આજે 24 એપ્રિલને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન વધારવા માટે કર્ણાવતી અને રાજપથ ક્લબે એક અનોખી જાહેરાત કરી છે. મતદાન કરેલ ક્લબ મેમ્બરને 25 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબમાં આવેલ તમામ રેસ્ટોરન્ટમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. કલબના 15 હજાર ફેમીલી મેમ્બર છે, મત આપનાર તમામ સભ્યને 25 ટકા ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવશે.
ચૂંટણીના દિવસથી ત્રણ દિવસ સુધી મતદાન કરનારને આપશે ડિસ્કાઉન્ટ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન જાગૃતિ માટે નવો પ્રયાસ
અમદાવાદના માણેકચોક સાંકડી શેરીમાં લાગી આગ. જીણા ભાઈ ચેમ્બર્સની દુકાનમાં લાગી આગ. એસી માં શોટ સર્કિટ લીધે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે. ફાયર બ્રિગેડ આગને કાબૂમાં લીધી. આગને લઈ સાંકડી શેરીનો ઈલેક્ટ્રીક પાવર બંધ કરાયો.
જામનગર મુંબઈ ઈન્ડિયન્સની ટીમના ક્રિકેટરોનું જામનગરમાં આગમન થયું છે. હાર્દિક પંડ્યા, તિલક વર્મા, મલિંગા પહોંચ્યા જામનગર એરપોર્ટ. જયવર્ધને, દિપક ચહર સહિતના ક્રિકેટર પહોંચ્યા જામનગર.
વેકેશન માણવા માટે ટીમના ક્રિકેટરો આવ્યા જામનગર. અંબાણી પરિવારના મહેમાન બન્યા મુંબઈ ઈન્ડિયનના ક્રિકેટર. દર વર્ષે આઈપીએલ દરમિયાન એકવાર મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ જામનગર આવે છે. મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓની જામનગરની મુલાકાત બાદ, આઈપીએલમાં એમઆઈનો દેખાવ સુધરતો હોવાની છે માન્યતા.
કચ્છમાં જિલ્લા પંચાયતની વિથોણ બેઠક પર યોજાયેલી ભાજપની જાહેર સભામાં હોબાળો મચ્યો હતો. ભાજપના સ્થાનિક આગેવાનો અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા વચ્ચે બોલાચાલી થવા પામી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન પાસ થયા હોવા છતાં કામ ના થતા કાર્યકરો અને ધારાસભ્ય વચ્ચે ચકમક થઈ હતી. ભાજપની સભામાં કાર્યકરોએ ધારાસભ્યને ચાલુ સભામાં વેધક સવાલો પૂછ્યા હતા. શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીના કાર્યકમમાં, આ પ્રકારની બબાલથી રાજકીય ગરમાવો વધી ગયો હતો. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં ભાજપના ખેસ પહેરનાર કાર્યકર જ કહી રહ્યો છે આ વખતે કોંગ્રેસ લીડ સાથે આવશે.
સુરતમાં એક યુગલના મૈત્રી કરારના સંબંધનો કરુણ અંત આવ્યો છે. સુરત શહેરના વરાછા વિસ્તારની ઘટના સામે આવી છે. મૈત્રી કરાર કરી યુવક સાથે સુરતમાં રહેતી મહારાષ્ટ્રની યુવતીએ આપઘાત કર્યો છે. યુવક વારંવાર શંકા કરતા કંટાળીને વરાછાના ઘરમાં યુવતીએ ગળે ફાંસો ખાઈ લીધો. ચારિત્ર્ય પર શંકા અને પ્રેમીના માનસિક ત્રાસથી કંટાળીને મહારાષ્ટ્રની યુવતીએ વરાછામાં ગળેફાંસો ખાધો. વરાછા પોલીસ દ્વારા પ્રેમી ડોંગર ઉર્ફે વેડુ રામકૃષ્ણ પાટીલ (ઉ.વ. 20)ની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અમદાવાદ આવશે. અમિત શાહ મનપા ચૂંટણી માટે મતદાન કરશે. સવારે 11 કલાકે, નારણપુરા ખાતે કરશે મતદાન. અંકુર ચાર રસ્તા પાસે આવેલી સબ ઝોનલ ઓફિસમાં આપશે મત.
