IND vs PAK : વિરાટ કોહલીની સદી, ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું

IND vs PAK Champions Trophy 2025 : દુબઈમાં પાકિસ્તાને ટોસ જીતીને ભારતને પહેલા બોલિંગ માટે આમંત્રણ આપ્યું. પાકિસ્તાનની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે જ્યારે ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

IND vs PAK : વિરાટ કોહલીની સદી, ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
| Edited By: | Updated on: Feb 23, 2025 | 10:22 PM

ભારત અને પાકિસ્તાન આખરે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં આમને-સામને આવ્યા છે.ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે મોટી મેચ રમાશે. ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો દુબઈના મેદાન પર આમને-સામને છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે તેની પ્રથમ મેચ બાંગ્લાદેશને હરાવીને જીતી હતી.  આ ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં રમાઈ રહી છે પરંતુ બંને ટીમો વચ્ચેનો આ શાનદાર મુકાબલો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 23 Feb 2025 09:51 PM (IST)

    વિરાટે સદી ફટકારી, ભારતે પાકિસ્તાનને હરાવ્યું

    વિરાટ કોહલીએ અણનમ સદી ફટકારી ભારતને મેચમાં જીતી અપાવી. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું. વિરાટ કોહલીએ વનડેમાં 51મી સદી ફટકારી.

  • 23 Feb 2025 09:37 PM (IST)

    શ્રેયસ અય્યરની શાનદાર ઈનિંગનો અંત

    શ્રેયસ અય્યર 56 રન બનાવી થયો આઉટ. ખુશદિલ શાહની બોલિંગમાં ઈમામે શાનદાર કેચ પકડ્યો.


  • 23 Feb 2025 07:25 PM (IST)

    રોહિત શર્મા ક્લીન બોલ્ડ, શાહીને ભારતને પહેલો ઝટકો આપ્યો

    રોહિત શર્મા 20 રન બનાવી ક્લીન બોલ્ડ, શાહીને ભારતને પહેલો ઝટકો આપ્યો છે. શાહીનના અદ્ભુત ઈન-સ્વિંગિંગ યોર્કરનો રોહિત શર્મા પાસે કોઈ જવાબ નહોતો. ભારતીય કેપ્ટન 15 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો.

  • 23 Feb 2025 06:25 PM (IST)

    પાકિસ્તાન સામે ભારતને 242 રનનો ટાર્ગેટ

    પાકિસ્તાન 241 રનમાં ઓલઆઉટ, ભારતને મેચ જીતવા 242 રનનો ટાર્ગેટ, સઈદ શકીલે સૌથી વધુ 62 રન બનાવ્યા, કુલદીપે 3, હાર્દિકે 2, અક્ષર-જાડેજા-હર્ષિતની એક-એક વિકેટ. અક્ષર પટેલે બે રનઆઉટ કર્યા

  • 23 Feb 2025 06:06 PM (IST)

    છેલ્લી 5 ઓવર બાકી

    પાકિસ્તાનનો સ્કોર 212 રન સુધી પહોંચી ગયો છે. છેલ્લી પાંચ ઓવર બાકી છે. પાકિસ્તાનનો સંપૂર્ણ સ્કોર ખુશદિલ શાહ પર નિર્ભર છે. નસીમ શાહ પણ સારા શોટ મારે છે, પરંતુ દુબઈની આ પીચ પર મોટા શોટ રમવા એટલા સરળ નહીં હોય.

  • 23 Feb 2025 04:55 PM (IST)

    IND vs PAK Live Updates : ભારત સામે પહેલી વાર ફિફ્ટી ફટકારી

    સઈદ શકીલે 63 બોલમાં અડધી સદી ફટકારી. ભારત સામે પહેલી વાર ફિફ્ટી ફટકારી

  • 23 Feb 2025 04:52 PM (IST)

    IND vs PAK Live Score : 30 ઓવર પૂર્ણ થઈ

    30 ઓવર પૂરી થઈ ગઈ છે, પાકિસ્તાનનો સ્કોર 2 વિકેટે 129 રન છે. સઈદ શકીલ પોતાની અડધી સદીથી માત્ર 6 રન દૂર છે. મોહમ્મદ રિઝવાને પણ 40નો સ્કોર કર્યો છે.

  • 23 Feb 2025 04:41 PM (IST)

    IND vs PAK Live Score : ભારતને વિકેટની જરુર

    28 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 2 વિકેટે 121 રન છે. ભારતે આ ભાગીદારી તોડવાની જરૂર છે.

  • 23 Feb 2025 04:39 PM (IST)

    IND vs PAK Champions Trophy 2025 : આ પીચ પર સ્કોરનો પીછો કરવો સરળ નહીં હોય

  • 23 Feb 2025 04:38 PM (IST)

    IND vs PAK Live Score : કુલદીપની ઓવરમાં બે ચોગ્ગા

    કુલદીપ યાદવની ઓવરમાં સઈદ શકીલે બે ચોગ્ગા ફટકાર્યા. 26 ઓવર પછી, પાકિસ્તાનનો સ્કોર બે વિકેટે 107 રન છે. સઈદ શકીલ અને કેપ્ટન રિઝવાન વચ્ચે 100 બોલમાં 60 રનની ભાગીદારી થઈ છે.

  • 23 Feb 2025 04:31 PM (IST)

    Champions Trophy 2025 : પાકિસ્તાનના 100 રન પુરા થયા

  • 23 Feb 2025 04:24 PM (IST)

    IND vs PAK Champions Trophy 2025 : પાકિસ્તાનની ટીમે છેલ્લા 40 બોલમાં એક પણ બાઉન્ડ્રી ફટકારી નથી

    પાકિસ્તાનની ટીમે છેલ્લા 40 બોલમાં એક પણ બાઉન્ડ્રી ફટકારી નથી

  • 23 Feb 2025 04:20 PM (IST)

    IND vs PAK Live Updates : 22 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 86 / 2

    22 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 86 / 2, શકીલ અને રિઝવાન ક્રીઝ પર

  • 23 Feb 2025 04:09 PM (IST)

    IND vs PAK Live Score :19 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 77/ 2

    19 ઓવર પછી, પાકિસ્તાને બે વિકેટ ગુમાવીને 77 રન બનાવ્યા.

  • 23 Feb 2025 04:02 PM (IST)

    IND vs PAK Live Score : હાર્દિક પંડ્યાનો જલવો

    ICC મર્યાદિત ઓવરોની ટુર્નામેન્ટમાં કોઈપણ ટીમ સામે ભારતીય બોલરે સૌથી વધુ વિકેટ લીધી (વર્લ્ડ કપ + T20 વર્લ્ડ કપ + ચેમ્પિયન્સ ટ્રોફી)

    • 14 – હાર્દિક વિરુદ્ધ પાકિસ્તાન*
    • 12 – શમી વિરુદ્ધ ન્યુઝીલેન્ડ
    • 11 – જાડેજા વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ
    • 10 – બુમરાહ વિરુદ્ધ અફઘાનિસ્તાન
    • 10 – બુમરાહ વિરુદ્ધ બાંગ્લાદેશ
    • 10 – હરભજન વિરુદ્ધ ઈંગ્લેન્ડ
    • 10 – જાડેજા વિરુદ્ધ સાઉથ આફ્રિકા
    • 10 – નેહરા વિરુદ્ધ પાકિસ્તાન
  • 23 Feb 2025 03:56 PM (IST)

    IND vs PAK Live Updates : પાકિસ્તાનની ધીમી બેટિંગ

    16 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર ફક્ત 70  રન છે. રિઝવાન અને સઈદ શકીલ ક્રીઝ પર છે.

  • 23 Feb 2025 03:54 PM (IST)

    IND vs PAK Champions Trophy 2025 :સઈદ શકીલે ચોગ્ગો ફટકાર્યો

  • 23 Feb 2025 03:45 PM (IST)

    IND vs PAK Champions Trophy 2025 :શમી મેદાનમાં પરત ફર્યો

    ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, શમી મેદાનમાં પરત આવી ગયો છે. તે સંપૂર્ણપણે ફિટ છે. એક ઓવર પણ નાખી અને ફક્ત 3 રન આપ્યા.

  • 23 Feb 2025 03:44 PM (IST)

    IND vs PAK Live Updates : 14 ઓવરની રમત પૂરી થઈ

    14 ઓવર પછી, પાકિસ્તાને બે વિકેટ ગુમાવીને 61 રન બનાવ્યા. હાલમાં સઈદ શકીલ 8 રન સાથે ક્રીઝ પર છે અને કેપ્ટન મોહમ્મદ રિઝવાન 7 રન સાથે ક્રીઝ પર છે.

  • 23 Feb 2025 03:40 PM (IST)

    Champions Trophy 2025 : 5 વાઈડ બોલ ફેંકનાર પ્રથમ ભારતીય બોલર

    મોહમ્મદ શમી વનડેમાં એક ઓવરમાં 5 વાઈડ બોલ ફેંકનાર પ્રથમ ભારતીય બોલર બન્યો

    5 – મોહમ્મદ શમી વિરુદ્ધ પાકિસ્તાન,

    4 – ઝહીર ખાન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, 2003

    4 – ઝહીર ખાન વિરુદ્ધ નેધરલેન્ડ, 2003

    4  -એલ. બાલાજી વિરુદ્ધ શ્રીલંકા, 2004

    4 – આરપી સિંહ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, 2007

    4 – આરપી સિંહ વિરુદ્ધ બાંગ્લાદેશ, 2008

    4 – ઝહીર ખાન વિરુદ્ધ શ્રીલંકા, 2012

    4– ઇરફાન પઠાણ વિરુદ્ધ શ્રીલંકા, 2012

  • 23 Feb 2025 03:36 PM (IST)

    IND vs PAK Live Score :પાકિસ્તાનનો સ્કોર 58/ 2

    12 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર બે વિકેટે 58 રન છે. કેપ્ટન મોહમ્મદ રિઝવાન 10 બોલમાં 1 ચોગ્ગા સાથે 6 રન બનાવીને રમી રહ્યો છે. સઈદ શકીલ પણ 10 બોલમાં 6 રન બનાવીને રમી રહ્યો છે. બંને વચ્ચે 16 બોલમાં 10 રનની પાર્ટનરશીપ થઈ છે.

  • 23 Feb 2025 03:28 PM (IST)

    IND vs PAK Live Updates : પાકિસ્તાનનો સ્કોર 52/2

    10 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 2 વિકેટે 52 રન છે. બાબર આઝમ 23 રન બનાવીને આઉટ થયો હતો અને ઇમામ ઉલ હક 10 રન બનાવીને આઉટ થયો હતો. હવે સઈદ શકીલ 3 રન અને મોહમ્મદ રિઝવાન 4 રન બનાવીને ક્રિઝ પર છે.

  • 23 Feb 2025 03:19 PM (IST)

    IND vs PAK Live Updates : પાકિસ્તાનને બીજો ઝટકો

    અક્ષર પટેલે ટીમ ઈન્ડિયાને બીજી સફળતા અપાવી. ઇમામ ઉલ હક એક શાનદાર થ્રો સાથે રન આઉટ થયો. 26 બોલમાં ફક્ત 10 રન બનાવી શક્યા.

  • 23 Feb 2025 03:17 PM (IST)

    Champions Trophy 2025 :હાલમાં ઇમામ ઉલ હક અને સઈદ શકીલ ક્રીઝ પર

  • 23 Feb 2025 03:12 PM (IST)

    IND vs PAK Live Updates : હાર્દિક પંડ્યાએ પાકિસ્તાનને પહેલો ઝટકો આપ્યો

    પાકિસ્તાનની પહેલી વિકેટ 41 રન પર પડી. હાર્દિક પંડ્યાએ પાકિસ્તાનને પહેલો ઝટકો આપ્યો. બાબર આઝમ 26 બોલમાં 23 રન બનાવીને આઉટ થયો હતો.

  • 23 Feb 2025 03:09 PM (IST)

    IND vs PAK Live Updates: બાબર આઝમે ચોગ્ગો ફટકાર્યો

  • 23 Feb 2025 03:06 PM (IST)

    IND vs PAK Live Updates: મોહમ્મદ શમી મેદાનની બહાર

    મોહમ્મદ શમી સંપૂર્ણપણે ફિટ દેખાતો નથી. હવે તે મેદાનની બહાર છે.

  • 23 Feb 2025 02:59 PM (IST)

    IND vs PAK Live Updates: પાંચ ઓવર પૂર્ણ

    પાંચ ઓવર પછી, પાકિસ્તાને કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 25 રન બનાવી લીધા છે. હાલમાં, બાબર 14 બોલમાં બે ચોગ્ગાની મદદથી 10 રન બનાવીને ક્રીઝ પર છે અને ઇમામ ઉલ હક 16 બોલમાં 9 રન બનાવીને ક્રીઝ પર છે. આ ભાગીદારી તોડવાની શમી અને હર્ષિત પર મોટી જવાબદારી છે.

  • 23 Feb 2025 02:48 PM (IST)

    IND vs PAK Live Updates: બાબર આઝમે ચોગ્ગો ફટકાર્યો

  • 23 Feb 2025 02:47 PM (IST)

    IND vs PAK Live Updates: પાકિસ્તાનનો સ્કોર 14-0

    3 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 14 રન છે.

  • 23 Feb 2025 02:33 PM (IST)

    IND vs PAK LIVE Score: ઇમામ-બાબર ક્રીઝ પર

    ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ શરુ. ટીમમાં ફખર ઝમાનની જગ્યાએ આવેલા ઇમામ-ઉલ-હક અને બાબર આઝમ ક્રીઝ પર છે. શમી પહેલી ઓવર લઈને આવ્યો, 1 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર 6-0

  • 23 Feb 2025 02:30 PM (IST)

    IND vs PAK Live Updates: પહેલી ઓવર મોહમ્મદ શમી લઈને આવ્યો

  • 23 Feb 2025 02:27 PM (IST)

    IND vs PAK Live Updates: વિરાટ કોહલીનો અદ્ભુત રેકોર્ડ

    વિરાટ કોહલી એકમાત્ર એવો ખેલાડી છે જે 2009, 2013, 2017 અને 2025 માં ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચનો ભાગ રહ્યો છે. 2009ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને સહાયક કોચ અભિષેક નાયર ભારતીય ટીમનો ભાગ હતા.

  • 23 Feb 2025 02:04 PM (IST)

    IND vs PAK Live Updates: પાકિસ્તાને જીત્યો ટોસ

    પાકિસ્તાન પહેલા બેટિંગ કરશે

     

  • 23 Feb 2025 01:51 PM (IST)

    Champions Trophy 2025 :શાહીન આફ્રિદીના વીડિયોથી ચાહકો ગુસ્સે

    ભારત-પાકિસ્તાન મેચ પહેલા શાહીન આફ્રિદીનો એક વીડિયો સામે આવ્યો છે જેના કારણે ચાહકો નાખુશ દેખાઈ રહ્યા છે.

     

  • 23 Feb 2025 01:50 PM (IST)

    Champions Trophy 2025 :ટીમ ઈન્ડિયાએ વોર્મ-અપ શરૂ કર્યું

    ભારતીય ખેલાડીઓએ વોર્મ અપ કરવાનું શરૂ કરી દીધું છે. વિરાટ કોહલી મેદાન પર આવતાની સાથે જ સ્ટ્રેચિંગ કરતો હતો.રોહિત શર્મા અને શુભમન ગિલ વચ્ચે લાંબી વાતચીત ચાલી રહી છે.

