બંગાળની ખાડીમાંથી ઉદ્દભવેલુ ફેંગલ વાવાઝોડું ચક્રવાતમાં ફેરવાયું. આગામી બે દિવસમાં તમિલનાડુ તરફ આગળ વધશે. મેડિકલ ટીમ અને સ્ટાફ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવાને લઈ કવાયત તેજ થઇ છે. અમિત શાહે ભાજપ મહાસચિવ વિનોદ તાવડે સાથે બેઠક યોજી છે. શિંદેને CM ન બનાવવાથી રાજ્યમાં રાજકીય અસરને લઈને ચર્ચા થઈ. તો આ તરફ આજે મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાનના નામની જાહેરાત થઈ શકે છે. અમિત શાહ આજે મહાયુતિના ત્રણેય ટોચના નેતાઓ સાથે બેઠક યોજશે. અમદાવાદના રેલવે પોઈન્ટ મેનને ઝેરી દવા પી ટૂંકાવ્યું જીવન. ઉપરી અધિકારીઓની હેરાનગતિના કારણે આત્મહત્યા કરી હોવાનો સૂસાઈડ નોટમાં ઉલ્લેખ. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરું ઘડનારને પાંચ વર્ષની સજા. 2020માં રિલિફ રોડની હોટલમાંથી છોટા શકિલનો શૂટર ઝડપાયો હતો. અમદાવાદના દંપતી સામે પાલનપુરમાં ચાર કરોડની ઉચાપાતની વધુ એક ફરિયાદ નોંધાઇ. બી.એડ કોલેજના પ્રમુખે ખોટા સહી સિક્કા કરી બી.એડ કોલેજના નાણાંની ઉચાપત કર્યાનો આક્ષેપ કર્યો.
ગુજરાતમાં થતા અકસ્માતો ઘટાડવા માટે ટ્રાફિક પોલીસ સતત કામગીરી કરતી હોય છે.. ખાસ કરીને અકસ્માત માટે જવાબદાર ગાડીમાં લાગેલી વાઈટ લાઇટ. જેને લઈને સુરત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે અત્યાર સુધી એક હજારથી વધુ વાહનચાલકોને ફ્લેશલાઈટને કારણે થતા અકસ્માત અંગે સમજણ આપવામાં આવી.. સાથે જ 150 વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. આટલું જ નહીં. જોકે વાહનચાલકો પોલીસથી બચવા માટે અનેક પ્રકારના બહાનાઓ કરતા હોય છે.. જેથી પોલીસે મેકેનિક અને કારના શો-રૂમના મેનેજરોને પણ સાથે રાખ્યા હતા અને તમામને સજાવવાનો પ્રયાસ કર્યો હતો કે અકસ્માતો માટે ગાડીઓમાં હાઈ વૉલ્ટેજ ફ્લેશલાઇટ સૌથી વધુ જવાબદાર હોય છે. આ લાઈટથી સામેથી આવતા વાહનચાલકના આંખો પર પડતા અંધારા આવી જતા હોય છે અને અકસ્માત થતા હોય છે. મહત્વનું છે કે ગુજરાતમાં ફ્લેશલાઈટને લઈને સૌપ્રથમ સુરતમાં કાર્યવાહી થઈ રહી છે..
સાબરકાંઠાના હિંમતનગરમાં સતત ત્રીજા દિવસે CID ક્રાઈમની તપાસનો ધમધમાટ જોવા મળ્યા. BZ ગ્રુપના કૌભાંડને લઈને ચાલી રહેલી તપાસમાં ઝાલાનગર-ભૂખ્યાડેરા ગામે CIDની ટીમે આરોપી ભૂપેન્દ્ર ઝાલાની વૈભવી કાર સીઝ કરી. ગાડીઓ જપ્ત કરીને CIDની ટીમે ભૂપેન્દ્ર ઝાલાના ઘરમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે.
નાગરિકોની પરસેવાની કમાણીને કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા કેવી રીતે પોતાની ઐયાસીમાં ઉડાડતો હતો, તેના જીવતા પુરાવા સામે આવ્યા છે.. ભૂપેન્દ્ર ઝાલા વૈભવી અને મોંઘીદાટ કારનો શોખીન હતો.
