
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. દેવભૂમિ દ્વારકા ખાતે વડાપ્રધાન મોદી અરબી સમુદ્ર પર બનેલ દેશનો સૌથી લાંબો કેબલ સ્ટેઇડ બ્રિજ ‘સુદર્શન સેતુ’ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેના નિર્માણમાં લગભગ 980 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ બ્રિજ ઓખાની મુખ્ય ભૂમિ અને બેટ દ્વારકા ટાપુને જોડશે. આ પહેલા પીએમ મોદી રવિવારે સવારે બેટ દ્વારકાની પણ મુલાકાત લેશે. રાજકોટમાં ગુજરાતની પ્રથમ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નું ઉદ્ઘાટન કરશે. આ સાથે, PM અન્ય ઘણા રાજ્યોમાં પણ AIIMSનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મધ્યપ્રદેશના પ્રવાસે હશે અને ભોપાલમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે અને પ્રબુદ્ધ સંમેલનને સંબોધશે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આગરા પહોંચશે. આ યાત્રામાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પણ ભાગ લેશે. સાત વર્ષ પછી આ બીજી વખત હશે જ્યારે રાહુલ અને અખિલેશ સાથે જોવા મળશે. આ પહેલા બંને 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન સાથે જોવા મળ્યા હતા. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો.
જાણીતા ફિલ્મ નિર્માતા શેખર કપૂરે ટીવી 9 નેટવર્કના વોટ ઈન્ડિયા થિંક ટુડે ગ્લોબલ સમિટ 2024માં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIના પાવર વિશે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં ફિલ્મ નિર્માણમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ વધશે.
શેખર કપૂરે કહ્યું કે ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદથી ફિલ્મોના કન્ટેન્ટ પર કામ કરવામાં આવશે. જેના કારણે ફિલ્મો વધુ સારી બનશે. તેમણે કહ્યું કે હોલીવુડે માર્કેટિંગ માઇન્ડ પર ઘણો ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે લાંબા સમયથી હોલીવુડે આપણા પર પ્રભુત્વ જમાવ્યું છે. પરંતુ હવે આપણે આ બધું ભૂલીને આગળ વધી ગયા છીએ.
રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ખુશ્બુ સુંદરે તેના પિતાએ તેની માતા સાથે કરેલી સારવારને યાદ કરી. તેણે કહ્યું, ‘મારી માતાની હાલત જોઈને મેં નક્કી કર્યું હતું કે હું લાચાર સ્ત્રી નહીં બનીશ… મારી માતા પણ ઈચ્છતી હતી કે હું તેના જેવી ‘હા, હા, હા’ કહેનાર ન બનું.’
નીતિ આયોગના ભૂતપૂર્વ CEO, અમિતાભ કાન્તે યુવા ભારતીયોને તેમની સંસ્કૃતિ અને સભ્યતામાં ગર્વની ભાવના દર્શાવવા વિનંતી કરી. અમિતાભ કાંતે કહ્યું કે રિકી કેજ અને ઝાકિર હુસૈનનું ગ્રેમી એવોર્ડ જીતવાથી ભારતની સોફ્ટ પાવર વધારવામાં મદદ મળે છે, તેઓ દેશની સોફ્ટ પાવરના એમ્બેસેડર જેવા છે.
બેડમિન્ટન ચેમ્પિયન અનમોલ ખરબ, વાંસળી વાદક રાકેશ ચૌરસિયા અને ક્રિકેટર આમિર હુસૈન લોનને TV9 નેટવર્કનો નક્ષત્ર એવોર્ડ મળ્યો છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આજે ખેલો ઈન્ડિયા સહિત સરકાર દ્વારા આવી ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જ્યાં ખેલાડીઓ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને અમે તેના પરિણામો પણ જોઈ રહ્યા છીએ. આ પહેલીવાર છે જ્યારે ભારતે એશિયન ગેમ્સમાં 100થી વધુ મેડલ જીત્યા છે. આજનું ભારત પોતાનું કામ કરી રહ્યું છે અને પરિણામ આપોઆપ મળે છે, પહેલા ખેલાડીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો, પરંતુ આજે ખેલો ઈન્ડિયા, ટોપ્સ યોજના હેઠળ, સરકાર ખેલાડીઓનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવે છે. એટલું જ નહીં, 6 લાખ રૂપિયા પણ અલગથી આપવામાં આવે છે, અમારી સરકારે 1 હજારથી વધુ સ્પોર્ટ્સ સેન્ટર બનાવ્યા છે અને આ માત્ર શરૂઆત છે. જો અમને રાજ્ય સરકાર તરફથી મદદ મળશે તો અમે આમાં મોટી છલાંગ લગાવી શકીશું.
