AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LRD ભરતી: રાજભવન જતાં બિન અનામત વર્ગના આગેવાનોની અટકાયત, મહિલાઓએ કર્યો હલ્લાબોલ

LRD ભરતીને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને સતત 64 દિવસથી અનામત વર્ગની મહિલાઓ સરકારના જીઆરનો વિરોધ કરી રહી છે.  આ જીઆર મુજબ અનામત કેટેગરીની મહિલાઓનું ઉચ્ચુ મેરિટ હોવા છતાં તેને જનરલ કેટેગરીમાં સમાવવામાં આવી નથી.  જેને લઈને વિવાદનો મદપૂડો છંછેડાયો હતો. હવે સરકાર પરિપત્રમાં સુધારો કરવા રાજી થઈ છે તો બિન અનામત સમાજ નારાજ […]

LRD ભરતી: રાજભવન જતાં બિન અનામત વર્ગના આગેવાનોની અટકાયત, મહિલાઓએ કર્યો હલ્લાબોલ
| Updated on: Feb 12, 2020 | 4:05 PM
Share

LRD ભરતીને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને સતત 64 દિવસથી અનામત વર્ગની મહિલાઓ સરકારના જીઆરનો વિરોધ કરી રહી છે.  આ જીઆર મુજબ અનામત કેટેગરીની મહિલાઓનું ઉચ્ચુ મેરિટ હોવા છતાં તેને જનરલ કેટેગરીમાં સમાવવામાં આવી નથી.  જેને લઈને વિવાદનો મદપૂડો છંછેડાયો હતો. હવે સરકાર પરિપત્રમાં સુધારો કરવા રાજી થઈ છે તો બિન અનામત સમાજ નારાજ થઈ ગયો છે.  આમ સરકારની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગયી છે.  ઉપરાંત આ મુદો ગુજરાત હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો છે અને ત્યાં સરકારે જવાબ આપ્યો છે કે તેઓ 13 ફેબ્રુઆરીના રોજ એક નવો પરિપત્ર જાહેર કરશે. જો કે આ ફેરફાર થાય તેવું બિન અનામત વર્ગ ઈચ્છી રહ્યો નથી અને તેના લીધે તેઓ પણ ગાંધીનગર ખાતે મેદાનમાં ઉતરી આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ બાજુ બિન અનામત વર્ગના ઉમેદવારોએ ગાંધીનગર ખાતે પ્રધાનોને મળીને ચર્ચાની કરવાની માગણી કરી છે. જો સરકાર પ્રધાનોને નહીં મળવા દે તો તેઓ પોલીસ કસ્ટડીમાં જવા તૈયાર છે.  આમ બિન અનામત સમાજે પણ ગાંધીનગર ખાતે ધામા નાખ્યા છે અને તેઓ પોતાની માગણીને લઈને અડગ જોવા મળી રહ્યાં છે. ગાંધીનગર ખાતે પોલીસે બિન અનામત વર્ગના  આગેવાનોની અટકાયત કરી લીધી છે તેમજ મહિલા ઉમેદવારોને સમજાવવામાં આવી રહ્યાં છે. આ બાજુ મહિલા ઉમેદવારો પોતાના સમાજના આગેવાનોને છોડવામાં આવે તેવી માગણી કરી રહ્યાં છે.

આ પણ વાંચો :   LRD વિવાદ: પરિપત્રના પેચમાં ફસાઈ સરકાર, હવે ગાંધીનગરમાં બિન અનામત સમાજની રેલી

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">