અમરેલીના સાવરકુંડલામાં શહેર ભાજપના મહામંત્રી સહિતના આગેવાનો પર હુમલો થતા રોષ ભભૂકી ઉઠ્યો હતો. વાસ્તવમાં લુહાણા માજન સમાજની વાડી પાસે પાર્કિંગની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન કલરકામ કરનારા શખ્સે વચ્ચોવચ કેબિન મુકી દેતા શહેર ભાજપ મહામંત્રી રાજુ નાગ્રેચા સહિતના વેપારી આગેવાનો સમજાવવા ગયા હતા. કેબિન હટાવવાનું કહેતા કલરકામ કરતો શખ્સે અપશબ્દો બોલીને બબાલ કરી. સાથે જ પાંચ વિધર્મી શખ્સોએ આવીને તમામ પર પાવડા જેવા હથિયારોથી હુમલો કર્યો. જેથી તમામ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા. જ્યાં વિવિધ હિંદુ સંગઠન સહિત ધારાસભ્ય મહેશ કસવાલાએ ઈજાગ્રસ્ત આગેવાનોની મુલાકાત લીધી હતી. બીજી બાજું હિન્દુ સંગઠનો અને વેપારી એસોસિએશને શહેરના મોટા ભાગનાં બજારો બંધ રાખીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધને જોતા પોલીસે યુદ્ધના ધોરણે CCTV ચકાસવાની કામગીરી કરીને 3 હુમલાખોરની ધરપકડ કરી. જ્યારે એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
અમદાવાદઃ BZ ગ્રૂપના કૌભાંડ મામલે CID ક્રાઇમની તપાસનો ધમધમાટ થઇ રહ્યો છે. કરોડોના કૌભાંડમાં અત્યાર સુધીમાં 6 આરોપીની ધરપકડ. મુખ્ય એજન્ટ અને કમિશન એજન્ટ સહિત 6ની ધરપકડ કરવામાં આવી છે. CIDના સિનિયર અધિકારીઓ દ્વારા રાતભર પૂછપરછ ચાલી.
સુરત: સિટીલિંક બસ સર્વિસ ફરી એક વખત વિવાદમાં આવી છે. સિટીલિંકની સિટી બસમાં ગોલમાલનો આરોપ છે. સિટી બસમાં રૂપિયા લઈ ટિકિટ ન આપતા હોવાનો આરોપ છે. સિટી બસનો સ્ટાફ મુસાફરોને ટિકિટ ન આપાતા હોવાનો દાવો છે. વિપક્ષના નેતાઓએ આક્ષેપ લગાવ્યો છે. વિપક્ષના નેતા અને કોર્પોરેટરે સીટી બસમાં વીડિયો ઉતારી વાયરલ કર્યો.
સુરત શહેરમાં શ્વાને આતંક મચાવ્યો છે. પાંડેસરાના શાંતિ નિકેતન નગરમાં શ્વાને 2 વર્ષીય બાળકી પર હુમલો કર્યો. દિશા મોરિયા નામની બાળકી પર શ્વાને હુમલો કરતા તે ઇજાગ્રસ્ત થઇ છે.
છેલ્લા એક વર્ષથી વિદેશ રહેતા શિક્ષકોને બરતરફ કરાયા છે. 60 જેટલા શિક્ષકો છેલ્લા એક વર્ષથી વિદેશમાં હતા. વારંવાર સૂચના આપવા છતા શાળામાં હાજર ન થયા. સુરતમાં પણ બે શિક્ષકો વિરુદ્ધ લેવાયા પગલા. રાજ્યના શિક્ષણ મંત્રીના આદેશથી પગલા લેવાયા. સુરતનો એક શિક્ષક દુબઇમાં રહી વ્યવસાય કરતો હતો.
પાટણઃ સિદ્ધપુરમાં મકાનમાં આગ લાગતા બેનાં મોત થયા છે. મકાનમાં આગ લાગતાં બાળક અને વૃદ્ધાનું મોત થયું. તિરૂપતિ નગરમાં આવેલા મકાનમાં શોટસર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે.
ફાયર બ્રિગેડની ટીમે આગ કાબુમાં લીધી.
