
આજે 14 સપ્ટેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Ind vs Pak, Asia Cup 2025: કેપ્ટન સૂર્યકુમાર યાદવે શાનદાર સિક્સર ફટકારી ભારતને અપાવી યાદગાર જીત, ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું, સૂર્યાએ સૌથી વધુ 47 રન ફટકાર્યા, ભારત પપોઇન્ટ ટેબલમાં ટોપ પર. પાકિસ્તાનની કારમી હાર
Ind vs Pak, Asia Cup 2025: ભારતને ત્રીજો ઝટકો, તિલક વર્મા 31 રન બનાવી થયો આઉટ, 31 બોલમાં 31 રન બનાવી થયો આઉટ, સૈમ અયુબે લીધી ત્રીજી વિકેટ
India vs Pakistan, Asia Cup: ભારતને બીજો ઝટકો, અભિષેક શર્મા 31 રન બનાવી આઉટ, સૈમ અયુબે લીધી બીજી વિકેટ, પાકિસ્તાનને અપાવી બીજી સફળતા, ભારતના બંને ઓપનર પોવેલિયન ભેગા.
Ind vs Pak: ભારતને પહેલો ઝટકો, શુભમન ગિલ 10 રન બનાવી આઉટ, સૈમ અયુબે લીધી વિકેટ
India vs Pakistan: ભારતની મજબૂત શરૂઆત, પહેલી જ ઓવરમાં ફટકાર્યા 12 રન, અભિષેક શર્માએ ચોગ્ગા સાથે કરી શરૂઆત, બીજા જ બોલ પર ફટકારી જોરદાર સિક્સર
India vs Pakistan Match : પાકિસ્તાને ભારતને જીતવા 128 રનનો આપ્યો ટાર્ગેટ, કુલદીપ યાદવની 3 વિકેટ, શાહીન શાહ આફ્રિદીની દમદાર બેટિંગ, 16 બોલમાં 33 રન ફટકાર્યા, કુલ 4 છગ્ગા ફટકાર્યા
બુમરાહે ભારતને અપાવી નવમી સફળતા, સુફિયાન મુકીમને કર્યો ક્લીન બોલ્ડ
India vs Pakistan, Asia Cup: વરુણ ચક્રવર્તીએ ભારતને આઠમી સફળતા અપાવી, ફહીમ અશરફ સસ્તામાં આઉટ
Ind vs Pak Match: કુલદીપ યાદવે ભારતને સાતમી સફળતા અપાવી, સાહિબજાદા ફરહાન 40 રન બનાવી આઉટ, હાર્દિક પંડયાએ પકડી કેચ, પાકિસ્તાનની ખરાબ બેટિંગ
કુલદીપની બે બોલમાં બે વિકેટ, કુલદીપ યાદવ હેટ્રીક પર
India vs Pakistan, Asia Cup: પાકિસ્તાનની અડધી ટીમ પોવેલિયન ભેગી, કુલદીપ યાદવે હસન નવાબને કર્યો આઉટ. અક્ષર પટેલે પકડ્યો કેચ. 13 મી ઓવરમાં જ પાકિસ્તાનની અડધી ટીમ ઢેર.
Ind vs Pak Match: 10 ઓવરમાં 49 રન પર પાકિસ્તાને ગુમાવી 4 વિકેટ, અક્ષર પટેલે પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાને કર્યો આઉટ
Ind vs Pak, Asia Cup 2025: પાકિસ્તાનને ત્રીજો ઝટકો, અક્ષર પટેલે ફખર ઝમાનને કર્યો આઉટ
India vs Pakistan Match : પાવરપ્લે બાદ પાકિસ્તાનનો સ્કોર 42/2, બે વિકેટ જલ્દી ગુમાવ્યા બાદ પાકિસ્તાનની મક્કમ બેટિંગ
Ind vs Pak, Asia Cup 2025 : બીજી ઓવરમાં પાકિસ્તાનને બે ઝટકા, હાર્દિક પંડયા બાદ બૂમરાહે લીધી વિકેટ, મોહમ્મદ હારીસે સસ્તામાં આઉટ
Ind vs Pak Match: પહેલી જ ઓવરમાં પાકિસ્તાનને ઝટકો, હાર્દિક પંડયાએ સૈમ અયુબની લીધી વિકેટ, પાકિસ્તાન 0-1
India vs Pakistan, Asia Cup : પાકિસ્તાન સામે ટોસ હાર્યા બાદ સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સલમાન આગા સાથે હાથ ન મિલાવ્યો.
