8 જુલાઈના મહત્વના સમાચાર : ગુજરાતમાં 226 વ્યાજખોરો સામે 134 FIR દાખલ

|

Jul 08, 2024 | 9:52 PM

Gujarat Live Updates : આજ 8 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

8 જુલાઈના મહત્વના સમાચાર : ગુજરાતમાં 226 વ્યાજખોરો સામે 134 FIR દાખલ

Follow us on

વડાપ્રધાન મોદી આજથી રશિયાના બે દિવસીય પ્રવાસે છે. 22માં ભારત-રશિયા વાર્ષિય શિખર સંમેલનમાં તેઓ ભાગ લેશે. શાંતિપૂર્ણ માહોલમાં ગુજરાતમાં 210 જેટલી રથયાત્રા પૂર્ણ થઇ. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવી છે. ડાંગના સાપુતારા પાસે ઘાટ માર્ગમાં સુરતથી આવેલી બસ પલટી. બસમાં 65થી વધુ લોકો હતા સવાર, બે બાળકોના મોત થયા છે.  સુરતના સચિન GIDCમાં ઇમારત ધરાશાયી થવા મામલે 3 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બિલ્ડરના પત્ની, પુત્ર અને ભાડું લેનાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નેપાળથી ઉત્તરાખંડ સુધી ભારે વરસાદ અને પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. બિહારના અનેક જિલ્લામાં ઘોડાપૂર, ઉત્તરપ્રદેશમાં એલર્ટ આપવામાં આવ્યુ છે.  મુંબઇમાં હિટ એન્ડ રન કેસમાં વર્લી પોલીસે કાર્યવાહી કરી છે. લાંબી પુછપરછ બાદ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Jul 2024 06:31 PM (IST)

    ગુજરાતમાં 226 વ્યાજખોરો સામે 134 FIR દાખલ

    ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસમાંથી નાગરિકોને મુક્ત કરાવવાના હેતુથી સરકારની સુચનાને લઈને પોલીસે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. જેના ભાગરુપે ગુજરાતમાં 226 વ્યાજખોરો સામે 134 એફઆઈઆર દાખલ થઈ છે. ગુજરાતમાં 21 જુનથી યોજાયેલી વ્યાજખોરો સામેની ખાસ ઝુંબેશમાં 568 લોકદરબાર યોજવામાં આવ્યા હતા. જેમા 32 હજારથી વધુ નાગરિકોએ ભાગ લીધો હતો.

  • 08 Jul 2024 06:25 PM (IST)

    વરલી હિટ એન્ડ રન કેસના આરોપીને મળ્યા જામીન

    મુંબઈના વરલી હિટ એન્ડ રન કેસના મુખ્ય આરોપી રાજેશ શાહને જામીન મળી ગયા છે. કોર્ટે રાજેશ શાહને રૂ. 15,000ની રોકડ રકમ પર જામીન આપ્યા છે.


  • 08 Jul 2024 04:35 PM (IST)

    રાજકોટમાં સ્વાદ રસિયાઓ માટે માઠા સમાચાર, 10મીએ ખાણી પીણી સાથે જોડાયેલ વેપારીઓ પાળશે બંધ

    રાજકોટમાં સ્વાદ રસિયાઓ માટે માઠા સમાચાર છે. આગામી 10મીએ ખાણી પીણી સાથે જોડાયેલ વેપારીઓ એક દિવસ માટે બંધ પાળશે. મનપા દ્વારા આડેધડ સિલીંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના વિરોધમાં, ખાણી પીણી સાથે જોડાયેલ વેપારીઓ બંધ પાળશે. આ બંધમાં હોટેલ, રેસ્ટોરન્ટ, કાફે, પાર્ટી પ્લોટ, બેંકવેટ હોલ, કેટરસ સહિતના ધંધાર્થીઓ જોડાશે. અગાઉ વેપારીઓ દ્વારા મનપાને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેનુ કોઈ ફળદાયી પરિણામ ના આવતા આખરે બંધ પાળીને TRP ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ મનપા દ્વારા કરવામાં આવી રહેલ સિલીંગની કાર્યવાહી નો વિરોધ કરશે.

