પીએસઆઈ માટે 540 એએસઆઈને ફિઝિકલ પરીક્ષા આપવા દેવા ગુજરાત હાઈકોર્ટનો આદેશ

પીએસઆઈ માટે 540 એએસઆઈને ફિઝિકલ પરીક્ષા આપવા દેવા ગુજરાત હાઈકોર્ટનો આદેશ
Gujarat High Court

એએસઆઈ (ASI)ને બઢતી આપીને પીએસઆઈ (PSI) બનાવવા માટે લેવાનારી ફિઝિકલ ટેસ્ટમાં 540 એએસઆઈને ફિઝિકલ પરીક્ષા આપવા દેવા ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે. બિનહથિયારધારી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટરને પોલીસ સબ ઈન્સ્પેકટર તરીકે બઢતી આપવા માટે આગામી 21 અને 22 ડિસેમ્બરે ફિજિકલ ટેસ્ટ લેવાનાર છે. આ પરિક્ષા માટે 540 એએસઆઈને બાકાત રખાયા હતા. કેમ બાકાત રખાયા છે તે […]

Bipin Prajapati

|

Dec 19, 2020 | 11:15 AM

એએસઆઈ (ASI)ને બઢતી આપીને પીએસઆઈ (PSI) બનાવવા માટે લેવાનારી ફિઝિકલ ટેસ્ટમાં 540 એએસઆઈને ફિઝિકલ પરીક્ષા આપવા દેવા ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે. બિનહથિયારધારી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટરને પોલીસ સબ ઈન્સ્પેકટર તરીકે બઢતી આપવા માટે આગામી 21 અને 22 ડિસેમ્બરે ફિજિકલ ટેસ્ટ લેવાનાર છે. આ પરિક્ષા માટે 540 એએસઆઈને બાકાત રખાયા હતા. કેમ બાકાત રખાયા છે તે અંગે એએસઆઈને કોઈ જ જાણકારી અપાઈ નથી. આથી અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરી, એએસઆઈની ફિઝિકલ પરિક્ષા લેવા દેવામાં આવે તે અંગે દાદ માગી હતી. જેના અનુસંધાને ગુજરાત હાઈકોર્ટે, પીએસઆઈની માટે લેવાનાર ફિઝિકલ પરિક્ષામાંથી બાકાત રખાયેલા 540 એએસઆઈને પરિક્ષા આપવા દેવા હુકમ કર્યો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati