
આજે 04 ઓક્ટોબરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અંબાજી મંદિરમાં પ્રસાદમાં ઉપયોગમાં લેવામાં આવેલ ઘીનો જથ્થો અમદાવાદથી મોકલવામાં આવ્યો હતો આ બાબતે માધુપુરાના નીલકંઠ ટ્રેડર્સ ને સીલ કરવામાં આવ્યું છે. નીલકંઠ ટ્રેડર્સની દુકાન તેમજ ગોડાઉન બંનેને સીલ કરી દેવામાં આવ્યા છે જોકે આ દુકાનનો માલિક હજુ પણ હેલ્થ વિભાગની ટીમના હાથમાં આવ્યો નથી પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે.
કચ્છ સિરક્રીક નજીકથી એક પાકિસ્તાની ધુસણખોર ઝડપાયો. 1 પાકિસ્તાની બોટ સાથે પાકિસ્તાની ઝડપાયો છે. BSF એ બોટ જપ્ત કરી વધુ પુછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમા ઝડપાયેલ 50 વર્ષીય મોહમ્મદ ખમેસા સિંધનો માછીમાર હોવાનુ ખુલ્યુ
ગીર સોમનાથના વેરાવળની એક્સિસ બેન્કમાં ગોલ્ડ લોનના નામે કૌભાંડ થયું છે. વેરાવળ પોલીસમાં બેન્કના જ ત્રણ કર્મચારીઓ વિરુદ્ધ FIR નોંધાઈ. બેન્કના બ્રાન્ચ મેનેજર દ્વારા આ બાબતે ફરિયાદ નોંધાવાઈ. ગોલ્ડ લોન વિભાગના સેલ્સ મેનેજર અને અન્ય 02 કર્મચારીઓ નું કારસ્તાન. પ્રાથમિક તબક્કે 2 કરોડના 2 કિલો 746 ગ્રામ સોનાની ઠગાઈ નો બનાવ બન્યો છે. ગોલ્ડ લોનના 426 પાઉચની તપાસ શરૂ કરાઇ છે. પ્રથમ 06 પાઉચની તપાસમાં જ 2 કરોડની ઉચાપત સામે આવી છે. હજુ અન્ય પાઉચની તપાસમાં દસેક દિવસ લાગશે. ઉચાપતનો આંક 12 થી 15 કરોડને આંબે તેવી શકયતા છે. ગોલ્ડ લોન બ્રાન્ચના સેલ્સ મેનેજર માનસિંગ ગઢીયા, વિપુલ રાઠોડ અને પિન્કીબેન ખેમચંદાની વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ત્રણેય વિરુદ્ધ IPCની કલમ 409,406,420,465,467,468,અને120 B મુજબ ગુનો દાખલ કર્યો. પોલીસે આરોપીઓની ધરપકડની તજવીજ હાથ ધરાઇ
મહીસાગરમાં બાલાસિનોર ખાતેના ICICI બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા વ્યક્તિના મોતની ઘટના બની છે. સંતરામપુર તેમજ LCB પોલીસ દ્વારા હાલ હત્યારાની ગણતરીના કલાકોમાં ધરપકડ કરાઈ છે. બેંક મેનેજર પાસે થી 1 કરોડ 17 લાખ ની રકમ લઈ જઈ રહ્યો હતો તે સમયે એક ઈસમે ગોળી મારી હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ રહયું છે. મહીસાગર પોલીસ દ્વારા દેશી કટ્ટા સહિત રોકડ રકમ રિકવર કરવામાં આવી. કડાણા તાલુકાના હદમાંથી ICICI બેંકના મેનેજર વિશાલ પાટીલનો મૃતદેહ મળ્યો. વિશાલ પાટીલની ગોળી મારીને હત્યા કરાઇ છે. હાલ આરોપીની પૂછપરછ કરાઈ રહી છે.