  • 08 Jul 2024 04:27 PM (IST)

    કચ્છમાં આજે સવાર બાદ સાંજે ફરીથી અનુભવાયો ભૂકંપનો આંચકો

    સિસ્મેક ઝોન-5માં સમાવેશ થતા કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ આવતા રહે છે. આજે પણ કચ્છમાં સાંજે 4.10 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સાંજે 4  વાગીને 10 મીનીટે આવેલા ભૂકંપની તીવ્રતા 3.3ની નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 10 કિલોમીટર દૂર ઉત્તર ઉત્તર-પૂર્વમાં હતું. આજે સવારે 4.45 કલાકે પણ કચ્છના ખાવડા નજીક 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

     

  • 08 Jul 2024 04:16 PM (IST)

    અમદાવાદના વસ્ત્રાલમાં ચાલતી કારમાં લાગી આગ

    અમદાવાદના વસ્ત્રાલમાં કર્ણાવતી મેગામોલ પાસે ચાલતી કારમાં એકાએક આગ લાગી હતી. કારચાલક સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા બચાવ થવા પામ્યો હતો. ફાયર બ્રિગેડ અને રામોલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • 08 Jul 2024 02:54 PM (IST)

    રાજ્યમાં સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી

    રાજ્યમાં સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. હવામાન વિભાગે વરસાદને લઈ અનુમાન વ્યક્ત કર્યું છે. કેટલાક જિલ્લામાં ઓરેન્જ તો કેટલાક જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. સાત દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની સંભાવના છે.

  • 08 Jul 2024 02:49 PM (IST)

    રાજકોટ: 10 તારીખે રાજકોટમાં નહીં મળે બહારનું જમવાનું

    રાજકોટ: 10 તારીખે રાજકોટમાં બહારનું ખાવાનું નહીં મળે. મનપાની કાર્યવાહી સામે વેપારીઓમાં રોષ ભભૂક્યો છે. 10 તારીખે ખાણી પીણીના ધંધાર્થીઓ એક દિવસ બંધ પાળશે. મનપા દ્વારા આડેધડ સિલીંગની કાર્યવાહી કરતા વિરોધ કરી બંધ પાળશે. હોટેલ,રેસ્ટોરન્ટ,કાફે, કેટરસ સહિતના ધંધાર્થીઓ એક દિવસ બંધ પાળશે. અગાઉ વેપારીઓ દ્વારા મનપાને રજૂઆત કરવામાં આવી હતી. TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ મનપા દ્વારા સિલીંગની કાર્યવાહી કરવામાં આવી હતી.

  • 08 Jul 2024 02:14 PM (IST)

    અમદાવાદ: GTUના મહિલા અધ્યાપિકાએ કરી ફરિયાદ

    અમદાવાદ: GTUના મહિલા અધ્યાપિકાએ ફરિયાદ કરી છે. વડા પ્રોફેસર એસ.ડી. પંચાલ સામે જાતીય સતામણીની ફરિયાદ કરી છે. PHD અભ્યાસ દરમિયાન અધ્યાપિકા સામે ખોટી માંગણી કર્યાનો આક્ષેપ છે. એસ.ડી. પંચાલ કેબિનમાં બોલાવીને અસભ્ય વર્તન કરતા હોવાનો આક્ષેપ છે. કેરિયર બગાડી દેવાની ધમકી આપતા હોવાની પણ ફરિયાદ છે. 4 વર્ષથી જાતીય સતામણી કરતા હોવાની ફરિયાદ નોંધાઇ છે. યુનિવર્સિટીએ તપાસ માટે 6 સભ્યોની કમિટી બનાવી છે.

