આજે 17 એપ્રિલને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
RTE ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. આજે છેલ્લા દિવસે જ શિક્ષણ વિભાગે તારીખ લંબાવી છે. 23 એપ્રિલ રાતના 12 કલાક સુધી વાલીઓ ઓનલાઇન અરજી કરી શકશે. ચૂંટણીનું કામ ચાલી રહ્યું હોવાથી વાલીઓને જરૂરી દસ્તાવેજો મેળવવામાં સમસ્યા થતી હોવાની થઈ હતી રજૂઆત. વાલીઓ અને શૈક્ષણિક સંઘોને રજૂઆતને ધ્યાને લઈ લેવાયો નિર્ણય
ગાંધીનગર કલેકટર કચેરીનો નાયબ મામલતદાર રૂપિયા 4.50 લાખની લાંચ લેતા ઝડપાયો. ACB ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો છે. જમીન ફાળવણીમાં ફરજ બજાવતો બાબતો હતો નાયબ મામલતદાર. બિપિન પરમાર નામનો નાયબ મામલતદાર લાંચ લેતા પકડાયો, કલોલમાં રહે છે અધિકારી. ACB ટીમે વધુ તપાસ શરૂ કરી. મકાનનુ પ્રોપર્ટીકાર્ડ બનાવવા માટે કલેક્ટર કચેરીની જમીન ફાળવણી કચેરીમાં અરજી કરતાં આરોપીઓએ ફરીયાદી પાસે પ્રોપર્ટીકાર્ડ કઢાવવા માટે અભિપ્રાય આપવા અને કાગળોમાં ક્ષતિ નહી કાઢવા લાંચ માંગી હતી.
અમરેલીમાં ખાંભાના ભૂંડણી ગામના એક જ પરિવારના બે બાળકના નદીમાં ડૂબી જતા મોત થયા છે. 108ને જાણ કરતા બંને બાળકોને રાજુલા ખસેડવામાં આવ્યા હતા. રાજુલા સરકારી હોસ્પિટલમાં બંને બાળકોને લાવતા મૃત જાહેર કરાયા હતા. રુદ્ર નાજાભાઈ મહીડા ઉમર 10 અને પાર્થ નાજાભાઈ મહીડા ઉમર વર્ષ 8 ના બંને ના થયા મોત. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ખેડાના ઠાસરા શહેરમાં શ્વાનનો આતંક. ત્રણ દિવસમાં 20થી વધુ લોકોને ભર્યા બચકાં. મહિલા, પુરુષ અને બાળકો સહિતના લોકોને બનાવ્યા નિશાન. ઘાયલ થયેલા લોકોને પ્રાથમિક સારવાર ઠાસરા સરકારી હોસ્પિટલમાં આપ્યા બાદ, વધુ સારવાર અર્થે અન્યત્ર ખસેડવામાં આવ્યા. 14થી વધુ લોકોને થઈ ગંભીર ઈજા. ઠાસરા શહેરમાં કૂતરાના આતંકથી સ્થાનિકોમાં ફફડાટ. આજે એક જ દિવસમાં 12થી વધુ લોકોને ભર્યા બચકાં.
બિહારના સીએમ સમ્રાટ ચૌધરીને ધમકી આપનારની ધરપકડ કરવામાં આવી છે. સાણંદ પોલીસે ધમકી આપનાર આરોપીની ધરપકડ કરી છે. સીએમ બન્યાના એક દિવસ અગાઉ આપી હતી ધમકી. સમ્રાટ ચૌધરીના પીએ ને ફોન કરી આપી હતી ધમકી. બિહારના નવનિયુક્ત મુખ્યમંત્રીને મારી નાખવાની આપી ધમકી. શેખર યાદવ નામના આરોપીની કરાઈ ધરપકડ. સાણંદ પોલીસે સાણંદ કડી રોડ પરથી આરોપીને પકડી પાડ્યો. આરોપી મૂળ બિહારનો રહેવાસી હોવાનું સામે આવ્યું.
રાજકોટ મહનગરપાલિકાની ચૂંટણી વચ્ચે લોહાણા સમાજમાં ભાજપ સામે નારાજગી વ્યાપી છે. લોહાણા સમાજ સાથે ભાજપે અન્યાય કર્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે. આગામી શનિવારે લોહાણા સમાજની બેઠક મળશે તેવી પત્રિકા વાયરલ થવા પામી છે. ભાજપ દ્રારા માત્ર ત્રણ મહિલાને જ ટિકીટ આપવામાં આવી છે. લોહાણા સમાજના કોઇ પુરૂષને ટિકીટ ના મળતા લોહાણા સમાજમાં ભાજપ વિરુદ્ધ નારાજગી પ્રવર્તી છે. સમાજની લાગણીને વાચા આપવા માટે આવતીકાલે રાત્રે ૮ વાગ્યે સંમેલનનું આયોજન કરાયું છે.
લોકસભામાં રજૂ કરાયેલ 131માં બંધારણીય સુધારા બિલ ઉપર હાથ ધરાયેલા મતદાનના પ્રથમ ચરણમાં, બિલની તરફેણમાં 278 મત પડયા હતા. જ્યારે બિલના વિરોધમાં 211 મતો પડ્યા હતા. આ મતદાનની પ્રક્રિયામાં 489 સભ્યોએ ભાગ લીધો હતો. જો કે આ બિલ બંધારણમાં સુધારા માટેનું છે તેથી બિલની તરફેણમાં 326 મતની આવશ્યકતા રહે છે.
અમિત શાહે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સંભળાવતા કહ્યું કે, મોદી માટે કાયર, સરેન્ડર, તમે ડરો છો જેવા શબ્દો ઉચ્ચારીને ગૃહની ગરીમા જાળવવાને બદલે અસંસદીય ભાષાનો ઉપયોગ કરો છો. આ દેશ બધુ જોવે છે. ફ્લાઈંગ કિસ, ધક્કામુક્કી કરે છે. સત્ર છોડીને વિદેશ જતા રહે છે. આ ભાષામાં ભાવના વ્યક્ત ના થાય. સદનમાં બોલવાની ભાષા વરિષ્ઠ અથવા તો પ્રિયંકા ગાંધી પાસેથી શીખે. રામ સેતુ બનાવવામાં ખિસકોલીના યોગદાનને યાદ રાખવામાં આવે છે અને હવનમાં હાડકા નાખનાર તાડકાને પણ યાદ રાખે છે.
મોદી સરકારની ઈચ્છા છે કે, દરેક રાજ્યમાં 50 ટકા બેઠક વધારીને મહિલાઓને તેમાંથી 33 ટકા બેઠકો આપવાનો સરકારનો હેતુ છે. 2023માં ગૃહમાંથી જે વચન આપ્યું હતું તેમાંથી પીછે હઠ કરી છે. આ પહેલીવાર નથી. અગાઉ શાહબાનો, ત્રિપલ તલ્લાક મામલે પણ કોંગ્રેસે પીછેહઠ કરી છે તેમ અમિત શાહે જણાવ્યું હતુ.
ભાજપે, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાતમાં પહેલીવાર મહિલા મુખ્ય પ્રધાન બનાવ્યા. આ એટલા માટે થયું કે, કોંગ્રેસે તેમના સત્તાકાળમાં એક પણ મહિલાને મુખ્યપ્રધાન બનાવ્યા નહોતા.
લોકસભામાં સંબોધન કરતા અમિત શાહે કહ્યું કે, ઓબીસીનો સૌથી મોટો વિરોધ કરનારો પક્ષ કોઈ હોય તો કોંગ્રેસ છે. ચૌધરી ચરણસિંહ અને સિતારામ કેસરીને તેમનો કાર્યકાળ પૂર્ણ ના થવા દીધો. મંડલ કમિશન વી પી સિંહ લાવ્યા. એ વખતે વિપક્ષમાં રાજીવ ગાંધી હતા. તેમણે સૌથી લાંબુ પ્રવચન મંડલ કમિશનના વિરોધમાં કર્યું હતું. કોંગ્રેસે એક પણ ઓબીસી વડાપ્રધાન નથી બનાવ્યા. મોદી ઓબીસી સમાજમાંથી આવે છે. જે પછાત જ્ઞાતિ છે. મોદી પ્રધાન મંડળના 27 પ્રધાનો ઓબીસી છે. જે મોદી સરકારના પ્રધાનોના 40 ટકા છે.
ચૂંટણીમાં જ્યારે મતવિસ્તારમાં જશો ત્યારે દેશની માતૃશક્તિ હિસાબ માગશે એ સમયે ભાગતા પણ નહીં આવડે. અહીંયા તો હો-હા હોબાળો કરીને બચી જશો પણ ત્યાં કયા જશો. વિપક્ષે એવો એક ભ્રમ ફેલાવવામાં આવ્યો હતો કે, સરકાર, સંવિધાન અને ભાજપની નીતિ અંગે જાહેરાત કરુ છુ કે, ધર્મ આધારિત નીતિ નથી. આરક્ષણ લેવાની યોગ્યતા એવી ના હોવી જોઈએ કે જે પ્રાપ્ત કરી શકે. અન્ય ધર્મના લોકો કે જેમને આરક્ષણ મળે. મુસ્લિમ બની જવાથી આરક્ષણ નહી મળે. સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત હોય અને અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિને આરક્ષણ આપવાની વાત છે. ઈન્ડિ જોડાણે તૃષ્ટિકરણ માટે મુસ્લિમ આરક્ષણની વાત કરે છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે, મહિલા અનામત અને નવા સિમાંકન અંગેના બંધારણીય સુધારા બિલ ઉપરની ચર્ચાનો જવાબ આપતા જણાવ્યું કે, વેણુગોપાલે કહ્યું કે, બિલમાં સુધારો કરવા તમે સહમત છો તો હુ કહું છુ કે, અમ સહમત છુ. આ દેશની માતૃશક્તિને કહેવા માગુ છું કે, કોંગ્રેસની એવી ચાલ છે કે, મહિલાઓેને 2029 સુધીમાં અનામતનો લાભ ના મળે. પરંતુ મોદી સરકાર ઈચ્છે છે કે, મહિલાઓને 2029ની ચૂંટણીમાં અનામતનો લાભ મળે. આજે દેશની મહિલા જોઈ રહી છે કે તેમને મળતી અનામત આડે રોડા કોણ નાખે છે.
વસ્તી ગણતરી જાતિ આધારિત કરવામાં આવશે. 140 કરોડ જનતાના મનમાં કોઈ ભ્રાંતિ ના રહે તે માટે મોદી કેબિનેટે, 2026ની વસ્તી ગણતરી જાતિના આધારે કરવાનું ઠરાવ્યું છે તે જણાવવા માંગુ છું. આ બિલ જ્યારથી આવ્યુ ત્યારેથી વિપક્ષે કેટલાક ભ્રમ ફેલાવવાનું શરૂ કર્યું છે, કે આ બિલ મારફતે જાતિ આધારિત વસ્તી ગણતરી ટાળવા માટે આ બિલ લવાયું છે. પછી ઉત્તરની સામે દક્ષિણના મુદ્દે સામ સામે કરવાનો વિપક્ષે પ્રયાસ કર્યો પરંતુ એ કહેવા માંગુ છુ કે, હાલમાં દક્ષિણ ભારતના જેટલા સાંસદો છે એટલી જ સંખ્યાબળ જળવાઈ રહેશે. વિપક્ષ ઉત્તર દક્ષિણનો ભેદ કરવા માગે છે. અહીંયા શપથ લેનારા ભારતને અખંડ રાખવાની શપથ લઈ રહ્યાં છે. જો આવી ભ્રાંતિ ફેલાવવા ઈચ્છતા હશો તો વાળ સફેદ થઈ જશે તો પણ અહીં નહી બેસી શકો.