અમદાવાદના નારોલમાં માનસિક બીમાર યુવતી સાથે છેડતીની ઘટના બની છે. પાર્કિંગમાં રમી રહેલી યુવતીને કંઈક બતાવવાના બહાને યુવકે છેડતી કરી. જન્માષ્ટમીના દિવસે બનેલી ઘટનામાં હવે ફરિયાદ નોંધાઈ. પાર્કિંગમાં આવેલા બાથરૂમમાં લઈ જઈને કર્યા શારીરિક અડપલાં કર્યા. નિખિલ વાઘેલા નામના શખ્સ સામે નારોલ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
સુરેન્દ્રનગરમાં તાલુકા ભાજપ કિસાન મોર્ચાના પ્રમુખ પર લેન્ડ ગ્રેબીંગનો કલેક્ટરે આદેશ કર્યો છે. ધ્રાંગધ્રાના ભરાડા ગામની મંદિરની જમીન ભાજપ નેતાએ કબજે કરી છે. નેતા નંદલાલ પટેલે ચરમાળીયા દાદાની જમીન પર કબજો જમાવ્યો હોવાની વાત હતી. મંદિરના મહંત પરિવાર દ્વારા કલેક્ટરને આ અંગે રજુઆત કરાઈ છે. કલેક્ટરે રજુઆત બાદ લેન્ડ ગ્રેબીંગ દાખલ કરવાનો આદેશ કર્યો છે.
કચ્છમાં અબડાસાના રાયધણજર ગામે ખનીજ ચોરી પકડાઇ છે. ભુજ ખાણખનીજ વિભાગે રેડ કરી વાહનો જપ્ત કર્યા છે. બેન્ટોનાઇટ ખનીજનુ ગેરકાયદે ખોદકામ થતુ હતુ. 2 હીટાચી, 8 ડમ્પર ખાણ ખનીજ વિભાગે સિઝ કર્યા. ખાણખનીજ વિભાગે વધુ તપાસ હાથ ધરી. ખાણખનીજની કાર્યવાહી દરમ્યાન ખનીજચોર ભાગ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ગાડીના નંબર આધારે હવે તપાસ કરાશે.
મોરબીમાં બાળકીને મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવી અડપલા કર્યાની ફરિયાદ નોંધાઈ છે. 4 વર્ષની બાળકી સાથે એક વ્યક્તીએ શારીરિક અડપલા કર્યા. જાવેદ પીજારા નામના વ્યક્તિએ અડપલા કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બાળકીને રમાડવાના બહાને લઇ જઈને મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવી અડપલાં કર્યા હતા. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
દાહોદમાં MGVCLના જુનિયર ક્લાર્કે આપઘાત કર્યો હોવાની ઘટના બની છે. દેવગઢબારિયા ખાતે MGVCL માં ફરજ બજાવે છે. મૃતક નિરજ ડામોરે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો. આત્મહત્યા કરવાનું કારણ હાલ અંકબધ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દાહોદમાં LCB એ આઈશર ગાડીમાંથી દારુનો જથ્થો ઝડપ્યો છે. ચોખાના ભુસાની આડમાં દારુ લવાતો હતો. 283 પેટીમાં 13 લાખથી વધુનો દારુ ઝડપ્યો છે. ગાડી સહિત 23.56લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. એલસીબીને એમપીથી ગાડી ગુજરાત તરફ દારુ ભરેલ હોવાની માહિતી મળી હતી. પોલીસે ભથવાડા ટોલનાકા પાસે નાકાબંધી દરમ્યાન પકડ્યો છે.