  • 23 Feb 2025 01:48 PM (IST)

    પાકિસ્તાન સામે ટકરાતા પહેલા અક્ષર પટેલની માતાએ જણાવી આ આશા

    આજે ભારત પાકિસ્તાન વચ્ચે દુબઈમાં રમાશે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ રમાનાર છે. આ મેચ બન્ને દેશ માટે મહત્વની રહેવાની છે. જે ટીમ હારશે તે ટીમ લગભગ ટૂર્નામાન્ટમાંથી બહાર ફેંકાઈ જાય તેવી સ્થિતિમાં છે. ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલની માતાએ અક્ષર પટેલ અને સમગ્ર ઇન્ડિયન ક્રિકેટ ટીમને આપી શુભેચ્છા. નડિયાદના અક્ષર પટેલ આજે રમાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખૂબ સારી રીતે પર્ફોર્મન્સ કરે અને ભારત આ મેચ જીતે તે માટે આપી શુભેચ્છાઓ છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમનાક્રિકેટર અક્ષર પટેલ ખેડા જિલ્લાના નડિયાદના વતની છે.

  • 23 Feb 2025 01:35 PM (IST)

    IND vs PAK Live Updates: દુબઈનું હવામાન કેવું છે જાણો

  • 23 Feb 2025 01:29 PM (IST)

    IND vs PAK Live Updates: ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને

    ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાનની ટીમોએ એક-એક મેચ રમી છે. ટીમ ઈન્ડિયા એક મેચ જીતી ગઈ હતી, જ્યારે પાકિસ્તાન એક મેચ હારી ગયું છે. હવે બંને ટીમો દુબઈમાં આમને-સામને છે.

  • 23 Feb 2025 01:17 PM (IST)

    Champions Trophy 2025 : ભારત-પાકિસ્તાનની ટીમ સ્ટેડિયમ પહોંચી

    ભારત અને પાકિસ્તાનની ટીમો દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પ્રવેશી ચૂકી છે. બંને ટીમોના ખેલાડીઓ પોતપોતાની બસોમાં સ્થળ પર પહોંચી ગયા છે. મોટી વાત એ છે કે જસપ્રીત બુમરાહ પણ દુબઈ સ્ટેડિયમમાં પ્રવેશી ચૂક્યો છે.

  • 23 Feb 2025 01:15 PM (IST)

    Champions Trophy 2025 :પાકિસ્તાન સામે સૌથી વધુ રન

    રોહિત શર્માએ ICC ODI ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે સૌથી વધુ રન (350) બનાવ્યા છે અને તેને 400 રન પૂર્ણ કરવા માટે વધુ 50 રનની જરૂર છે. જ્યારે વિરાટ 333 રન સાથે બીજા સ્થાને છે અને તેને આ માટે 67 રનની જરૂર છે. બંને વચ્ચે એકબીજાથી આગળ નીકળવાની સ્પર્ધા ચાલી રહી છે.

  • 23 Feb 2025 12:59 PM (IST)

    Champions Trophy 2025 :કોહલી કેચનો રેકોર્ડ બનાવશે

    પાકિસ્તાન સામે માત્ર એક કેચ લઈને, વિરાટ વનડેમાં સૌથી વધુ કેચ લેનાર ભારતીય ખેલાડી બનવાનો રેકોર્ડ બનાવશે. તે હાલમાં  156 કેચ સાથે અઝહરુદ્દીન સાથે બરાબર છે.

  • 23 Feb 2025 12:55 PM (IST)

    Champions Trophy 2025 :સૌથી ઝડપી 14000 રન

    દુબઈમાં પાકિસ્તાન સામે વિરાટ કોહલી 15 રન બનાવતાની સાથે જ તે વનડેમાં સૌથી ઝડપી14 હજાર રન બનાવનાર ખેલાડી બની જશે.