Ind vs Pak : દુબઈમાં જે પીચ પર મેચ રમાઈ રહી છે તે ખૂબ જ સૂકી છે, મેચ આગળ વધવાની સાથે આ પીચ ધીમી થતી જશે અને બેટ્સમેનોને શોટ રમવામાં મુશ્કેલી પડશે. આ જ કારણ છે કે પાકિસ્તાને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું છે.
India vs Pakistan: બંને ટીમોની પ્લેઈંગ ઇલેવનમાં કોઈ ફેરફાર નહીં, અર્શદીપ સિંહ ફરી પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર
India vs Pakistan Match : અભિષેક શર્મા, શુભમન ગિલ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી.
Ind vs Pak Match : સાહિબજાદા ફરહાન, સૈમ અયુબ, ફખર ઝમાન, સલમાન આગા, હસન નવાઝ, મોહમ્મદ હરિસ, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, સુફિયાન મુકીમ અને અબરાર અહેમદ.
Ind vs Pak : એશિયા કપ 2025ના મહામુકાબલામાં ભારત-પાકિસ્તાનની ટક્કર, પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો લીધો નિર્ણય, ટીમ ઈન્ડિયા પહેલા બોલિંગ કરશે.
India vs Pakistan : ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં મેચ, રાત્રે 8 વાગ્યાથી રમાશે મેચ.
વરસાદી સિઝન પૂર્ણ થવા આવી છે ત્યારે છોટાઉદેપુરમાં હજી ધોધમાર વરસાદ પડે છે. સાંજના સમયે છોટાઉદેપુરમાં અચાનક જ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જાણે નદી હોય તેવા પાણી વહેતું થયું હતું.
ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડિયમની માગ ઉઠી છે. સરકાર એક તરફ ખેલો ઈન્ડિયાની વાત કરે છે. પરંતુ દેશને ક્રિકેટ સહિત અનેક રમતવીરો આપનાર ભાવનગરવાસીઓની આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડિયમની માગ હજૂ પૂરી થઈ નથી. શહેરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ ન હોવાથી અનેક પ્રતિભાશાળી યુવક-યુવતીઓ તક મળતી નથી. સાથે રમતપ્રેમીઓને પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ નિહાળવા અમદાવાદ, રાજકોટ, મુંબઈ સહિતના સ્થળે જવુ પડતુ હોય છે… જેથી ઘણા લાંબા સમયથી ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની વાત ચર્ચા થાય છે. પરંતુ હવે ભાવનગરવાસીઓ આ ચર્ચાનો અંત લાવી. કોઈ નિર્ણય લેવાની માગ કરી રહ્યા છે.
જુનાગઢ જેલના કેદી રસિક બાંભણિયાને દીવ કોર્ટમાં મુદત માટે લઈ જવામાં આવ્યો. પરંતુ મુદત પછી પોલીસ જાપતાના કર્મચારીઓએ તેને દીવની એક હોટલમાં રાખ્યો. જ્યાં આરોપીએ પોલીસને પાર્ટી આપી હતી અને પોતે લગભગ 5 કલાક સુધી મિત્રો સાથે બહાર પણ રહ્યો. એક તરફ પોલીસ પાર્ટીમાં મસ્ત હતી, તો બીજી તરફ આરોપી પાંચ કલાક સુધી મુક્તપણે ફરતો રહ્યો. સમગ્ર ઘટના સામે આવતાં જ SPએ PSI એચ.એમ કટારા, હેડ કોન્સ્ટેબલ અનિલ મણવર તથા કોન્સ્ટેબલ ચેતન પરમારને સસ્પેન્ડ કર્યા છે. 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કરાતા સમગ્ર પોલીસ બેડામાં હલચલ મચી ગઇ છે.