  • 08 Jul 2024 01:36 PM (IST)

    સુરતમાં વધુ એક સ્કૂલ વાન પલટી

    સુરતઃ કીમ-ઓલપાડ હાઇવે પર મુળદ પાટિયા નજીક સ્કૂલવાન પલટી જવાની ઘટના બની છે. પૂરપાટ ઝડપે જઇ રહેલી સ્કૂલવાન અચાનક પલટી ગઇ હતી. સામેથી અન્ય સ્કૂલવાન બસ આવતા કાબૂ ગુમાવ્યો હતો. સ્કૂલવાનમાં સવાર વિદ્યાર્થીઓ પૈકી 6 બાળકોને ઇજા થઇ છે. સ્કૂલવાનમાં કુલ 9 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. સ્કૂલવાન પલટી જવાની ઘટના CCTVમાં કેદ થઇ છે. કીમ પોલીસે CCTV આધારે તપાસ હાથ ધરી છે.

  • 08 Jul 2024 12:49 PM (IST)

    વલસાડ: મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરતા 3 યુવકોને પડ્યો મેથી પાક

    વલસાડ: મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરતા 3 યુવકોને મેથી પાક પડ્યો છે. સુરતના લોકો દમણ આવ્યા હતા ત્યારે બબાલ થઇ હતી. દમણમાં થયેલી બબાલ વલસાડ સુધી પહોંચી હતી. જોધપુર સ્વીટ પાસે જાહેર રોડ પર નશામાં ધુત યુવકોને માર પડ્યો. ત્રણે યુવકોને માર પડતા જોધપુર સ્વીટમાં ઘુસી ગયા હતા. પોલીસે ત્રણેય લોકોની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી.

  • 08 Jul 2024 11:43 AM (IST)

    કમોસમી વરસાદથી થયેલા નુકસાનની ખેડૂતોને વળતર આપવાની જાહેરાત

    કમોસમી વરસાદથી થયેલા નુક્શાનીના વળતરને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. માર્ચ અને મેં 2024 માં થયેલા કમોસમી વરસાદની સહાય ચુકવવાની શરૂઆત કરાઇ છે. માર્ચ 2024માં સાબરકાંઠા, મહેસાણા,ખેડા અને અરવલ્લીના 9674 ખેડૂતો સહાય ચૂકવાશે. મે 2024માં નર્મદા સુરત અને વલસાડ જિલ્લાના 1369 ખેડૂતોને સહાય ચૂકવાશે. SDRF ના નોમ્સ પ્રમાણે સહાય ચુકવવામાં આવશે.

  • 08 Jul 2024 11:32 AM (IST)

    જૂનાગઢ: બિલખામાં ગેરકાયદેસર સરકારી અનાજનું ગોડાઉન ઝડપાયું

    જૂનાગઢ: બિલખામાં ગેરકાયદેસર સરકારી અનાજનું ગોડાઉન ઝડપાયું છે. ગોડાઉનમાંથી કુલ 16,900 કિલો અનાજ ઝડપાયું છે. 7,350 કિલો ઘઉં, 1,750 કિલો ચોખા પકડાયા છે. કુલ 9.25 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વહીવટ વિભાગ દ્વારા ગેર કાયદેસર સરકારી અનાજના ગોડાઉન ઉપર દરોડા પડાયા હતા.

  • 08 Jul 2024 11:22 AM (IST)

    વલસાડ: જિલ્લામાં બુટલેગરો બન્યા બેફામ

    વલસાડ: જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા છે. દારૂ ભરેલી કારે ત્રણ લોકોને અડફેટે લેતા ઇજાગ્રસ્ત થયા છે. દારૂ ભરેલી કારે બાઈક સવારને અડફટે લીધા બાદ કારે પલટી મારી હતી. તપાસ કરતા કારમાંથી મોટી માત્રામાં દારૂ મળી આવ્યો છે. કારમાંથી 2 નંબર પ્લેટ પણ મળી આવી છે.

  • 08 Jul 2024 11:05 AM (IST)

    સુરત: એરપોર્ટ બહાર સોનું સ્મગલિંગ કરતી ગેંગ પકડાઇ

    સુરત: એરપોર્ટ બહાર સોનું સ્મગલિંગ કરતી ગેંગ પકડાઇ છે. SOGએ એક મહિલા સહિત 4 લોકોને ઝડપી પાડ્યા છે. બેગની અંદર પેસ્ટ બનાવીને સોનું લાવતા હતા. દુબઇથી ફલાઇટમાં સુરત સોનું સપ્લાય કરતા હતા. SOG દ્વારા 60 લાખથી વધુનું 900 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.