  • 23 Feb 2025 12:50 PM (IST)

    Champions Trophy 2025 :હરભજન સિંહે ભારતની જીતની ભવિષ્યવાણી કરી

  • 23 Feb 2025 12:45 PM (IST)

    IND vs PAK Live Updates:દુબઈમાં હવામાન કેવું રહેશે?

    ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન હવામાન ખૂબ જ ગરમ રહેવાની ધારણા છે. જોકે, સાંજે તાપમાનમાં ઘટાડો થશે. વાદળછાયું વાતાવરણ રહેશે.

  • 23 Feb 2025 12:40 PM (IST)

    IND vs PAK Live Updates: ICC ઇવેન્ટ્સમાં ભારત-પાકિસ્તાનનો રેકોર્ડ

    ICC ઇવેન્ટમાં, ODI વર્લ્ડ કપ દરમિયાન બંને ટીમો વચ્ચે 21 મેચ રમાઈ છે જેમાં ભારતે 16 મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાને ફક્ત 4 મેચ જીતી છે. આનો અર્થ એ થયો કે ICC ટુર્નામેન્ટમાં ભારતનું પલડું ભારે છે

  • 23 Feb 2025 12:35 PM (IST)

    IND vs PAK Live Updates: દુબઈમાં ટીમ ઈન્ડિયાનો ODI રેકોર્ડ

    ભારતીય ટીમે દુબઈના મેદાન પર 7 વનડે રમી છે, જેમાંથી તેણે 6 જીતી છે. અને એક મેચ ટાઇ રહી હતી. એનો અર્થ એ થયો કે ભારતીય ટીમ અહીં મજબૂત પ્રદર્શન કરે છે.

     

  • 23 Feb 2025 12:32 PM (IST)

    Champions Trophy 2025 :ભારતની જીત માટે હવન

    પાકિસ્તાન સામે ભારતની જીત માટે ઉત્તર પ્રદેશના વારાણસીમાં ચાહકોએ હવન કર્યો.

     

  • 23 Feb 2025 12:29 PM (IST)

    IND vs PAK Live Updates: આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો

    ભારત અને પાકિસ્તાનની ટીમો ફરી એકવાર ICC ટૂર્નામેન્ટમાં ટકરાશે. આજે એટલે કે 23 ફેબ્રુઆરીએ બંને ટીમો દુબઈમાં ટકરાશે. ટીમ ઈન્ડિયાના બધા ખેલાડીઓ પણ ફોર્મમાં છે અને તેમણે બાંગ્લાદેશ સામે જીત સાથે આ ટુર્નામેન્ટની શરૂઆત કરી છે. હવે ભારતીય ટીમ આ મેચમાં પાકિસ્તાનને હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવવાના ઇરાદા સાથે ઉતરશે.

  • 23 Feb 2025 12:23 PM (IST)

    અમદાવાદના નિકોલમાં કન્સ્ટ્રક્શન સાઇટમાં ભેખડ ધસી પડતા એક શ્રમિક દટાયો

    અમદાવાદના નિકોલમાં મનમોહન ચાર રસ્તા નજીકની કન્સ્ટ્રક્શન સાઇટમાં કામગીરી દરમિયાન ભેખડ ધસી પડી હતી. ભેખડ ધસી પડતા એક શ્રમિક દટાયો હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતા જ  અમદાવાદ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ અને રાહતની કામગીરી હાથ ધરી છે.

  • 23 Feb 2025 12:20 PM (IST)

    તાપીના વ્યારા પોલીસે સુરતના બે આરોપીને ચેઈન સ્નેચીંગના ગુનામાં ઝડપી લીધા

    વ્યારા શહેરના તળાવ રોડ નજીક બાઇક પર આવી વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇનની લૂંટ કરી ફરાર થયા હતા. સુરતના બે રીઢા આરોપી રવિ ગોરાવા અને ઈરફાન પઠાણ ઝડપાયા. ઝડપાયેલ બંને આરોપીએ હાલમાં સુરત જિલ્લામાં 8 ચેઈન સ્નેચીંગને આપ્યો હતો અંજામ. અગાઉ ઈરફાન પઠાણ વિરૂદ્ધ સુરત અને નવસારી મળી કુલ 17 ગુના નોંધાઈ ચૂક્યા છે. અગાઉ તેમના રવિ ગોરાવા વિરૂદ્ધ નવસારી જિલ્લામાં 5 ગુના નોંધાઈ ચૂક્યા છે. બંને આરોપી ને ઝડપી પોલીસે કાર્યવાહી હાથ ધરી.