સુરતમાં વિદ્યાર્થીઓ ભરેલી રીક્ષા પલટી મારી હોવાની ઘટના સામે આવી છે. સાયણ ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ભરેલી રીક્ષા પલટી ગઈ. રીક્ષામાં ઘેટાં બકરાની જેમ વિદ્યાર્થીઓ ભર્યા હતા. રીક્ષા પલટી જતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જોકે સદનસીબે કોઈ મોટી જાનહાની થવા ન પામી હતી. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
નીરજ ચોપરા બે રાઉન્ડ થ્રો બાદ પ્રથમ સ્થાને હતો. નીરજનો બીજો થ્રો 84.49 મીટર હતો.ભારતના કિશોર જેણા 81.26 મીટરના થ્રો સાથે બીજા સ્થાને હતો. નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં ગોલ્ડ જીતાડી ઈતિહાસ રચ્યો છે. ભારત માટે એશિયન ગેમ્સમાં આ રેકોર્ડતોડ 17મો ગોલ્ડ છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ પર તેની પકડ વધુ કડક કરી રહ્યું છે. બુધવારે લાંબી પૂછપરછ બાદ EDએ રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ કરી છે. આબકારી કૌભાંડ કેસમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં AAP સાંસદ સંજય સિંહનું નામ પણ હતું. આ મામલામાં આજે સવારે જ EDએ તેમના ઘરે દરોડા પાડ્યા હતા. ED દ્વારા પાડવામાં આવેલા દરોડા અંગે આમ આદમી પાર્ટીએ ટ્વીટ કર્યું હતું કે 15 મહિનામાં 1000થી વધુ દરોડા પાડવામાં આવ્યા છે પરંતુ તપાસ એજન્સીને હજુ સુધી કંઈ મળ્યું નથી.
બનાસકાંઠા અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પાસે ટ્રક પલટી હોવાની ઘટના બની છે. અંબાજીથી માર્બલ ભરીને પાલનપુર જતી ટ્રક પલટી મારી છે. ઘટનાને પગલે ત્રિસુલિયા ઘાટનો એક તરફનો રસ્તો બ્લોક થયો છે.ટ્રક પલટી જતાં ચાલકને ઇજા
બોલિવુડ અભિનેતા રણબીર કપૂરને ગેમિંગ એપ્લિકેશન મામલે ઈડીએ સમન પાઠવ્યું છે. ત્યારે આ મામલે 6 ઓક્ટોમ્બરે એક્ટરની પૂછતાછ કરવામાં આવશે
કોટામાં બીએના પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. અભ્યાસનો તણાવ હોવાનું કહેવાય છે. તેણે રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો. પરિવારના સભ્યો તેને નીચે ઉતારીને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં વિદ્યાર્થીનું મોત થયું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં ભારતના ઐતિહાસિક પ્રદર્શન પર ગર્વ વ્યક્ત કર્યો છે. તેણે ટ્વીટ કરીને કહ્યું કે એશિયન ગેમ્સમાં ભારતનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ દેશ માટે ગર્વની ક્ષણ છે. પીએમ મોદીએ કહ્યું કે દરેક મેડલ સખત મહેનત અને જુસ્સો દર્શાવે છે. આ સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે. અમે અમારા તમામ રમતવીરોને અભિનંદન પાઠવીએ છીએ.
રાજ્યમાં અવારનવાર હેલ્થ વિભાગના દરોડા પડતા હોય છે. ત્યારે અંબાજી મંદિરના પ્રસાદના ઘીમાં ભેળસેળ બાદ તંત્ર સફાળુ જાગ્યુ છે. અમદાવાદમાં હેલ્થ વિભાગના મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદના કાલુપુર અને માધુપુરામાં ઘીના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવશે.
સિક્કિમમાં પૂરને કારણે અનેક વાહનો અને ઘણી ઇમારતોને નુકસાન થયું છે. કેટલાક લોકોના મોતના સમાચાર પણ છે. 20 લોકો ગુમ છે. 3 થી 4 હજાર લોકોનો બચાવ થયો છે.
મધ્ય પ્રદેશના મુખ્ય ચૂંટણી ચૂંટણી અનુપમ રાજને માહિતી આપી છે કે રાજ્યમાં 64,523 મતદાન કેન્દ્ર છે. કુલ 50 કરોડ 60 લાખ 6 હજાર 925 મતદાતા છે. ફર્સ્ટ ટાઇમર્સ 22 લાખ 32 હજાર 564 છે.