WITT માં પૂનાવાલા ફિનકોર્પના અભય ભુતડાએ જણાવ્યું હતું કે મોદી સરકારની ડિજિટલ પહેલો ભારતને વિકસિત દેશ બનાવશે.
ટીવી9 નેટવર્કના એમડી અને CEO બરુણ દાસે જણાવ્યું હતું કે, ‘મને એ જણાવતા આનંદ થાય છે કે આ ક્ષણ ખાસ બનવાની છે, કારણ કે આ એક ગૌરવની સાંજ હશે. તેમણે અમે ભારતના બોલ્ડ વિઝનની ચર્ચા કરીશું, જે માત્ર આર્થિક અથવા લશ્કરી શક્તિ વિશે જ નહીં, પણ સોફ્ટ પાવરની પણ વાત કરશે.
What India Thinks Today ની બીજી આવૃત્તિ 25 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. TV9ની આ ત્રણ દિવસીય ઇવેન્ટની થીમ India: Poised For The Next Big Leap રાખવામાં આવી છે. 25 અને 26 ફેબ્રુઆરીના રોજ What India Thinks Today ના ગ્લોબલ સમિટ પ્લેટફોર્મ પર મનોરંજન, રમતગમત, આરોગ્ય, અર્થતંત્ર અને સંસ્કૃતિ સંબંધિત ઘણા સત્રો હશે. જ્યારે 27 ફેબ્રુઆરીએ વોટ ઈન્ડિયા થિંક્સ ટુડેના પાવર કોન્ફરન્સમાં દેશના રાજકીય માહોલ પર ચર્ચા કરવામાં આવશે. સત્તા સંમેલનની થીમ ન્યૂ ઈન્ડિયા-2024ની ગેરંટી તરીકે રાખવામાં આવી છે.
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આજે દ્વારકામાં જ્યારે સભા સંબોધી રહ્યા હતા. આ દરમ્યાન સભામાં હજાર લોકોએ અબકી બાર 400 પારના નારા લગાવ્યા હતા. સમગ્ર સભા મંડપ આ નારા સાથે ગુંજી ઉઠ્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દ્વારકા ખાતે પોતાની સભામાં જણાવ્યું છે. તીર્થ સ્થાનોના વિકાસ બાદ અનેક પર્યટકો ગુજરાત આવી રહ્યા છે. ભારતમાં આવનાર વિદેશી પ્રવાસીઓ માંથી હર પાંચમો પ્રવાસી ગુજરાત આવે છે.
2014 થી 10 વર્ષ પહેલા ભારત 11 માં નંબર ની ઈકોનોમી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે જો અર્થ વ્યવસ્થા જ આટલી નાની હતી તો વિકાસ કેવી રીતે કરી શકે. કોંગ્રેસે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પૈસાનું મોટું ઘોંટલું કર્યું હોવાનું જણાવ્યું હતું.
મે જ્યારે પ્રોજેક્ટ અંગે વાત મૂકી ત્યારે વિપક્ષ મને ગાળો આપતી હતી. પરંતુ આજે અમે સમગ્ર ભારત બદલી નાખ્યું છે.
તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં દ્વારકા ખાતે યોજેલી સભામાં જણાવ્યું કે મએ વારંવાર કોંગ્રેસની સરકારના સમયે આ વિસ્તારના વિકાસ માટે વાત કરી હતી. પરંતુ તેમણે આ અંગે ધ્યાન યાંથી આપ્યું. ભગવાને આ સેતુનું લોકાર્પણ મારા ભાગ્યમાં લખ્યું હતું તેવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જણાવવામાં આવ્યું.
