
JKNCના વડા ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે અમે હંમેશા કહ્યું છે કે આતંકવાદ અમને સ્વીકાર્ય નથી. આતંકવાદ તમને અને અમને બંનેને બરબાદ કરી રહ્યો છે, તેથી હવે તેમના (પાકિસ્તાન) માટે આ સમજવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે મુંબઈ હુમલો તેમનું કામ નહોતું, પરંતુ તે સાબિત થયું છે કે તેમણે જ આ હુમલો કર્યો હતો. તેણે જ પઠાણકોટ હુમલો કર્યો હતો. તેણે જ ઉરી હુમલો કરાવ્યો હતો. તેમણે કારગિલમાં યુદ્ધ શરૂ કર્યું. હું મુખ્યમંત્રી હતો. તેમણે કહ્યું કે તેઓ પાછળ નથી, પરંતુ જ્યારે તેઓ હારવા લાગ્યા, ત્યારે તેઓ રાષ્ટ્રપતિ ક્લિન્ટન પાસે દોડી ગયા. તેણે સ્વીકાર્યું કે યુદ્ધ તેણે જ ઉશ્કેર્યું હતું અને તેથી, હવે સમય આવી ગયો છે. જો તમારે મિત્રો રહેવું હોય તો તમારે આનો અંત લાવવો પડશે. જો તમે દુશ્મન બનવા માંગતા હો, તો તમે તૈયાર છો અને અમે પણ તૈયાર છીએ.
દિલ્હી કેપિટલ્સને એક જ ઓવરમાં બે ઝટકા, અક્ષર પટેલ-સ્ટબ્સને સુનિલ નારાયણે કર્યો આઉટ
દિલ્હી કેપિટલ્સનો સ્કોર 100 ને પાર, ફાફ ડુ પ્લેસિસની ફિફ્ટી, અક્ષર પટેલે જોરદાર બાઉન્ડ્રી ફટકારી
દિલ્હી કેપિટલ્સને ત્રીજો ઝટકો, કેએલ રાહુલ માત્ર 7 રન બનાવી થયો રન આઉટ
દિલ્હી કેપિટલ્સને બીજો ઝટકો, કરૂણ નાયર 15 રન બનાવી થયો આઉટ, વૈભવ અરોરાએ લીધી વિકેટ, LBW આઉટ કર્યો
દિલ્હી કેપિટલ્સને પહેલો ઝટકો, અભિષેક પોરેલ માત્ર 4 રન બનાવી થયો આઉટ, અનુકૂલ રોયે લીધી વિકેટ, બર્થ ડે બોય આન્દ્રે રસેલે પકડી કેચ
કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સને જીતવા 205 રનનો આપ્યો ટાર્ગેટ
KKRને ત્રણ બોલમાં ત્રણ ઝટકા, પોવેલ,અનુકૂલ રોય, રેસલ થયા આઉટ
KKRનો સ્કોર 200 ને પાર, રસેલે સ્ટાર્કની ઓવરમાં 106 મીટરનો છક્કો ફટકાર્યો
કોલકાતા નાઈટ રાઈડર્સને છઠ્ઠો ઝટકો, રિંકુ સિંહ 36 રન બનાવી આઉટ
કોલકાતા નાઈટ રાઈડર્સની અડધી ટીમ પોવેલિયન ભેગી, અંગક્રિશ રઘુવંશી 44 રન બનવી થયો આઉટ
કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 150 ને પાર, રિંકુ સિંહની ફટકાબાજી, કુલદીપ યાદવને એક સિક્સર અને બે ફોર ફટકારી
કોલકાતા નાઈટ રાઈડર્સને ચોથો ઝટકો, વેંકટેશ અય્યર માત્ર 7 રન બનાવી થયો આઉટ, અક્ષર પટેલે લીધી વિકેટ. કેપ્ટન અક્ષર પટેલની બીજી વિકેટ
કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 100 ને પાર, રઘુવંશીની શાનદાર બેક ટુ બેક સિક્સર
કોલકાતા નાઈટ રાઈડર્સને ત્રીજો ઝટકો, અક્ષર પટેલે અજિંક્ય રહાણેને કર્યો આઉટ
કોલકાતા નાઈટ રાઈડર્સને બીજો ઝટકો, સુનિલ નારાયણ 27 રન બનાવી થયો આઉટ, વિપ્રજ નિગમે લીધી વિકેટ
કોલકાતા નાઈટ રાઈડર્સને પહેલો ઝટકો, ગુરબાઝ 26 રન બનાવી થયો આઉટ, સ્ટાર્કે લીધી વિકેટ
રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સુનીલ નારાયણ, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રોવમેન પોવેલ, હર્ષિત રાણા, અનુકુલ રોય, વરુણ ચક્રવર્તી.
ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ (વિકેટકીપર), કરુણ નાયર, કેએલ રાહુલ, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, વિપરાજ નિગમ, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, દુષ્મંથા ચમીરા, મુકેશ કુમાર.
દિલ્હી કેપિટલ્સ ટીમે ટોસ જીતી લીધો છે. કેપ્ટન અક્ષર પટેલે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે કોલકાતા નાઈટ રાઈડર્સ પહેલા બેટિંગ કરશે.
ગુજરાતમાં આજે સૌથી વઘુ ગરમી ફરી એકવાર રાજકોટમાં નોંધાઈ છે. જો કે, અમદાવાદ અને રાજકોટમાં ગરમીના પ્રમાણમાં માત્ર પોઈન્ટ એક ડિગ્રીનો ફેર છે. આજે મંગળવારે રાજકોટ શહેરમાં સોમવારની સરખામણીએ થોડીક ઓછી એટલે કે, 44.9 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. જ્યારે અમદાવાદમાં 44.8 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. ગુજરાતના અન્ય શહેરોમાં ગરમીના પ્રમાણ પર કરીએ એક નજર (તાપમાન ડિગ્રીમાં)
અમદાવાદ 44.8
ડીસા 41.6
ગાંધીનગર 44
વલ્લભવિદ્યાનગર 40.7
વડોદરા 42.4
સુરત 34.3
ભુજ 41.8
નલિયા 36.8
કંડલા પોર્ટ 36.6
કંડલા એરપોર્ટ 44.3
અમરેલી 44.5
ભાવનગર 41.6
દ્વારકા 34.6
પોરબંદર 37.1
રાજકોટ 44.9
વેરાવળ 32.5
સુરેન્દ્રનગર 43.9
ભારતીય જનતા પાર્ટીએ, અમદાવાદ શહેર ભાજપના પ્રમુખપદે પ્રેરક શાહના નામની જાહેરાત કરી છે. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખપદે પ્રેરક શાહની નામની સત્તાવાર જાહેરાત, ભાજપ પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદય કાનગડે, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંતભાઈ પાટીલની સુચનાથી કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ઉપરાંત, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, CDS અનિલ ચૌહાણ અને સેનાની ત્રણેય પાંખના વડાઓએ ભાગ લીધો છે.