  • 08 Jul 2024 10:32 AM (IST)

    સુરત:ડાયમંડ બુર્સમાં ફરી એક વખત 250 જેટલી ઓફિસો શરૂ કરાઇ

    સુરત:ડાયમંડ બુર્સમાં ફરી એક વખત 250 જેટલી ઓફિસો શરૂ કરાઇ છે. અષાઢી બીજના દિવસે ઓફિસો શરૂ કરવામાં આવી. સૌથી મોટો મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો એક સુરત ડાયમંડ બુર્સ છે. ઘણા સમયથી ડાયમંડ બુર્સ પ્રોજેક્ટ વિવાદમાં હતો.

  • 08 Jul 2024 10:07 AM (IST)

    NDRFએ એક વિસ્તારમાંથી 49 લોકોને બચાવ્યા

    મુંબઈમાં અતિભારે વરસાદના કારણે હાલાકી થઇ રહી છે. NDRFએ એક વિસ્તારમાંથી 49 લોકોને બચાવ્યા છે. થાણેના દુર્ગમ આદિવાસી વિસ્તારમાં રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યુ. થાણેના આ વિસ્તારમાં NDRFએ રેસ્ક્યૂ ઓપરેશન કરવું પણ પડકારજનક હતું. પરતું NDRFના જવાનોના જુસ્સાએ લોકોના જીવ બચાવી લીધા.  આજે સવારે જિલ્લા કલેક્ટર કચેરી અને NDRFએ અપડેટ આપ્યું કે છે કે કુલ 49 લોકોને બચાવી લેવાયા છે.

  • 08 Jul 2024 09:41 AM (IST)

    મહેસાણા: ડી-માર્ટમાંથી ખરીદેલા દહીંમાં ફૂગ હોવાનો ગ્રાહકનો આક્ષેપ

    મહેસાણા: ડી-માર્ટમાંથી ખરીદેલ દહીંમાં ફૂગ હોવાનો ગ્રાહકનો આક્ષેપ છે. મિલ્કી મિસ્ટ નામની કંપનીના દહીંમાં ફૂગ હોવાનો આક્ષેપ છે. મહેસાણાના વેપારીએ ડી-માર્ટમાંથી દહીંનો 1 કિ.ગ્રા.નો ડબ્બો ખરીદ્યો હતો. ડી-માર્ટમાં રજૂઆત કરતા વેપારીને સંતોષજનક જવાબ ન મળ્યો. ગ્રાહકને દહીંનો ડબ્બો બદલી આપવાની ડી-માર્ટ સ્ટાફે વાત કરી હતી. ગ્રાહકે બીલ સાથે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા.

  • 08 Jul 2024 09:16 AM (IST)

    મુંબઈમાં 6 કલાકમાં 12 ઈંચ વરસાદથી હાહાકાર

    મુંબઈમાં 6 કલાકમાં 12 ઈંચ વરસાદથી હાહાકાર મચ્યો છે. મુંબઈમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. રસ્તાઓ, રેલવેના પાટા, ઘર, દુકાનો બધુ જ પાણીમાં ગરકાવ થયુ છે. મુંબઈમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે. દક્ષિણ મધ્ય મુંબઈમાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે. સાયન, ચુનાભટ્ટી, કુર્લા જેવા ઘણા વિસ્તારોમાં રેલવે ટ્રેક પાણીથી ભરાઈ ગયા છે.

  • 08 Jul 2024 07:58 AM (IST)

    કચ્છના ખાવડામાં અનુભવાયો ભૂકંપનો આંચકો

    કચ્છના ખાવડામાં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વહેલી સવારે 4.45 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 34 કિમી દુર હોવાની માહિતી છે.