  • 23 Feb 2025 11:34 AM (IST)

    સુરતના અડાજણ સરદાર બ્રિજ પાસે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સે સાયકલ પર જતી કિશોરીને મારી ટક્કર

    સુરતના અડાજણ સરદાર બ્રિજ પાસે, 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સના ચાલકે, સાયકલ પર જતી કિશોરીને ટક્કર મારી હતી. 108 દ્વારા સર્જાયેલા અકસ્માતને પગલે, લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. સદનસીબે સાયકલ સવાર કિશોરીનો જીવ બચી જવા પામ્યો હતો. જો કે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

     

  • 23 Feb 2025 11:20 AM (IST)

    લીંમડીથી દ્વારકા પ્રવાસે જતી શાળાની બસને નડ્યો અકસ્માત, 9 વિદ્યાર્થી-2 શિક્ષકો સહીત 11ને ઈજા

    સુરેન્દ્રનગરના લીંબડી- અમદાવાદ હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ચોરણીયા નજીક સર્જાયેલ અકસ્માતમાં 9 વિધ્યાર્થીઓને અને  2 શિક્ષક ને ઈજાઓ પહોંચી છે. ચોરણીયા નજીક ગેરકાયદેસર ડીવાઈડરને લઈને અવારનવાર સર્જાય છે અકસ્માત. લીંમડીથી દ્વારકા જતો પ્રાથમિક શાળના પ્રવાસને નડ્યો અકસ્માત. ટ્રાવેલ્સ બસમાં 57 જેટલા બાળકો હતાં સવાર. 10 થી વધુ બાળકો ને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી..

     

     

  • 23 Feb 2025 11:16 AM (IST)

    મહેસાણા નંદાસણના લક્ષ્મીપુરાની સીમમાંથી સબસીડીયુક્ત નીમ કોટેડ યુરીયા ખાતર ઝડપાયું

    મહેસાણા જિલ્લાના  નંદાસણના લક્ષ્મીપુરાની સીમમાંથી સબસીડીયુક્ત નીમ કોટેડ યુરીયા ખાતર ઝડપાયું છે. નંદાસણના લક્ષ્મીપુરાની સીમમાંથી નીમ કોટેડ યુરિયા ખાતરની 100 જેટલી બેગ ઝડપાઈ છે. ઝડપાયેલા યુરિયા ખાતરના જથ્થાની કિંમત આશરે 7.36 લાખની અંદાજવામામં આવી છે. પકડાયેલ નીમ કોટેડ યુરિયા ખાતરનો ઉપયોગ ઓમ શોપ નામની ફેક્ટરીમાં રેજિન બનાવવામાં કરાતો હતો.

     

     

  • 23 Feb 2025 08:47 AM (IST)

    રાણપુર ધંધુકા રોડ પર નાગનેસ ગામના પાટીયા પાસે બસ-કારનો અકસ્માત, એકનુ મોત, 4ને ઈજા