અમિત શાહે કહ્યું કે, સિમાંકન આયોગનો એક નિયમ છે કે, દરેક મતવિસ્તારમાં જઈને જાહેર સુનાવણી કરવી પડે. જો 2029માં 33 ટકા મહિલા અનામત સાથે ચૂંટણી યોજવી પડે તો નવા સિમાંકનને આજે લાગુ કરવું પડે. અહીં એ કહેવત છે કે, જે સુઈ રહ્યાં હોય તેને જગાડી શકાય પરંતુ જે જાગતા હોય તેને ઉઠાડી ના શકાય. દરેક રાજ્યમાં 50 ટકા બેઠક વધશે. જેમાંથી 20 ટકા બેઠકો મહિલા માટે અનામત રહેશે.
અમિત શાહે કહ્યું કે, 1971માં ઈન્દિરા ગાંધીએ કેટલીક બેઠકો ફ્રિઝ કરી નાખી હતી. આ બધી બેઠકોને ફ્રિ કર્યા બાદ, નવી જોગવાઈ લાગુ થશે. આજે દેશમાં 120 બેઠકો એવી છે કે જ્યાં 48 લાખ મતદારો છે. 127 બેઠકો એવી છે 120 લાખ કરતા વધુ મતદારો છે. ડિલિમિટેશન બાદ તમામ બેઠકમાં મતદારોનું મુલ્ય એક સમાન થઈ જશે. 1972માં ઈન્દિરા ગાંધીએ 525થી વધારીને 543 કરી. 76માં સરકાર બચાવવા પરિસીમન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. એ વખતે પણ કોંગ્રેસે વંચિત રાખ્યા હતા. આજે પણ વંચિત રાખી રહ્યાં છે.
અમિત શાહે એમ પણ કહ્યું કે, જે પક્ષ એસસી એસટીના નામે સિમાંકનનો વિરોધ કરી રહ્યાં છે તેઓ એક પ્રકારે એસસી એસટીની વધનારી બેઠકોનો પણ વિરોધ કરી રહ્યાં છે.
અમિત શાહે ગૃહમાં કહ્યું કે, બિલના તથ્યનુ એટલે કે મહિલા અનામતનો વિરોધ છે. આ ત્રણ બિલનો ઉદ્દેશ સ્પષ્ટ કરવા માંગુ છુ કે, મહિલા સશક્તિકરણ માટે બંધારણ સુધારો કરીને 2029ની ચૂંટણી નવી જોગવાઈ અનુસાર કરવામાં આવે. એક વ્યક્તિ એક મતનો સિદ્ધાતને અનુસરવાનો પ્રયાસ કર્યો. 543 સભ્યો બેસે છે. કોઈની બેઠકમાં 39 લાખ તો કોઈની બેઠકમાં 60 લાખ મતદારોની સંખ્યા છે. કેટલાક સભ્યો તેમના મતદારોને મ્હો પણ નથી બતાવી શકતા.
લોકસભામાં બંધારણ સુધારણા બિલ ઉપરની ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, આ બિલ ઉપર 56 મહિલાઓએ ભાગ લીધો છે. ગઈકાલ રાત્રે 1.25 કલાક સુધી ગૃહની કાર્યવાહી ચાલી હતી. બધાએ મહિલા અનામત બિલની તરફેણ કરી છે. ઈન્ડિ એલાયન્સ સાથે જોડાયેલા પક્ષોએ મહિલા બિલનો વિરોધ કર્યો છે.
સુરત જિલ્લા કોંગ્રેસમાં મોટો ભડકો થયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મેન્ડેટ મળ્યા બાદ ફોર્મ ખેંચી લેનાર 34 જેટલા ઉમેદવારોને પક્ષમાંથી આજીવન બરતરફ કર્યા છે. સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીએ ગદ્દારી અને વિશ્વાસઘાત કરનાર માટે પક્ષના દરવાજા કાયમી બંધ કર્યા છે. પક્ષ વિરોધી કાર્ય કરનારને સુરત જિલ્લામાં ભાજપ 6 વર્ષ માટે સસ્પેડ કરી રહ્યું છે. જ્યારે કોંગ્રેસે આજીવન ડિસમિસ કરી દેતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સુરત જિલ્લામાં ચાર જિલ્લા પંચાયત બેઠકો, 21 તાલુકા પંચાયત બેઠકો, 18 નગરપાલિકા બેઠકો બિન હરીફ થઈ છે.