અમદાવાદમાં સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 708 કેસ નોંધાયા છે. તો મલેરિયાના 148 કેસ, ઝેરી મલેરિયાના 22 કેસ, ચિકન ગુનિયાનાનાં 12 કેસ નોંધાયા છે. પાણીજન્ય રોગચાળમાં ઝાડા ઉલ્ટીનાં 484 કેસ, કમળાના 192 કેસ અને ટાઇફોઇડના 447 કેસ નોંધાયા છે. ખાનગી હોસ્પિટલમાં પણ વાઇરલ ફીવરના કેસો વધ્યા છે. જ્યારે કોલેરાના કેસોમાં ખૂબ જ વધારો થયો છે. ખાસ કરીને અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં વધુ કેસ નોંધાયા છે.
કોલકાતા શિક્ષક ભરતી કૌભાંડ મામલે EDએ અભિષેક બેનર્જીને 9 ઓક્ટોબર અને તેમની પત્નીને 11 ઓક્ટોબરે સમન્સ પાઠવ્યા છે.
લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે લાલુ યાદવ, તેજસ્વી યાદવ અને રાબડી દેવીને જામીન આપી દીધા છે. કોર્ટે રૂ. 50 હજારના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા. આ મામલામાં આગામી સુનાવણી હવે 16 ઓક્ટોબરે થશે.
વારાણસીમાં બુધવારે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, ફુલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કરખિયાવમાં વારાણસી લખનૌ હાઈવે પર કારઅને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અથડામણમાં આઠ લોકોના મોત થયા હતા જ્યારે કારમાં સવાર એક નિર્દોષ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. કારમાં સવાર તમામ મૃતકોની ઓળખ પીલીભીતના રહેવાસી તરીકે કરવામાં આવી છે.
ચીનમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યલો સમુદ્રમાં ચીનની ન્યુક્લિયર સબમરીન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ છે. આ અકસ્માતમાં 55 લોકોના મોતની આશંકા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સબમરીન બ્રિટિશ જહાજોને ફસાવવા માંગતી હતી, પરંતુ તે પોતે જ દુર્ઘટનાનો શિકાર બની હતી. યુકેના ગુપ્ત અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો છે.
શાહરૂખ ખાનની ફિલ્મ ‘સ્વદેશ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર અભિનેત્રી ગાયત્રી જોશીનો ઈટાલીમાં મોટો કાર અકસ્માત થયો છે. ગાયત્રી તેના પતિ વિકાસ ઓબેરોય સાથે લેમ્બોર્ગિની કારમાં મુસાફરી કરી રહી હતી. આ અકસ્માતમાં બંનેનો આબાદ બચાવ થયો હતો, પરંતુ તેમની સાથે અથડાતા ફરારી કારના સ્વિસ દંપતી મુસાફરનું મૃત્યુ થયું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Surat : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે. તો સુરતમાં રોગચાળાથી વધુ બે લોકોના મોત થયા છે. સુરતમાં ડેન્ગ્યુના કારણે વિદ્યાર્થીનીના મોત થયા છે. જેમાં વિદ્યાર્થીની ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. અચાનક તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમને સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે.
વાદળ ફાટવાથી આવેલા પૂરને કારણે સિક્કિમમાં તબાહી મચી ગઈ છે. આ પૂરમાં સેનાના 23 જવાનો લાપતા હોવાનું કહેવાય છે. વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીમાં પૂર આવ્યું હતું. સિંગતમ વિસ્તારમાં વાદળ ફાટ્યું હતું. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ગુવાહાટી સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઉત્તર સિક્કિમમાં લોનાક તળાવ પર અચાનક વાદળ ફાટવાથી લાચેન ખીણમાં તિસ્તા નદીમાં અચાનક પૂર આવ્યું.
Narmada : નર્મદાના સાગબારાના નાનીદેવરૂપણ ગામે શિક્ષકો વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં એક શિક્ષકને ફરજ મોકૂફ કરાયો છે. શિક્ષકોની મારામારી બાદ 3 શિક્ષકો સામે સાગબારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે ઉત્તમ વસાવા નામના શિક્ષકની ધરપકડ કરી છે. જિલ્લા શિક્ષણાધિકારીએ તાત્કાલિક શિક્ષકને ફરજ પરથી મોકૂફ કર્યો છે.