ચંડોળા તળાવની આજુબાજુમાં થયેલ ગેરકાયદે બાંધકામો પર તંત્રનું બુલડોઝર ચાલતું રહેશે. મુખ્યમંત્રી સાથે બેઠકમાં ચંડોળા તળાવ ખાતે થયેલી કાર્યવાહી મુદે વિશદ ચર્ચા કરવામાં આવી હતી. ચંડોળા તળાવ અને તેના નકશાની સાથે ગેરકાયદે દબાણોની વિગત CM સમક્ષ રજૂ કરવામાં આવી હતી. તળાવની આસપાસના અન્ય વિસ્તારના દબાણો અંગે પણ મુખ્યમંત્રીને અવગત કરાયા હતા. ચંડોળા તળાવના દુર કરાયેલા દબાણો ફરી ના થાય એ અંગેનો એકશન પ્લાન પણ રજૂ કરવામાં આવ્યો છે. ચંડોળા તળાવને ડેવલપ કરવાને લઈ પણ ચર્ચા થઈ હતી. ચંડોળા આસપાસના ગેરકાયદે દબાણો તબક્કાવાર દૂર કરી દેવાશે. ગેરકાયદેસર રહેતા લોકોના દસ્તાવેજોની તપાસ અંગે પણ ચર્ચા કરવામા આવી છે. દસ્તાવેજોમાં આધારકાર્ડ સાથે જન્મ તારીખના દાખલાની તપાસ પણ થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
રાજકોટના બાપુનગર વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. ઇશાન મેમણ નામના શખ્સની, બાપુનગરમાં હત્યા કરાઈ હતી. આ હત્યા કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી અમન ચૌહાણ ફરાર છે. અમનની પત્ની ખુશ્બુ અને મૃતક ઇશાન વચ્ચે પ્રેમ સબંધ હતો. જો કે લગ્ન બાદ પણ મૃતક ઇશાન, અમનની પત્ની ખુશ્બુને સબંધ રાખવા દબાણ કરતો હતો. જેથી ખુની ખેલ ખેલાયો હોવાનું પોલીસનુ માનવું છે.
મોરબીના માળિયા મિંયાણામાં એક જ પરિવારના 14 સભ્યોને ફુડ પોઇઝનિંગની અસર થવા પામી છે. ગઈકાલે આ પરિવારના સભ્યોએ નોનવેજ ખાધા બાદ આજે સવારે 14 લોકોની તબિયત લથડી હતી. તમામને પ્રથમ માળિયા મિયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાઈ હતી. ત્યાર બાદ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
હાલ તમામ 14 લોકોની તબિયત સ્થિર હોવાનુ ફરજ પરના તબીબોનું કહેવું છે.
ચંડોળા તળાવમાં ગેરકાયદેસર બાંધકામ ઉભુ કરી ભાડા વસુલતો મહેમુદ પઠાણ ઉર્ફે લલ્લા બિહારીના હિસાબી ચોપડા મળી આવ્યા છે. મહેમુદ પઠાણ ઉર્ફે લલ્લા બિહારી, ચંડોળા તળાવની જમીનમાં ગેરકાયદે ઊભા કરેલા દુકાન, મકાન, ઓરડીઓ ભાડે આપીને ભાડા ઉધરાવતા હોવાના દસ્તાવેજી પૂરાવાઓ હાથ લાગ્યાં છે. ગેરકાયદે જગ્યામાં પાર્કિંગ કરાવવાના પાર્કિંગ કાર્ડ પણ હાથ લાગ્યા છે. કાર કે રિક્ષા પાર્ક કરાવવાના પૈસા વસૂલતો હતો લલ્લા બિહારી. અહીંયા લગ્ન કરવા માટે પણ જગ્યા ભાડે આપતો હતો. અલગ અલગ ભાડા વસુલવાની બિલ બુક મળી આવી છે.
ભારતીય જનતા પાર્ટીએ, પોરબંદર જિલ્લાના પ્રમુખ તરીકે, ડો. ચેતનાબહેન રૂપારેલ (તિવારી)ની નિમણૂક કરી છે. જ્યારે પંચમહાલ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મયંક દેસાઈની વરણી કરવામાં આવી હોવાનું ગુજરાત ભાજપ ચૂંટણી અધિકારી ઉદય કાનગડે, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંતભાઈ આર. પાટીલની સુચનાથી જાહેર કર્યું છે.
બનાસકાંઠાના અમીરગઢ નજીક પિકઅપ અને ટ્રક વચ્ચે અકસ્માત 1 નું મો થયું છે જ્યારે 9 લોકો ઘાયલ થયા છે. મહેસાણાના વ્યક્તિઓ રાજસ્થાન લગ્નમા જતા હતા. અમીરગઢ નજીક માવલ ચોકી પાસે અકસ્માત સર્જાયો હતો. ઘાયલોને આબુરોડ હોસ્પિટલ સારવાર માટે લઇ જવાયા છે. ટ્રકે જીપને પાછળથી જોરદાર ટક્કર મારતાં અકસ્માત થયો હતો. પોલીસે અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.