અમેરિકા અને ઇરાન વચ્ચે સીઝફાયર મુદ્દે ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે ઇરાન એક્શનમાં આવ્યું છે. Abbas Araghchiએ આ મુદ્દે પાકિસ્તાનના નેતાઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ શરૂ કરી છે. તેમણે Asim Munir સાથે તેમજ Ishaq Dar સાથે ફોન પર વાતચીત કરી હતી. આ ચર્ચાઓમાં સીઝફાયર મુદ્દે સ્થિતિને શાંત બનાવવાના પ્રયાસો અને આગલા પગલાં અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે, જે પ્રદેશમાં વધતા તણાવ વચ્ચે મહત્વપૂર્ણ ગણાય છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં અંગ દઝાડતી ગરમીની આગાહી કરવામાં આવી છે. India Meteorological Departmentના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તાપમાનમાં વધારો નોંધાશે. આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધી વધારો થવાની શક્યતા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 41થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમીનો પ્રભાવ રહેશે અને ત્યાં તાપમાન 35થી 40 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. Ahmedabadમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાનો અંદાજ છે, જ્યારે 26 એપ્રિલે તાપમાન 43 ડિગ્રી સુધી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તંત્ર સંપૂર્ણ સજ્જ બની ગયું છે. Anil Dhameliyaએ ચૂંટણી તૈયારીઓ અંગે વિગત આપતાં જણાવ્યું કે મનપા અને પંચાયતની વિવિધ બેઠકો માટે મતદાન યોજાશે. વડોદરા મનપાની 74 બેઠકો ઉપરાંત પાલિકાની 91, જિલ્લા પંચાયતની 30 અને તાલુકા પંચાયતની 151 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં 21,000થી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે. આવતીકાલે EVM મશીનોને મતદાન મથકો પર પહોંચાડવાની કામગીરી શરૂ થશે, જ્યારે જિલ્લામાં કુલ 2,406 મતદાન મથકો પર મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરતમાં ગેસ સિલિન્ડર બુકિંગના નામે છેતરપિંડી કરવાના કેસમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. Surat Policeના સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા આરોપી કેવલ તેજાણીની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં ખુલ્યું છે કે આરોપી સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવી હોટેલ માલિકોને સસ્તા ગેસ સિલિન્ડરની લાલચ આપતો અને બાદમાં તેમને છેતરતો હતો. ગેસની અછતનો લાભ લઈ હોટલ સંચાલકોને મોંઘા ભાવે ગેસ ખરીદવા મજબૂર કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં સોશિયલ મીડિયા પર સ્ટેટસ મુકવાની અદાવતમાં યુવકને મળ્યું મોત. અમદાવાદના વેજલપુર વિસ્તારની ઘટના એ છે કે જ્યાં અગાઉના ઝઘડાને લઈને ઈન્સ્ટાગ્રામ પર સ્ટેટ્સ મુકનારા 19 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી, આરોપી રેયાન અને તેના બે મિત્રોએ મળીને યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો. પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીને ઝડપી લીધો છે. જ્યારે બીજા આરોપીની શોધખોળ ચાલુ છે..પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવક અને આરોપી રેયાન પઠાણ બાઈક ઓવર સ્પીડમાં ચલાવવા મુદ્દે ઝઘડો થયો હતો. જે બાદ મૃતક યુવકે આરોપીને પડકાર ફેંકતા સોશિયલ મીડિયામાં સ્ટેટસ મુક્યું હતું.એ જોયા બાદ આરોપી ઉશ્કેરાયો હતો અને હત્યાનું ષડયંત્ર રચ્યું હતું.
ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામે યોજાયેલી કોંગ્રેસની પ્રચાર સભામાં કરસનદાસ બાપુએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. સભાને સંબોધિત કરતા તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે આઝાદીની લડાઈના સમયમાં રાષ્ટ્રવાદી ભાજપના નેતાઓ ક્યાં હતા. તેમના આ નિવેદન બાદ રાજકીય માહોલમાં ચર્ચા તેજ બની છે અને બંને પક્ષો વચ્ચે રાજકીય વાકયુદ્ધ વધુ ગરમાયું છે.
પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન Narendra Modi હુગલી નદીના કિનારે પહોંચ્યા હતા અને કોલકાતામાં નાવિકોને મળીને તેમની સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે પરંપરાગત નૌકામાં સફર પણ કરી અને “ગંગા બંગાળની આત્મામાં વહે છે” એવું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે તેનું દિવ્ય જળ સમગ્ર સભ્યતાની શાશ્વત ભાવનાને ધારણ કરે છે. હુગલીના કિનારે સમય વિતાવીને તેમણે મા ગંગાનો આભાર વ્યક્ત કર્યો અને બંગાળના વિકાસ તથા સમૃદ્ધિ માટે ભારત સરકાર પ્રતિબદ્ધ છે તેમ પણ જણાવ્યું હતું.
પરમાણુ હથિયારોના ઉપયોગને લઈને Donald Trumpએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે અમેરિકા ઈરાન સામે પરમાણુ હથિયારનો ઉપયોગ નહીં કરે, પરંતુ પરંપરાગત સૈન્ય શક્તિ દ્વારા જ કડક કાર્યવાહી શક્ય છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ “પરમાણુ હથિયારના ઉપયોગ વિના જ ઈરાનને ભારે નુકસાન પહોંચી શકે છે,” અને તેમણે દાવો કર્યો કે ઈરાન પહેલેથી જ 75 ટકા સુધી બરબાદ થઈ ચૂક્યું છે. તેમના આ નિવેદનથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા તેજ બની છે અને પ્રદેશમાં વધતા તણાવ પર પણ ધ્યાન કેન્દ્રિત થયું છે.
રાજ્યમાં હીટવેવની અસર દિવસેને દિવસે વધુ ગંભીર બનતી જાય છે, જેના કારણે આરોગ્ય સેવાઓ પર ભાર વધ્યો છે. 108 Emergency Service મુજબ છેલ્લા 21 દિવસમાં લૂ લાગવાના કુલ 1167 કેસ નોંધાયા છે, જેમાંથી સૌથી વધુ 243 કેસ Ahmedabadમાં નોંધાયા છે. છેલ્લા 4 દિવસથી હીટસ્ટ્રોકના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા અને ગરમીથી બચવા જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
હોર્મુઝ સ્ટ્રેટને લઈને તણાવ વચ્ચે Donald Trumpએ કડક ચેતવણી આપતાં કહ્યું છે કે આ મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગમાં માઇન્સ અથવા વિસ્ફોટકો બિછાવવાના પ્રયાસોને અમેરિકા સહન નહીં કરે. તેમણે જણાવ્યું કે આવા કૃત્યોમાં સંડોવાયેલા જહાજોને ખચકાટ વિના તબાહ કરવામાં આવશે અને અમેરિકી નેવી સંપૂર્ણ રીતે સજ્જ છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો મજબૂત નિયંત્રણ છે અને “અમેરિકી નેવીની મંજૂરી વિના કોઈપણ જહાજ અહીંથી પસાર થઈ શકશે નહીં,” જે નિવેદન પ્રદેશમાં વધી રહેલા તણાવને વધુ તેજ બનાવે છે.
Published On - 7:20 am, Fri, 24 April 26