રાજકોટઃ જેતપુરમાં અનૈતિક પ્રેમ સંબંધમાં પરિણીતાના પ્રેમીએ પતિને છરી મારી છે. પત્નીના પ્રેમીએ પતિને છરી મારી જાનથી મારી ધમકી આપી હોવાનો આરોપ છે. પરિવાર સાથે બહારગામ ફરવા જવામાં પણ પ્રેમી સાથે આવશે તેવી પત્નીએ જીદ કરી હતી. ઇજાગ્રસ્ત પતિને છરી વાગતા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે. જેતપુર સિટી પોલીસે ઇજાગ્રસ્ત પતિની ફરિયાદ નોંધી પત્ની અને પ્રેમી વિરુદ્ધ તપાસ શરૂ કરી.
રાજકોટ: GSTમાં બોગસ બિલ કૌભાંડ મામલે મહેશ લાંગાની પેઢીનું વધુ એક કારસ્તાન સામે આવ્યુ છે. રાજકોટ પોલીસની બોગસ બિલીંગ કૌભાંડ મામલે મોટી કાર્યવાહી કરી. 14 જેટલી પેઢીઓ પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે. ભાવનગર,જામનગર,અમદાવાદમાં દરોડા પાડવામાં આવ્યા. વેરાવળ, કડી, મહેસાણા,ગાંધીનગર મળી 14 સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી. દરોડામાં લાખો રૂપિયાની કરચોરીનો પર્દાફાશ થયો છે. બોગસ પેઢી અને બોગસ બિલીંગના આધારે કરચોરી થતી હતી. પોલીસ 5 આરોપીઓની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.
સુરત: મેટ્રોની કામગીરીમાં મોટી દુર્ઘટના સર્જાતા ટળી છે. ડુભાલ વિસ્તારમાં ખોદકામ કરતા સમયે માટી ધસી પડી હતી. માટી ધસી પડતા શ્રમિક નીચે દબાયો હતો. ફાયરની ટીમે સમયસર યુવકને રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યો. મજૂરને સમયસર બહાર કાઢી લેતા બચાવ થયો છે. મજૂરને તાત્કાલિક હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો છે.
હેમંત સોરેન આજે ચોથી વખત મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. શપથ ગ્રહણ સમારોહ આજે સાંજે 4:00 વાગ્યે રાંચીના ઐતિહાસિક મોરહાબાદી મેદાનમાં યોજાશે. ટૂંક સમયમાં વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવશે, જ્યાં ફ્લોર ટેસ્ટ બાદ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે.
અમદાવાદ: રેલવે પોઈન્ટ મેને આત્મહત્યા કરી છે. ધર્મેન્દ્રકુમાર યાદવે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું છે. અમદાવાદ ડિવિઝનમાં ઝખવાડા પોઈન્ટ પર તૈનાત હતા. ધર્મેન્દ્રકુમારની સુસાઈડ નોટમાં લખ્યુ છે કે, ઉપરી અધિકારીઓની હેરાનગતિના કારણે આત્મહત્યા કરી છે. મારા પર ખોટી રીતે કેસ કરવામાં આવ્યો છે. હું બિહારથી ગુજરાત રેલવેમાં નોકરી કરવા આવ્યો હતો. પરંતુ આ લોકોએ મને બરબાદ કરી નાખ્યો.
અમદાવાદ: ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરું ઘડનારને કોર્ટે 5 વર્ષની સજા સંભળાવી. છોટા શકીલના શૂટર ઈરફાન કાલિયા શેખને કોર્ટે 5 વર્ષની સજા સંભળાવી. તે ગુજસીટોકના કેસમાં પણ આરોપી છે. અન્ય આરોપી સિદેશ ખરાડે પૂરાવાના અભાવે નિર્દોષ જાહેર થયો. આરોપી ઈરફાનના મોબાઈલમાંથી ગોરધન ઝડફિયાનો ફોટો મળી આવ્યો હતો.
શાર્પ શૂટર ઈરફાને કમલમની રેકી કરીને વીડિયો નેધરલેન્ડ પણ મોકલ્યો હતો.
Published On - 8:49 am, Thu, 28 November 24