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ સુદર્શન સેતુને લઈ કહ્યું કે આ એક ફક્ત બ્રિજ નથી પરંતુ એન્જિનિયારીગનો કમાલ છે. આ સેતુ ભારતીયો માટે મોટી ભેટ છે. તમામ ગુજરાત વાસીઓને શુભકામના પાઠવી હતી.
પરાધનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે, પવિત્ર ભૂમિને અડીને મારી દશકો જૂની ઈચ્છા પૂર્ણ થઈ છે.
ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.
રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં સુરતના યુવાનનું મોત થયું છે. યુદ્ધમાં રશિયા વતી યુક્રેન સામે લડી રહેલા 23 વર્ષીય હેમિલ અશ્વિન માંગુકિયાનું મોત થયું છે. હેમિલ માંગુકિયા રશિયાની આર્મીમાં સહાયક તરીકે ભરતી થયો હતો.
બાબા બ્લોગ થકી રશિયાના સૈન્યમાં ભરતી થવા માટેની જાહેરાત આવી હતી. બાબા બ્લોગના જાહેરાત થકી અશ્વિન માંગુકિયા પહેલા મુંબઈ અને ત્યાંથી ચેન્નઈ ગયો હતો. ચેન્નાઈથી રશિયાના મોસ્કો લઇ જવામાં આવ્યો હતો.
બહુજન સમાજ પાર્ટીના સાંસદ રિતેશ પાંડેએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ આજે ભાજપમાં જોડાશે. તેમણે આરોપ લગાવ્યો છે કે તેમને બસપા દ્વારા યોજાતી પક્ષીય બેઠકોમાં આમંત્રણ આપવામાં આવતું નથી. તેમજ પાર્ટી કક્ષાએ પણ વાતચીત કરવામાં આવી ન હતી.
અમેરિકાના મેનહટનમાં રહેણાંક મકાનમાં લાગેલી આગમાં પત્રકાર તરીકે કામ કરતા 27 વર્ષીય ભારતીય નાગરિકનું મૃત્યુ થયું હતું. મેનહટનના હાર્લેમમાં સેન્ટ નિકોલસ પેલેસ 2 ખાતે છ માળની રહેણાંક ઇમારતમાં લાગેલી આગમાં ફાઝીલ ખાનનું મૃત્યુ થયું હતું અને અન્ય 17 લોકો ઘાયલ થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેટ દ્વારકા મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે પૂજા-અર્ચના કરી હતી. PM મોદી આજે ગુજરાતને 52 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે. તેમણે સુદર્શન બ્રિજનું લોકાર્પણ કર્યું છે.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi inaugurates Sudarshan Setu, country’s longest cable-stayed bridge of around 2.32 km, connecting Okha mainland and Beyt Dwarka. pic.twitter.com/frysX0MZS1
— ANI (@ANI) February 25, 2024
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓખા મુખ્ય ભૂમિ અને બેટ દ્વારકા ટાપુને જોડતો સુદર્શન બ્રિજ રાષ્ટ્રને સમર્પિત કરશે. વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાય તે પહેલા સુદર્શન સેતુ બ્રિજ રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો.
#WATCH | Gujarat: Sudarshan Setu Bridge in Dwarka illuminated.
PM Narendra Modi will dedicate to the nation, Sudarshan Setu connecting Okha mainland and Beyt Dwarka island (in Gujarat). pic.twitter.com/GyoPXh8HOG
— ANI (@ANI) February 24, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટમાં ગુજરાતની પ્રથમ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નું લોકાર્પણ કરશે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ માહિતી આપી હતી. જ્યારે રાજકોટ શહેરની હદમાં આવેલા પરા પીપળીયા ગામ નજીક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો બહારના દર્દી વિભાગ (OPD) પહેલેથી જ કાર્યરત છે, ત્યારે વડાપ્રધાન ઇન-પેશન્ટ વિભાગ (IPD)નું લોકાર્પણ કરશે.
Published On - 6:28 am, Sun, 25 February 24