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સ્થિત લક્ષ્મીબાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન (LNIPE)ના 100થી વધુ વિદ્યાર્થીઓ એકાએક બીમાર પડતા દોડધામ મચી ગઈ છે. મળતી માહિતી મુજબ બધાને એક સાથે ફૂડ પોઇઝનિંગની સમસ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓએ મંગળવારે બપોરે સંસ્થાના મેસમાં ભોજન લીધું હતું.
થોડા સમય પછી, જ્યારે તેમની તબિયત બગડવા લાગી, ત્યારે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. આટલા વિદ્યાર્થીઓને મેડિસિન વોર્ડમાં જગ્યા ન મળી હોવાથી તેમને હોસ્પિટલની લેબમાં બનાવેલા સ્લેબ પર સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે. આમા થી કેટલાક વિદ્યાર્થીઓને બેડના અભાવે જમીન પર સૂવુ પડ્યું હતુ અને તેમની સારવાર જમીન પર શરુ કરવામાં આવી હતી.
ઉદયપુરથી ચાલતી ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહી નથી. એક દિવસ પહેલા, અરાજકતાવાદીઓએ જયપુર-ઉદયપુર વંદે ભારતને પાટા પરથી ઉતારવા માટે ટ્રેક પર લોખંડના સળિયા અને પથ્થરો નાખ્યા હતા.
હવે જયપુર-ઉદયપુર ઇન્ટરસિટી ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ ઘટના મંગળવારે બની હતી. માહિતી મળતાં જ રેલવે પોલીસ, આરપીએફ અને સિવિલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. પોલીસ હાલમાં આ કેસને નશાખોરોનું કૃત્ય ગણાવી રહી છે, પરંતુ આ ઘટનાઓ પાછળ કોઈ મોટું ષડયંત્ર હોવાનો પણ હોઈ શકે છે.
Vadodara : રાજ્યમાં અવારનવાર અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળતો હોય છે. ત્યારે વડોદરામાં ફરી એકવાર અસામજિક તત્વો બેફામ બન્યા છે. વડોદરાના ગોત્રીની શ્રીનાથજી કોમ્પલેક્સમાં 8 વ્યક્તિએ વેપારી પર હુમલો કર્યો હોવાની ઘટના બની છે. અસામાજિક તત્વોએ વેપારી સાથે કરેલી મારામારીની ઘટના CCTVમાં કેદ થઈ છે.
Gujarat Weather : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આગામી 7 દિવસ સુધી વરસાદની નહિવત સંભાવના છે. તેમજ હવે ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લે તેવી શક્યતા છે.
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં એક ઓસ્ટ્રેલિયન નાગરિક ગુમ થયાની આશંકા છે. આ અંગે ઓસ્ટ્રેલિયન હાઈ કમિશન નવી દિલ્હીએ ઈ-મેલ દ્વારા કુલ્લુ પોલીસને જાણ કરી છે. ગુમ થયેલા ઓસ્ટ્રેલિયન નાગરિક જ્હોન રોયસ્ટન લે મ્યુનિયરની છેલ્લે 2 જુલાઈ, 2023ના રોજ તેના મિત્ર દ્વારા સંપર્ક કર્યો હતો.
Breaking News: રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહના ઘરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ પહોંચી છે. કહેવામાં આવી રહ્યું છે કે EDની ટીમ ઘરની તપાસ કરી રહી છે. હાલમાં, ઇડીના અધિકારીઓ કયા કેસમાં દરોડા પાડી રહ્યા છે તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.