  • 08 Jul 2024 07:33 AM (IST)

    મુંબઈમાં હિટ એન્ડ રનની ઘટના

    મુંબઈમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મુંબઈમાં BMW કારે પતિ-પત્નીને ટક્કર મારી. જેમાં પત્નીનું મોત નીપજ્યું છે. મુંબઈના વર્લી વિસ્તારમાં આ અકસ્માતની ઘટના ઘટી છે. પોલીસના દાવા અનુસાર મિહિર શાહ નામનો યુવક કાર ચલાવતો હતો.મિહિરની બાજુવાળી સીટ પર ડ્રાઈવર બેઠો હતો. કારની નંબર પ્લેટ કાઢી નાખેલી હતી. પોલીસે અકસ્માત સ્થળ નજીકનાં કેમેરા ચકાસતા સામે આવ્યું હતું કે, સફેદ રંગની એક BMW કાર પૂર ઝડપે આવીને સ્કૂટી પર સવાર દંપતીને ટક્કર મારીને ભાગી ગયો હતો. તેવામાં અકસ્માત સમયે મહિલા સ્કૂટી પરથી કારના બોનેટ પર જઈને પડી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ મહિલા 100 મીટર સુધી બોનેટ પર પડી રહી હતી.

  • 08 Jul 2024 07:17 AM (IST)

    કચ્છ: જખૌ નજીકથી ડ્રગ્સના 9 પેકેટ મળી આવ્યાં

    કચ્છ: જખૌ નજીકથી ડ્રગ્સના 9 પેકેટ મળી આવ્યાં છે. NCB અને BSFની સંયુક્ત કામગીરી કરવામાં આવી. પેટ્રોલીંગ દરમિયાન નિર્જન ટાપુ પરથી પેકેટ કબજે કર્યા છે.
    અત્યાર સુધીમાં 181 પેકેટ ડ્રગ્સ BSFએ જપ્ત કર્યા છે.

  • 08 Jul 2024 07:17 AM (IST)

    રાજ્યભરમાં વાજતે-ગાજતે જગન્નાથની રથયાત્રા સંપન્ન

    અમદાવાદ સહિત રાજ્યભરમાં વાજતે-ગાજતે જગન્નાથની રથયાત્રા સંપન્ન થઇ છે. રાજ્યભરમાં શાંતિપર્ણ માહોલમાં કુલ 210 રથયાત્રા સંપન્ન થઇ છે. ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ જવાનોની કામગીરી બીરદાવી છે. તમારા સમર્પણ અને મહેનતના કારણે સુવ્યવસ્થિત આયોજન પૂર્ણ થયું હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યુ છે.

  • 08 Jul 2024 07:16 AM (IST)

    દાહોદ: પતેલા ગામે કૂવામાંથી મળ્યો માતા-પુત્રનો મૃતદેહ

    દાહોદ: પતેલા ગામે કૂવામાંથી મળ્યો માતા-પુત્રનો મૃતદેહ મળ્યો છે. ખેતરમાં આવેલ કૂવામાંથી મૃતદેહ મળતાં હત્યાની આશંકા છે. હત્યા કરાઈ હોવાનો પિયર પક્ષે કર્યો આક્ષેપ છે.

  • 08 Jul 2024 07:15 AM (IST)

    વડાપ્રધાન મોદી 8 અને 9 જુલાઈએ રશિયાના પ્રવાસે

    વડાપ્રધાન મોદી 8 અને 9 જુલાઈએ રશિયાના પ્રવાસે છે. PM મોદીની મોસ્કોયાત્રાને રશિયા-ભારતના મજબૂત સંબંધના સંદર્ભમાં પણ જોવાઈ રહી છે. વડાપ્રધાન મોદીનો રશિયા પ્રવાસ મહત્વનો બની રહેશે. વડાપ્રધાન મોદીના ત્રીજા કાર્યકાળમાં આ રશિયાની પ્રથમ મુલાકાત છે. ફેબ્રુઆરી 2022માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ આ તેમની પહેલી રશિયાની યાત્રા છે.પશ્ચિમ દેશોના દબાણ છતાં યુક્રેન હુમલા મુદ્દે ભારતે પોતાના જૂના સહયોગી રશિયાની ખૂલીને ટીકા નથી કરી. જોકે સંઘર્ષ ખતમ કરવાનું સતત આહવાન કર્યું છે.

Published On - 7:15 am, Mon, 8 July 24