અમદાવાદઃ બિલ્ડર હિંમત રૂડાણી હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. બિલ્ડર મનસુખ લાખાણીએ હિંમત રૂડાણીની હત્યા કરાવી હોવાનુ તપાસમાં ખૂલ્યુ ચે.
બિલ્ડર હત્યા કેસની પોલીસ તપાસમાં સ્ફોટક વિગતો સામે આવી છે. હિંમત રૂડાણી અને મનસુખ લાખાણી વચ્ચે મારામારી થઈ હતી. આ મુદ્દે રૂડાણીએ લાખાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. લાખાણીનો પુત્ર કિંજલ રૂડાણીના પુત્રને સાઇટ પર બેસવા નહોતો દેતો, બુકિંગ અંગેના નિર્ણય પણ લાખાણીનો પુત્ર કિંજલ લાખાણી જ કરતો હતો. આ વિવાદને લઇને બંને બિલ્ડરો વચ્ચે લાંબા સમયથી માથાકૂટ ચાલતી હતી. જમીન વિવાદમાં હિંમત રૂડાણીની હત્યા થઈ હતી. હત્યા કેસમાં ઓઢવ પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ભૃણહત્યાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. થાનની આશીર્વાદ હોસ્પિટલમાં ગેરકાયદે ભૃણહત્યા થઈ હોવાનો ખુલાસો થતા ચકચાર મચી છે.
સામાજિક રીતે અપરાધ ગણાતી અને કાયદેસર રીતે પણ પ્રતિબંધિત ભૃણહત્યા મામલે હવે સીધા હોસ્પિટલ સંચાલકો જ ફસાયા છે. આરોગ્ય વિભાગની તપાસમાં કાંડ બહાર આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મહિલા સહિત ત્રણ લોકોને અટકાયત કરી છે. આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન ભૃણહત્યા કરાઈ હોવાનો ખુલાસો થતાં આરોગ્ય અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે થાનગઢ પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલ સંચાલક સામે ગુનો દાખલ થયો છે. આ બનાવ અંગે DySP સહિતના અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. હોસ્પિટલ સંચાલકો સામે કડક કાનૂની કાર્યવાહી થશે તેવી ચર્ચા ચાલી રહી છે.
નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મનપાએ. ગરબાનું આયોજન કરતી સંસ્થાઓ માટે કેટલાક નવા નિયમો લાગુ કર્યા છે.ગરબા સ્થળ પર દુર્ઘટના ન ઘટે અને ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મનપાએ કડક નિયમ લાગુ કર્યા છે. પાર્ટી પ્લોટ, ક્લબ અને મોટા મેદાનોમાં ગરબાનું આયોજન કરનારા આયોજકો માટે હવે ફાયર બ્રિગેડની પરવાનગી લેવી ફરજિયાત છે. ગરબાના સ્થળો પર રસોઈ માટે ગેસ સિલિન્ડર કે જ્વલનશીલ પદાર્થ રાખવા પર પ્રતિબંધ મુકાયો છે. જેના કારણે ગરબા ગ્રાઉન્ડ નજીક કોઈ ફૂડ કોર્ટ હોય તો તેમાં સિલિન્ડર રાખી શકાશે નહીં. ઇમરજન્સીની સ્થિતિમાં લોકો સરળતાથી બહાર નીકળી શકે તે માટે ગરબાના સ્થળે ઓછામાં ઓછા બે એક્ઝિટ ગેટ રાખવા પડશે.આ ઉપરાંત ઇલેક્ટ્રિક સબ-સ્ટેશન, ટ્રાન્સફોર્મર, કે હાઈ-ટેન્શન લાઈન નજીક ગરબાનું આયોજન થઈ શકશે નહીં. ગરબા આયોજકોએ તમામ મંજૂરી મેળવીને સુરક્ષાની બાંયધરી આપવી પડશે. દરેક ચોરસ મીટરે માત્ર એક જ વ્યક્તિને પ્રવેશ આપવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આયોજકોએ દરરોજ કેટલા લોકોએ મુલાકાત લીધી તેનો રેકોર્ડ પણ રાખવો પડશે.
સુરતમાં પ્રતિષ્ઠિત બ્રાન્ડની નકલી બેગ બનાવતા વેપારીઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. કારખાનાના માલિક સહિત બે લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે.
ઉધનાની ઉમા ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટમાં આવેલા કારખાનામાંથી પ્રતિષ્ઠિત બ્રાન્ડની નકલી બેગ બનાવાઈ રહી હતી. પોલીસે કાર્યવાહી કરતાં કારખાનાના માલિક મહંમદ શહેઝાદ, મહંમદ સત્તાર આલમ અને ઇફતેખાર અહેમદીને ઝડપી પાડ્યા છે. કારખાનામાંથી મોટી સંખ્યામાં નકલી બેગ જપ્ત કરવામાં આવી છે. જેમા પુમા કંપનીની 272 બેગ, ડિઝલ કંપનીની 60 સ્કૂલ બેગ અને ડિઝલ એડવેન્ચરની 623 મોટી ટ્રાવેલ બેગનો સમાવેશ થાય છે. પોલીસે કામગીરી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
સુરતમાં ગોડાદરા વિસ્તારમાં રિક્ષાએ એક પરિવારના 4 લોકોને અડફેટે લીધા છે. ગોડાદરાની ધ્રુવ પાર્ક સોસાયટી નજીક બની ઘટના બની છે. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ચે. મંદિર જઈ રહેલા મહિલા અને બાળકને પૂરપાટ ઝડપે આવતી રિક્ષાએ અડફેટે લીધા હતા અને ઘટનામા એક મહિલા અને તેના બાળકોને ઈજા પહોંચી છે. ત્રણ વર્ષના બાળક અને 8 વર્ષની બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સૈારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત સર્જી રિક્ષાચાલક રિક્ષા મુક ફરાર થયો છે.
અમરેલીના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને ધોધમાર વરસાદ પડ્યો છે. શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયુ છે. વિરામ બાદ ફરી વરસાદ આવતા ખેડૂતો ખૂશ થયા છે.
પોરબંદર: ઈન્દિરાનગરમાં મિની ક્લબમાં જુગારધામનો પર્દાફાશ થયો છે. 1 લાખ 80 હજારના મુદ્દામાલ સાથે 11 જુગારીની કરી ધરપકડ. ક્લબ સંચાલક સિવાય તમામ આરોપી જૂનાગઢ જિલ્લાના છે. પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી.
અમદાવાદના કાંકરિયા લેક નજીક યુવકને માર મારવાનો વીડિયો વાયરલ થયો છે. ગીતા મંદિર વિસ્તારમાં રહેતા યુવકોએ રિક્ષામાં બેઠેલા યુવકને ઘેરીને હુમલો કર્યો હતો. ચપ્પુ બતાવી અપશબ્દો બોલવામાં આવ્યા. આરોપી નશાની હાલતમાં પીડિત પાસે પૈસા માગી રહ્યો હતો. હુમલાનો વીડિયો 11મી તારીખનો હોવાનું ખુલ્યું છે. કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી બંને આરોપીને ઝડપી લીધા છે.
અમદાવાદના ઓઢવ વિરાટનગર ખાતે બિલ્ડર હિંમત રૂદાણીની કરાયેલ હત્યા સંદર્ભે નવો ખુલાસો થયો છે. બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા માટે સોપારી અપાઈ હોવાનો ખુલાસો થયો છે. હત્યા કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ બાદ મોટો ખુલાસો થવા પામ્યો છે. અન્ય બિલ્ડરે હિંમત રૂડાણીની હત્યા કરાવી હોવાનું સામે આવ્યું છે. ઓઢવ પોલીસે અન્ય બિલ્ડરની પૂછપરછ શરૂ કરી છે. અગાઉની છેતરપિંડી અને પૈસાની લેતીદેતી માટે હત્યા કરાવવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
અમદાવાદના એરપોર્ટ પરથી વધુ એક ફ્લાઈટ ખોટકાઈ. ઈન્ડિગો એરલાઈનના મુસાફરો થયા પરેશાન. અમદાવાદ – ગુવાહાટી જતી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ટેકનિકલ ખામીને કારણે 4 કલાકથી મુસાફરોનો રઝળપાટ થયો છે. 8:20 એ ઉપડતી ફ્લાઇટ હજુ પણ નથી ભરી શકી ઉડાન. એરલાઈનની બેદરકારીને કારણે 4 કલાકથી મુસાફરો થયા પરેશાન. વૈકલ્પિક વ્યવસ્થા બાદ હવે 12:30 કલાકે વિમાન થશે ટેક ઓફ. ટેકનિક
ઓઢવમાં બિલ્ડર હિંમત રૂદાણીની હત્યાનો મામલે પોલીસે 3 વ્યક્તિની રાજસ્થાનના શિરોહીથી ધરપકડ કરી છે.
