AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GUJARAT : અમેરિકા અને કેનેડામાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો, જાણો કેટલા વિદ્યાર્થીઓ વિદેશ જશે ?

અહીં ખાસ વાત એ છેકે ગુજરાતમાંથી છેલ્લા 5 વર્ષમાં 1.77 લાખ વિધાર્થી વિદેશ અભ્યાસ અર્થે ગયા છે. 2019માં 48,051 વિદ્યાર્થી વિદેશ ગયા હતા. જેની સામે 2020માં 23,156 વિધાર્થી વિદેશ ગયા હતા. 2019માં પણ સૌથી વધારે ગુજરાતીઓ વિદેશ ભણવા ગયા હતા.

GUJARAT : અમેરિકા અને કેનેડામાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો, જાણો કેટલા વિદ્યાર્થીઓ વિદેશ જશે ?
GUJARAT: Increase in the number of students going to study in the US and Canada, find out how many students will go abroad?
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 4:32 PM
Share

આજે પણ ભારતીયોમાં વિદેશ જવાનો ક્રેઝ ઘટયો નથી. દર વરસે વિદેશ જતા ભારતીયો અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો નોંધાઇ રહ્યો છે. મોટાભાગે યુવાનો નોકરી અને અભ્યાસ અર્થે વિદેશ જવાનું પસંદ કરે છે. તેમાં સૌથી લોકપ્રિય દેશ તરીકે અમેરિકા અને કેનેડા છે.

નોંધનીય છેકે આ વર્ષે પણ કેનેડા બાદ અમેરિકામાં અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં સૌથી મોટો વધારો નોંધાયો છે. ગુજરાતમાંથી આ વર્ષે 15 હજાર વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ માટે જઇ રહ્યાં છે. તો કેનેડા જનારા વિદ્યાર્થીઓની સંખ્યા 18 હજાર આસપાસ હોવાનું સામે આવ્યું છે.

કેર ઇમિગ્રેશનના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે કેનેડા બાદ આ વર્ષે સૌથી વધુ વિદ્યાર્થીઓ યુ.એસ.એ અભ્યાસ માટે જઇ રહ્યાં છે. ગુજરાતમાંથી અંદાજે 15 હજાર જેટલા વિદ્યાર્થીઓ અમેરિકા જઇ રહ્યાં છે. અહીં નોંધવા જેવી વાત એ છેકે કેનેડાની સરખામણીએ અમેરિકામાં કોર્સની ફીમાં પણ મોટો ફેરફાર છે. આ ઉપરાંત સૌથી મોટી બાબત એ છે કે કેનેડાની સરકાર દ્વારા વારંવાર નિયમોમાં બદલાવ થઇ રહ્યો છે. આ ફેરબદલીને કારણે ઘણા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે.

અહીં ખાસ વાત એ છેકે ગુજરાતમાંથી છેલ્લા 5 વર્ષમાં 1.77 લાખ વિધાર્થી વિદેશ અભ્યાસ અર્થે ગયા છે. 2019માં 48,051 વિદ્યાર્થી વિદેશ ગયા હતા. જેની સામે 2020માં 23,156 વિધાર્થી વિદેશ ગયા હતા. 2019માં પણ સૌથી વધારે ગુજરાતીઓ વિદેશ ભણવા ગયા હતા.

કેનેડાની સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવતા વિદ્યાર્થીઓના ખર્ચમાં ઘટાડો થયો કેનેડા જવા સીધી ફ્લાઇટ શરૂ થતા વિદ્યાર્થીઓના રૂ.2 લાખનો ખર્ચ બચી રહ્યો છે. કારણ કે આ પહેલા કેનેડા જવા અમુક દેશોમાંથી પસાર થઇને જવું પડતું હતું, જે તે દેશના નિયમો- પ્રોટોકોલનું પાલન કરીને કેનેડામાં પ્રવેશ મળતો હતો. જેથી વિદ્યાર્થીને વચ્ચે રોકવા માટેના દેશમાં રહેલા, જમવા, કોરોના ટેસ્ટ વગેરેનો ખર્ચ 2 લાખ જેટલો થતો હતો.

અમેરિકામાં નવા નિયમોમાં ફેરફાર દેખાયો ઓસ્ટ્રેલિયાએ પોતાની બોર્ડર ખુલ્લી કરી નથી, કેનેડામાં પણ ઘણી મુશ્કેલી છે. જેના કારણે હવે વિદ્યાર્થીઓની પસંદ યુ.એસ.એ બની રહ્યું છે. આ ઉપરાંત યુ.એસ.એમાં સરકાર બદલાતા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પોલિસીમાં પણ ફેરફાર આવ્યા છે. જેથી વિદ્યાર્થીઓ યુ.એસને પસંદ કરી રહ્યાં છે. આમ, વિદેશ જતા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે.

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">