દેશભરમાં દરિયાઈ સુરક્ષા વધારવામાં આવી છે. પરંતુ ભાવનગરના 152 કિલોમીટરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે છે. કારણ કે દમરીન પોલીસની રિયામાં પેટ્રોલિંગ કરતી આત્યુધુનિક બોટ હાલ બંધ હાલતમાં છે.. જેના કારણે પોલીસ દ્વારા કોસ્ટલ વિસ્તારમાં ચાલીને અથવા તો માછીમારોની બોટ લઈ પેટ્રોલિંગ કરવાની પરિસ્થિતિ ઉભી થઈ છે. તો આ બાબતે જિલ્લા અધિક્ષકે જણાવ્યું ટેક્નિકલ ખામીને કારણે બોટ બંધ પડી છે. બે દિવસમાં શરૂ કરવાની ખાતરી પણ અપાઈ છે..મહત્વુનું છે કે ત્રણ કરોડના ખર્ચે આત્યાધુનિક બોટ અવારનવાર ખામીને કારણે બંધ પડી જાય છે. ત્યારે હવે દરિયાઈ વિસ્તારનું પેટ્રોલિંગ કેવી રીતે થશે તે એક મોટો સવાલ છે.
અમદાવાદ: ચંડોળા તળાવમાં દબાણો પર બુલડોઝર કાર્યવાહી મામલે ગુજરાત હાઈકોર્ટે સ્ટેની અરજી ફગાવ્યા બાદ ગૃહ રાજ્યપ્રધાને ટ્વીટ કરી લખ્યુ કે ન્યાય થયો, ગુજરાત હાઈકોર્ટે અરજી ફગાવી. ઘૂસણખોરો સામેની કાર્યવાહીમાં કોંગ્રેસની સહાનુભૂતિ ધરાવનારાની અરજી ફગાવાઈ છે. બાંગ્લાદેશી, પાકિસ્તાનીઓને સુરક્ષિત રાખવાનો તેમનો એજન્ડા નિષ્ફળ થયો.
અમરેલીઃ સાવરકુંડલા APMCના ડિરેક્ટર અંકુર રામાણીએ આપઘાત કર્યો છે. સાવરકુંડલાના પિયાવા ગામે પોતાના ઘરે ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આપઘાતના કારણની તપાસ શરૂ કરી. પત્ની રિસામણે ગઈ હોવાથી અંકુર રામાણીને તેનું ટેન્શન હોવાની શક્યતા છે. ડિરેક્ટરના મોતને કારણે આવતીકાલે સાવરકુંડલા APMC બંધ પાળશે.
વડોદરા: જાહેરમાં લાકડી લઈ દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. ભાજપના કાર્યકરનો વીડિયો હોવાની માહિતી છે. જાહેરમાં લાકડી લઈ રીલ બનાવતા હોવાનો વીડિયો છે. હાથમાં લાકડી લઈ અન્ય યુવક સાથે વીડિયો બનાવ્યો.
રાહુલ ગાંધી બુધવારે કાનપુરની મુલાકાત લેશે અને પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોના પરિવારજનોને મળશે. પહેલગામ હુમલામાં શુભમ દ્વિવેદીનું મોત થયું હતું. તેમની પત્નીએ માંગ કરી હતી કે તેમને શહીદનો દરજ્જો આપવામાં આવે.
સુરક્ષા બાબતોની સમિતિ (CCS) આવતીકાલે સવારે, એટલે કે 30 એપ્રિલે સવારે 11 વાગ્યે મળશે. આ બેઠક પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવશે. આ બેઠકમાં પહેલગામ હુમલા પછીની સુરક્ષા તૈયારીઓ પર ચર્ચા થઈ શકે છે. પહેલગામ હુમલા પછી CCS ની આ બીજી બેઠક હશે.
દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત YUGM કોન્ક્લેવમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં વાધવાણી ફાઉન્ડેશન અને IIT કાનપુર, IIT બોમ્બે, અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન વચ્ચે આ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
#WATCH | Delhi: MoUs signed between Wadhwani Foundation and IIT Kanpur, IIT Bombay, Anusandhan National Research Foundation in the presence of Prime Minister Narendra Modi at the YUGM Conclave at Bharat Mandapam.
(Source: DD News) pic.twitter.com/vKrOD9tYcS
— ANI (@ANI) April 29, 2025
(Credit Source: @ANI)
ભારતે ખોટા સમાચાર અને ખોટી માહિતી ફેલાવવા બદલ પાકિસ્તાન ISPR અને ISI સાથે સંકળાયેલા ઘણા પાકિસ્તાની પત્રકારોના એકાઉન્ટ બ્લોક કરી દીધા છે. આમાંના કેટલાક પત્રકારો હજુ પણ ભારતીય મીડિયા સંગઠનો સાથે સંકળાયેલા છે. ભારતે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના એકાઉન્ટ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
પહેલગામ હુમલાને પગલે સુરક્ષાના પગલા તરીકે કાશ્મીર ખીણના સંવેદનશીલ વિસ્તારોમાં સ્થિત લગભગ 50 જાહેર ઉદ્યાનો અને બગીચાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રવાસીઓ માટેના ખતરાને ધ્યાનમાં રાખીને કાશ્મીરના 87 જાહેર ઉદ્યાનો અને બગીચાઓમાંથી 48 ના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે.
બાંગ્લાદેશી ઘૂસણખોરોને ચંડોળા તળાવ વિસ્તારમાં વસવાટ કરવામાં મદદ કરનાર લલ્લા બિહારીના ફાર્મ હાઉસને પણ જમીનદોસ્ત કરી દેવાયું છે. લગભગ 5 હજાર વારમાં તેના ફાર્મ હાઉસ ફેલાયેલું છે. મકાન અને દુકાનો પર બુલડોઝર ફેરવાયું. કુખ્યાત લલ્લા બિહારી ખોટા દસ્તાવેજો તૈયાર કરાવવા, દેહવ્યાપાર કરાવવા જેવા ગુનાહિત કૃત્યોમાં સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે.
પહેલગામ પર હુમલો કરનારા આતંકવાદીઓનો ટૂંક સમયમાં અંત આવશે. સુરક્ષા દળોએ તેમને શોધી કાઢ્યા છે અને કાશ્મીરમાં કોઈ અજ્ઞાત સ્થળે તેમને મારવાના પ્રયાસો ચાલુ છે. સુરક્ષા દળો તેમની સાથે અથડામણ કરી રહ્યા છે. જો કે TV9 આ એન્કાઉન્ટર ક્યાં થઈ રહ્યું છે તે અંગે માહિતી આપશે નહીં.
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં કુંડાગંજ સ્થિત વિસાકા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ખાતે 2 મેગાવોટના એટમ સોલર રૂફ પ્લાન્ટ અને એટમ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું.
28-29 એપ્રિલ 2025ની રાત્રે પાકિસ્તાને કુપવાડા અને બારામુલ્લા જિલ્લાઓ તેમજ અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પારથી ગોળીબાર શરૂ કર્યો. ભારતીય સેનાએ પાકિસ્તાનને અસરકારક રીતે જવાબ આપ્યો.
During the night of 28-29 April 2025, the Pakistan Army resorted to unprovoked small arms firing across the Line of Control in areas opposite Kupwara and Baramulla districts, as well as the Akhnoor sector. The Indian Army responded in a measured and effective manner to the… pic.twitter.com/sziHqfHVWQ
— ANI (@ANI) April 29, 2025
(Credit Source: @ANI)
લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી એરપોર્ટ પહોંચ્યા. તેઓ આજે રાયબરેલી અને કાલે અમેઠીના પ્રવાસે રહેશે.