પંચમહાલ જિલ્લામાં ભાજપ દ્વારા પક્ષ સાથે બળવો કરી અન્ય પક્ષ કે અપક્ષમાં ઉમેદવારી નોંધાવનાર અને અન્ય પક્ષ કે અપક્ષના ઉમેદવારોને સમર્થન કરનાર કાર્યકર્તાઓને કરાયા બરતરફ
જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પ્રદેશ પ્રમુખ ની સૂચના અન્વયે કાર્યકર્તાઓને પક્ષ માંથી કરાયા સસ્પેન્ડ. જીલ્લા ભાજપના તત્કાલીન મહામંત્રી અને વર્તમાન જીલ્લા ભાજપ કારોબારી સભ્ય ધવલ દેસાઈ સહિત કુલ 17 કાર્યકર્તાઓને ભાજપ માંથી પાંચ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ. સસ્પેન્ડ કરાયેલા 17 કાર્યકરોમાં કેટલાક સક્રિય સભ્યો અને હોદ્દેદારોનો સમાવેશ. મોરવા હડફ તાલુકાના ચાર,ઘોઘંબા તાલુકાના ચાર, કાલોલ તાલુકાના છ અને ગોધરા નગરના ત્રણ મળી કુલ 17 કાર્યકર્તાઓનો સમાવેશ. સસ્પેન્ડ કરાયેલા કાર્યકરો પૈકી એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ ની અપેક્ષાઓ વ્યક્ત કરી હતી જે પૂર્ણ નહિ થતાં હાલ અપક્ષ દાવેદારી નોંધાવી ભાજપના જ ઉમેદવાર સામે ચૂંટણી લડી રહ્યા છે.
લોકસભાના મહત્વપૂર્ણ મતદાન પહેલા, પીએમ મોદીએ સોશિયલ મીડિયા X પર એક લાંબી પોસ્ટમાં કહ્યું, “સંસદ હાલમાં નારી શક્તિ વંદન કાયદામાં સુધારા પર ચર્ચા કરી રહી છે. ગઈકાલે રાત્રે 1 વાગ્યા સુધી ચર્ચા ચાલુ રહી. બિલ વિશેની કોઈપણ ગેરસમજને દૂર કરવા માટે એક સુવિચારિત પ્રતિભાવ આપવામાં આવ્યો છે. દરેક આશંકાને દૂર કરવામાં આવી છે. દરેક સભ્યને તેમની પાસે જે માહિતીનો અભાવ હતો તે પૂરી પાડવામાં આવી છે. તેમને જે પણ ચિંતાઓ હતી તેનું પણ નિરાકરણ કરવામાં આવ્યું છે.”
संसद में इस समय नारीशक्ति वंदन अधिनियम में संशोधन पर चर्चा चल रही है। कल रात भी एक बजे तक चर्चा चली है।
जो भ्रम फैलाए गए, उनको दूर करने के लिए तर्कबद्ध जवाब दिया गया है। हर आशंका का समाधान किया गया है। जिन जानकारियों का अभाव था, वो जानकारियां भी हर सदस्य को दी गई हैं। किसी के मन…
— Narendra Modi (@narendramodi) April 17, 2026
રાજકોટમાં કોર્પોરેશન ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા પાટીદાર મતદારોને રીઝવવા ખાસ કવાયત હાથ ધરાઈ છે. આ સંદર્ભમાં પાટીદાર અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ Naresh Patel સાથે ભાજપના ઉમેદવારોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સરદાર ભવનમાં યોજાયેલી આ બેઠકમાં લેઉવા પાટીદાર પ્રભુત્વવાળા વિસ્તારોના ઉમેદવારો ખાસ હાજર રહ્યા હતા અને વિવિધ વોર્ડના ઉમેદવારોે નરેશ પટેલ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં ધારાસભ્ય Ramesh Tilala પણ ઉપસ્થિત રહ્યા હતા, જેને લઈને ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.
રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ 19થી 21 એપ્રિલ દરમિયાન માવઠાં વરસી શકે છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. 19 એપ્રિલે ભાવનગર, અમરેલી, મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદ પડી શકે છે. ત્યારબાદ 20 એપ્રિલે ભાવનગર, અમરેલી, તાપી અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 21 એપ્રિલે ભાવનગર, અમરેલી, ભરૂચ અને સુરત જિલ્લામાં વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને ખાસ કરીને ખેડૂતોને સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી છે.
PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત આવશે. 26 એપ્રિલે ગુજરાતમાં આવી મતદાન કરશે. બંને નેતાઓ અમદાવાદ ખાતેના મતદાન મથકે મત આપશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરશે.
હરિવંશ સતત ત્રીજા કાર્યકાળ માટે રાજ્યસભાના ઉપસભાપતિ બન્યા છે. તેઓ બિનહરીફ ચૂંટાયા. ગૃહના નેતા જેપી નડ્ડા અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ તેમને અધ્યક્ષસ્થાને બેસાડ્યા.
રાજકોટ જિલ્લામાં આનંદપર નવા ગામ ખાતે યોજાયેલી ભાજપની સભા દરમિયાન અચાનક હંગામો સર્જાયો હતો. સભા વચ્ચે બે મહિલાઓ વચ્ચે છૂટ્ટાહાથની મારામારી શરૂ થઈ ગઈ હતી, જેમાં એકબીજાના ચોટલા ખેંચવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ઘટનાથી સ્થળ પર હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો. બાદમાં સભામાં હાજર ભાજપના કાર્યકરોએ વચ્ચે પડીને બંને મહિલાઓને છૂટા પાડ્યા હતા. હાલ બંને મહિલાઓ વચ્ચે થયેલી મારામારીનું ચોક્કસ કારણ અકબંધ છે.
ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી શાંતિવાર્તા અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump એ મોટું નિવેદન આપતાં કહ્યું છે કે Iran પરમાણુ હથિયાર ન રાખવા માટે સહમત થયું છે અને તે એટલી હદ સુધી તૈયાર છે કે “એટમિક ડસ્ટ” પણ પરત સોંપશે. ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું કે ઇરાન જેવા દેશ પાસે પરમાણુ હથિયાર હોવું સ્વીકાર્ય નથી. તેમણે વધુમાં કહ્યું કે ઇરાન અમેરિકાની મોટાભાગની શરતો પર સહમત થઈ ગયું છે અને બંને દેશો વચ્ચે ડીલ થવાની પ્રક્રિયા ખૂબ નજીક પહોંચી ગઈ છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, આવનારા સપ્તાહના અંત ભાગમાં ઇરાન સાથે ફરી એક વખત મહત્વપૂર્ણ ચર્ચા યોજાવાની છે, જે અંતિમ સમજૂતી માટે નિર્ણાયક બની શકે છે.
ઇઝરાયલ અને લેબનોન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે હવે 10 દિવસના યુદ્ધવિરામ (સીઝફાયર)ની જાહેરાત કરવામાં આવી છે, જે રાત્રે 2:30 વાગ્યાથી અમલમાં આવી હોવાનું જણાવાયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump એ આ સીઝફાયરની જાહેરાત કરતાં જણાવ્યું કે બંને દેશો આ સમયગાળા માટે લડાઈ રોકવા સંમત થયા છે. તેમણે કહ્યું કે Benjamin Netanyahu અને જોસેફ વચ્ચે સકારાત્મક ચર્ચા થઈ હતી અને વોશિંગ્ટનમાં બંને દેશોના નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે અત્યાર સુધી 9 યુદ્ધોને પૂર્ણ કરાવવામાં તેમણે ભૂમિકા ભજવી છે અને આ તેમનું 10મું પ્રયત્ન છે. આ સીઝફાયરમાં Hezbollah પણ સામેલ રહેશે. તેમણે યોગ્ય સમયે લેબનોનની મુલાકાત લેવાની વાત પણ કરી. શાંતિ પ્રક્રિયાને આગળ વધારવા માટે JD Vance અને Marco Rubio ને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
Published On - 7:24 am, Fri, 17 April 26