ઓઢવ પોલીસે બિલ્ડરની હત્યાના ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે. રાજસ્થાનના શિરોહીથી હત્યા કેસના આરોપીઓનીધરપકડ કરવામાં આવી છે. હત્યામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ઝડપાયા છે. મર્સિડીઝ કારની ડેકીમાંથી બિલ્ડરનો મૃતદેહ મળ્યો હતો. હત્યા પાછળ પૈસાની લેતીદેતી કે અન્ય કારણ તેની તપાસ શરૂ.
ગીર સોમનાથના તાલાલામાં ચાર દિવસ પહેલા બાઇક અથડાવવા મુદ્દે થયેલ બે જૂથ વચ્ચેની અથડામણમાં પોલીસે 19 લોકોની ધરપકડ કરી છે. બાઈક અડી જવાના મુદ્દે બે જૂથ વચ્ચે ધીંગાણું થવા પામ્યું હતું, પોલીસે 19 આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. 22 થી વધુ સામે ગુનો નોંધાયો હતો. હજુ પણ અનેક આરોપી ફરાર
સુરત શહેરના ઉધનામાં બ્રાન્ડેડ કંપનીની ડુપ્લીકેટ બેગ બનાવવાનુ કારખાનું પકડાયું છે. પોલીસે 4.77 લાખના મુદ્દામાલ સાથે 2 વ્યક્તિની ધરપકડ કરી છે. ઉધના ઉમા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં પોલીસના દરોડા પાડ્યા હતા. કારખાનામાં પુમા, ડીઝલ જેવી બ્રાંડેડ કંપનીના ડુપ્લિકેટ સ્કૂલ બેગ બનાવવામાં આવતું હતું. કંપનીમાંથી પુમા કંપનીની 272, ડિઝલ કંપનીની 60 સ્કૂલ બેગ તથા ડિઝલ એડવેન્ચર 623 નંગ મોટી ટ્રાવેલ બેગ મળી આવી છે. ઉધના પોલીસે કારખાનેદાર મો.સહેજાદ મો. સત્તાર આલમ, ઇફતેખાર ઇકબાલ અહમેદી સલમાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં હોટલની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયુ છે. જહાંગીપુરામાં ચાલતું હતું કુટણખાનુ. 13 લલનાઓ સહિત 5 ગ્રાહક અને 4 સંચાલક ઝડપાયા છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જહાંગીરપુરા પોલીસ સ્ટેશનની હદમાં ચાલતું હતું કુટણખાનુ. ઝડપાયેલ 13 લલના થાઇલેન્ડ નિવાસી હોવાનુ તપાસમાં સામે આવ્યું છે.
વધુ કાર્યવાહી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 1,72,622 ક્યુસેક પાણીની આવક થવા પામી છે. નર્મદા ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેની સામે નર્મદાના 10 ગેટમાંથી 1,41,736 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 136.40 મીટરે પહોંચી છે. નર્મદા ડેમના 10 દરવાજા 1.05 મીટર ખોલવામાં આવ્યા છે. 24 કલાકમાં સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં 9 સેમીનો વધારો થયો છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.
ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર મોડી રાત્રે સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિનુ મોત થયું છે. મોડી રાત્રે બંધ ટ્રક પાછળ આઈસર પાછળ ધુસી જતા અકસ્માતમાં એક નું મોત થયુ અને એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ભાદરોડ નજીક અકસ્માત બન્યો હતો. તેમાં બંધ પડેલ ટ્રક પાછળ આઇસર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. એક વ્યકિતનું ધટના સ્થળે મૃત્યુ નિપજ્યું ત્યારે અન્ય વ્યક્તિ ને ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 108 મારફતે મહુવાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આઇસર ટ્રકમા બે વ્યક્તિ હતા. તેમાં ડ્રાઇવરનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું ક્લીનર ઇજા પહોંચી છે.
ગીર સોમનાથના તાલાલામાં હનીટ્રેપનો મામલો સામે આવ્યો છે. એક સગીર યુવતી સહિત 4 સામે ફરિયાદ નોંધાઈ છે. ભોજદે ગામના યુવાનને હનીટ્રેપમાં ફસાવી માર મારીને 10 લાખ માંગ્યા હતા. પોલીસે અપહરણ, લૂંટ, ખંડણી અને પૂર્વ આયોજિત કાવતરા સહિતની કલમો લગાવી છે. ભોજદે ગામના પીડિત યુવક સાથે ગીતા રબારી નામ આપી મહિલાએ દોસ્તી કરી અને મેસેજ કરી મળવા બોલાવ્યો હતો. ત્યારબાદ અન્ય આરોપી બાઈકમાં આવી પીડિતનો મોબાઈલ ઝુંટવી પીડિતની જ કારમાં અપહરણ કરી 7 હજાર રૂપિયા પડાવ્યા હતા અને કારમાં તોડફોડ કરી માર માર્યો અને 10 લાખની માંગ કરી હતી. સમગ્ર મામલે રાત્રે તાલાલા પોલીસમાં ફરિયાદ નોંધાતા ચાર લોકોને રાઉન્ડઅપ કર્યા છે.
ભરૂચના અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં ભીષણ આગનો બનાવ બન્યો છે. સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતાફરી મચી જવા પામી છે. ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડયા હતા. 6 થી વધુ ફાયર ટેન્ડરોએ આગ પર કાબુ મેળવ્યો. આગના પગલે નજીકમાં આવેલ સંજાલી ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
મહેસાણામાં આવેલ APN સલ્ફર પ્લાન્ટમાં લાગેલી આગમાં બે શ્રમિકોના મોત થયા છે. મહેસાણા બહુચરાજી હાઈવે સામેત્રા નજીકની ઘટના ઘટી છે. રાત્રી દરમ્યાન સલ્ફર પ્લાન્ટમાં લાગી હતી આગ. ઘટનાનો કોલ મળતા ફાયર ફાયર ટીમ પહોંચી હતી. ટીમ પહોંચી તે સમયે આગ કાબુમા આવી ગઈ હતી. સ્થળ પર બે શ્રમિકોના મોત થયા હતા. અન્ય ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યા. સલ્ફર ફેક્ટરી માં આગ કે અન્ય કારણથી મોત તપાસ ચાલુ.
અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. અમદાવાદના વિરાટનગરમાં તીક્ષ્ણ હથિયાર વડે બિલ્ડરની હત્યા કરવામાં આવી છે. બિલ્ડરની મર્સડીઝ ગાડીમાંથીજ તેનો મૃતદેહ મળ્યો હતો. બિલ્ડરની ઓળખ હિંમત રૂદાણી તરીકે થઈ છે. હત્યાની જાણ થતા જ, ઓઢવ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બિલ્ડરની હત્યા કોણે કરી, શા માટે કરી, હત્યારા કઈ દિશામાં ભાગ્યા છે વગેરે મુદ્દે પોલીસે સીસીટીવી અને કોલ રેકોર્ડના આધારે તપાસ હાથ ધરી છે.
કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભચાઉમાં 2.6 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 15 કિમી દૂર હોવાનું સામે આવ્યું છે.
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે રવિવારે મહેસુલી તલાટીની પરીક્ષા યોજાશે. કુલ 2384 જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન હાથ ધરાયું છે. 2384 જગ્યાની સાથે 3.99 લાખ ઉમેદવારોએ પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કર્યા છે. રાજ્યના 23 જિલ્લાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 1384 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવાશે.
Published On - 7:21 am, Sun, 14 September 25