાં આવશે
Rajkot : રાજકોટમાં દિવસે દિવસે અસામાજિક તત્વોનો ત્રાસ વધતો ગયો છે. રાજકોટમાં યુવતીઓની પજવણીનો વીડિયો વાયરલ થયો હતો. રાજકોટમાં જાહેરમાં યુવતીઓની છેડતીકરનાર રોમિયોની પોલીસે ધરપકડ કરી છે. રાજકોટમાં જાહેરમાં યુવતીઓની છેડતી કરી પરેશાન કરતા વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો. જેના પગલે પોલીસે કેવલ નામના આરોપીની ધરપકડ કરી છે.
Vadodara : વડોદરા શહેરમાં એકજ રાત્રીએ બે જુદા જુદા સ્થળોએ ખુલ્લેઆમ મારામારી કરનાર હુસેન સુન્ની અને જાવેદ શેખ નામના બે માથાભારે ઈસમો વિરુદ્ધ રાવપુરા પોલીસ અને કારેલીબાગ પોલીસે બે દિવસ સુધી કોઈજ કાર્યવાહી નહિ કરી પરંતુ મારામારી ના બે વીડિયો સમાચાર માધ્યમોમાં પ્રસારિત થયા હતા.
મુંબઈના ગોરેગાંવમાં એક ઈમારતમાં આગ લાગી, 30થી વધુ લોકોને બચાવી લેવાયા હોવાની વિગતો મળી છે તો સાથે અનેક ગાડીઓ પણ બળીને ખાખ થઈ ગઈ છે. ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આગ કઈ રીતે લાગી તેને લઈ કોઈ પણ પ્રકારની વિગતો સાંપડી નથી
Rajkot: રાજકોટમાં ટ્રાફિક નિયમોનું પાલન કરનાર વાહનચાલકોનું કરાશે સમ્માન. ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસે ટ્રાફિક જીનીયસ નામથી નવતર પહેલ શરૂ કરી છે. નિયમનું પાલન કરનાર વાહન ચાલકોનું ટ્રાફિક જીનીયસ તરીકે સન્માન કરીને ટ્રાફિક નિયમો લખેલી કાપડની થેલી આપવામાં આવી રહી છે. કાપડની થેલી પર પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવા પણ સંદેશ લખાયો છે.
કાપડની થેલી લાંબો સમય સાચવતી હોવાથી નિયમો લોકોના ધ્યાનમાં આવે અને પ્લાસ્ટીકનો ઉપયોગ ઓછો થાય તેવો ઉદ્દેશ છે. ઉપરાંત શાળા કોલેજોમાં પણ ટ્રાફિક જીનીયસ અભિયાન હેઠળ ટ્રાફિક નિયમો અંગે ક્વીઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેથી બાળકોને ભવિષ્યમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું પ્રોત્સાહન મળે.
Ahmedabad: અમદાવાદ શહેરમાં ગુનેગારો બેફામ બની ગયા હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે. વાહન લઈને રસ્તે જતી બે બહેનોએ રસ્તા વચ્ચે ચાલતા શખ્સને હોર્ન મારતા યુવકે ઉશ્કેરાઈને બન્ને બહેનોને માર માર્યો હતો. જે યુવતીઓમાં એક યુવતીને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખસેડાઈ હતી. આ મામલે સરદારનગર પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આરોપીની તપાસ કરતા તે હિસ્ટ્રીશીટર હોવાનું ખુલ્યું છે.
Rajkot : રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થઈ રહી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી દરરોજ 20થી 22 હજાર બોરી મગફળીની આવક થઈ રહી છે. ત્યારે ખેડૂતોને યાર્ડમાં ટેકાના ભાવ કરતાં યાર્ડમાં ખુલ્લા બજારમાં સારા ભાવ મળી રહ્યા છે. ખેડૂતો પ્રમાણે મગફળીના મણદીઠ 1200થી લઈને 1550 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે.
Published On - 6:40 am, Fri, 6 October 23