    રાણપુર ધંધુકા રોડ પર નાગનેસ ગામના પાટીયા પાસે લક્ઝરી બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત. વહેલી સવારે 5:00 વાગ્યે અકસ્માતની ઘટના બની હતી. શક્તિ ધામ ટ્રાવેલ્સ સુરતથી જસદણ તરફ જઈ રહી હતી ત્યારે નાગનેશ ગામ પાસે ક્રેટા કાર સાથે અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતમાં 1 મહિલાનું મોત થયું છે, જ્યારે 4 જણાને ગંભીર ઈજા થતા ધંધુકા એમએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નાગનેશ ગામના મઢવી પરિવારના દીકરાના લગ્ન હોઈ, આજે ભાવનગર ખાતે જાન જવાની હતી. દીકરાની માતા રાણપુર બ્યુટી પાર્લરમાં તૈયાર થઈ નાગનેશ પરત ફરતા નાગનેશ ગામ પાસે બની અકસ્માતની ઘટના. અકસ્માતમાં જે દીકરાના લગ્ન હોય તેના જ માતાનું ઘટના સ્થળ પર મોત થયુ હતું. અન્ય 4 વ્યક્તિઓને ધંધુકા આરએમએસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે.

     

     

  • 23 Feb 2025 07:47 AM (IST)

    પંચમહાલના હાલોલ સ્ટેશન રોડ બાઈક પર જઈ રહેલા યુવક-યુવતીનુ કારમાં કરાયું અપહરણ !

    પંચમહાલમાં હાલોલ સ્ટેશન રોડ રામદેવ મંદિર પાસે  અજાણ્યા કાર ચાલક ઈસમો યુવક યુવતીને બળજબરીપૂર્વક કારમા બેસાડી ફરાર થયા છે. બાઇક ઉપર સવાર યુવક યુવતીને અજાણ્યા કાર ચાલકે રસ્તા વચ્ચે આંતરી બળજબરીપૂર્વક કારમા બેસાડી ફરાર થયા હતા. સમગ્ર ઘટના નજીકમા આવેલ CCTV કેમેરામાં કેદ થઇ છે. જેના પગલે, અજાણ્યા કાર ચાલકોએ યુવક યુવતીનું અપહરણ કર્યાની આશંકાને લઈ પોલીસ ટીમ દોડતી થઈ છે.

  • 23 Feb 2025 07:37 AM (IST)

    તેલંગાણાના નાગરકુર્નૂલમાં શ્રીશૈલમ નજીક નિર્માણાધીન SLBC ટનલ તુટી પડતા એન્જિનયર સહીત 8 ફસાયાં

    તેલંગાણાના નાગરકુર્નૂલમાં શ્રીશૈલમ નજીક નિર્માણાધીન SLBC ટનલની છત તૂટી પડવાને કારણે એક એન્જિનિયર સહિત 8 લોકો અંદર ફસાયા છે. તેમને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. એનડીઆરએફ, એસડીઆરએફ અને સેનાની ટાસ્ક ફોર્સ બચાવ કાર્યમાં લાગેલી છે. બચાવ ટુકડીઓ સ્થળનું નિરીક્ષણ કરવા ગઈ હતી પરંતુ સુરંગની અંદર જઈ શકતી ન હોવાથી તેઓ પરત ફર્યા હતા.

  • 23 Feb 2025 07:34 AM (IST)

    ભારતીય પુરુષ હોકી ટીમે, આયર્લેન્ડ સામે 4-0થી જીત મેળવી

    ભારતીય પુરૂષ હોકી ટીમે FIH પ્રો લીગમાં આયર્લેન્ડ સામે 4-0થી જીત મેળવી હતી. ભારતીય ખેલાડી જુગરાજ સિંહે કહ્યું કે, આજે જીતવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું. આજની જીતના 3 પોઈન્ટ સાથે હવે અમારા કુલ 9 પોઈન્ટ થયા છે. અમે ઇંગ્લેન્ડ સાથેની આગામી મેચની તૈયારી કરી રહ્યા છીએ.

  • 23 Feb 2025 07:30 AM (IST)

    PM મોદી આજે ‘મન કી બાત’ કાર્યક્રમમાં સંબોધન કરશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરશે. આ કાર્યક્રમની આ 119મી આવૃત્તિ હશે. પીએમ આજે મધ્યપ્રદેશની બે દિવસીય મુલાકાતે જશે.

Published On - 7:30 am, Sun, 23 February 25