Surat: સુરતની કામરેજ સરકારી આરોગ્ય કેન્દ્રની બેદરકારી સામે આવી છે. સરકારી આરોગ્ય કેન્દ્રમાં શ્વાન આરામ ફરમાવતા જોવા મળ્યા છે. આરોગ્ય કેન્દ્રના પ્રવેશ દ્વાર પાસે જ શ્વાનના અડિંગાથી દર્દીઓમાં ભય ફેલાયો હતો. મહત્વનું છે કે અગાઉ અહિં શ્વાને અનેક બાળકો તેમજ રાહદારીઓને બચકાં ભર્યાની ઘટના બની ચૂકી છે.
તંત્રની આ ઘોર બેદરકારીથી આ ઘટનાનું પુનરાવર્તન થઈ શકે છે. આરોગ્ય કેન્દ્રમાં આ શ્વાનને દૂર કરવા ન તો કોઈ વ્યવસ્થા છે. કે ન કોઈ સિક્યુરિટી ગાર્ડ. ત્યારે સવાલ એ છે કે,, જો આ શ્વાન લોકો પર હુમલો કરે તો જવાબદાર કોણ ? શું તંત્રને રખડતા શ્વાનને પકડવામાં કોઈ રસ નથી ? હવે આ તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગે અને નક્કર કામગીરી કરે તે જરૂરી છે.
Vadodara : સુરતથી રોજી રોટી મેળવવાના આશયથી વડોદરાના અલકાપુરીમાં આવેલ સ્પામાં પોતાના મંગેતરની મદદથી નોકરી મેળવનાર નાગાલેન્ડના એક આર્મીમેનની યુવાન દીકરી પર સ્પા સેન્ટરના માલિકે બે વાર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ફરિયાદ નોંધાયા બાદ સયાજીગંજ પોલીસે બળાત્કારના આરોપી સ્પા સેન્ટરના મલિક અને તેને આ પાપમાં સહયોગ આપનાર બે મેનેજરની ધરપકડ કરી છે.
Dahod: દાહોદની ગાંધી હોસ્પિટલ વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં ત્રણ દિવસના બાળકનું મોત થયા બાદ પરિવારજનોએ હોસ્પિટલના તબીબ સામે આરોપ લગાવ્યો કે મૃત હાલતમાં બાળકને રજા આપી હતી. બાળકની સ્થિતિ ગંભીર હોવા છતા રજા આપી ન હતી અને બાળક મૃત્યુ પામ્યા બાદ રજા આપી હતી. ત્યારબાદ પરિવારજનો વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લઈ જતા તબીબે બાળકને મૃત જાહેર કર્યુ હતુ. સમગ્ર મામલે દાહોદ ગ્રામ્ય પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
Maharashtra Politics: મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવિસ દિલ્હીની મુલાકાતે છે. સીએમ શિંદે અને ફડણવીસ દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે. તો બીજી તરફ ચર્ચાઓ એવી પણ ચાલી રહી છે કે આ દિલ્હી મુલાકાત પાછળ અજીત પવારની નારાજગી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો વધતુ દબાણ છે. રાજ્યના હાલની રાજકીય પરિસ્થિતિમને જોતા ફડણવિસ શિંદેની આ દિલ્હી મુલાકાત ઘણી મહત્વની મનાઈ રહી છે.
ભારત-કેનેડા વિવાદ પર, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના મુખ્ય નાયબ પ્રવક્તા, વેદાંત પટેલે જણાવ્યું હતું કે અમે વડા પ્રધાન ટ્રુડોના આક્ષેપોથી ખૂબ જ ચિંતિત છીએ અને અમે અમારા કેનેડિયન ભાગીદારો સાથે નિયમિત સંપર્કમાં છીએ. તે મહત્વનું છે કે કેનેડિયન તપાસ આગળ વધે અને ગુનેગારોને ન્યાયમાં લાવવામાં આવે, અમે જાહેર અને ખાનગી રીતે ભારત સરકારને કેનેડિયન તપાસમાં સહકાર આપવા વિનંતી કરી છે.
સિટી હોલને ટાંકીને એએફપીના અહેવાલ મુજબ વેનિસ બ્રિજ પરથી બસ પડી જતાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતા.
Published On - 6:27 am, Wed, 4 October 23