#WATCH | Delhi | Lok Sabha LoP and Congress MP Rahul Gandhi arrives at the airport.
He will be on a tour to Raebareli on 29th and Amethi on 30th April. pic.twitter.com/sHFAOo9UOk
— ANI (@ANI) April 29, 2025
(Credit Source: @ANI)
28-29 એપ્રિલ 2025ની રાત્રે, પાકિસ્તાની સેનાએ કુપવાડા અને બારામુલ્લા જિલ્લાઓ તેમજ અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પર નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો. ભારતીય સેનાએ ઉશ્કેરણીનો માપદંડ અને અસરકારક રીતે જવાબ આપ્યો છે.
During the night of 28-29 April 2025, the Pakistan Army resorted to unprovoked small arms firing across the Line of Control in areas opposite Kupwara and Baramulla districts, as well as the Akhnoor sector. The Indian Army responded in a measured and effective manner to the… pic.twitter.com/sziHqfHVWQ
— ANI (@ANI) April 29, 2025
(Credit Source: @ANI)
પીપલ્સ કોન્ફરન્સના અધ્યક્ષ સજ્જાદ ગની લોનએ સોમવારે કહ્યું કે, પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા બર્બર હુમલાએ કાશ્મીરના લોકોને જાગૃત કર્યા છે અને તેઓ હવે હિંસા સહન કરશે નહીં. 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરતા જમ્મુ અને કાશ્મીર વિધાનસભા દ્વારા પસાર કરાયેલા ઠરાવ અંગે, લોનએ કહ્યું કે લોકોને દંડાત્મક કાર્યવાહી દ્વારા પાછળ ધકેલી દેવાને બદલે સકારાત્મક રીતે સાથે લેવા જોઈએ.
દિલ્હી: પ્રખ્યાત વાયોલિનવાદક લક્ષ્મીનારાયણ સુબ્રમણ્યમને સોમવારે પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. તેણે કહ્યું, હું ખૂબ ખુશ છું. સૌથી વધુ, મને લાગે છે કે આ બધા વાયોલિનવાદકો માટે એક પુરસ્કાર છે. કારણ કે આ પહેલી વાર છે જ્યારે કોઈ વાયોલિનવાદક પદ્મ વિભૂષણ પ્રાપ્ત કરી રહ્યા છે. સંગીતે મને બધું આપ્યું છે.
#WATCH | Delhi: Renowned Violinist Lakshminarayana Subramaniam received Padma Vibhushan today.
He says, “…I am extremely happy. More than anything, I think this is an award for all the violinists because this is the first time a violinist is getting Padma Vibhushan…Music has… pic.twitter.com/EWfLu7mkrH
— ANI (@ANI) April 28, 2025
(Credit Source: @ANI)
#WATCH | Delhi: Film Director Shekhar Kapur received the Padma Bhushan award this evening.
He says, “…Thank you very much, I am honoured…I hope I can pay the Government back in any way they want, for the good in society and the good in people and the good of the nation…”… pic.twitter.com/OsMDgcArAC
— ANI (@ANI) April 28, 2025
(Credit Source: @ANI)
છેલ્લા ચાર દિવસમાં, નવ રાજદ્વારીઓ અને અધિકારીઓ સહિત ઓછામાં ઓછા 537 પાકિસ્તાની નાગરિકો અટારી-વાઘા બોર્ડર ક્રોસિંગ દ્વારા ભારતથી પાકિસ્તાન ગયા છે. રવિવારે 12 શ્રેણીના ટૂંકા ગાળાના વિઝા ધારકો માટે ભારતમાં રોકાણની અંતિમ તારીખ સમાપ્ત થઈ રહી હોવાથી ઘણા વધુ પાકિસ્તાનીઓ સ્વદેશ પાછા ફરે તેવી શક્યતા છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાનો નિર્દેશ આપ્યો હતો, આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા.
Published On - 5:57 am, Tue, 29 April 25