Gujarat સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય, ટેકાના ભાવે તુવેરની ખરીદીનો સમયગાળો વધારાયો

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના (Gujarat) ખેડૂતોના હિતમાં ટેકાના ભાવે તુવેર ખરીદીનો સમયગાળો આગામી 30 મે 2022 સુધી લંબાવવામાં આવ્યો છે જેનો મહત્તમ ખેડૂતોને લાભ મળશે

Gujarat સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય, ટેકાના ભાવે તુવેરની ખરીદીનો સમયગાળો વધારાયો
Gujarat Tuver Crop (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2022 | 5:35 PM

ગુજરાત(Gujarat) રાજ્યના કેટલાક વિસ્તારોમાં તુવેર પાકની થતી મોડી વાવણી અને કાપણીના કારણે નોંધાયેલ ખેડૂતો પૈકી કેટલાક ખેડૂતો પોતાની તુવેરનો પાક ટેકાના ભાવે વેચી શક્યા નથી. જેને ધ્યાને લઇને તુવેરની ટેકાના ભાવે ખરીદીનો સમયગાળો 15 દિવસ લંબાવવા ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારને દરખાસ્ત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ટેકાના ભાવે તુવેર ખરીદીનો સમયગાળો આગામી 30 મે 2022 સુધી લંબાવવામાં આવ્યો છે જેનો મહત્તમ ખેડૂતોને લાભ મળશે તેમ ખેતી નિયામકે જણાવ્યું છે.

તુવેરની ટેકાના ભાવે ખરીદી અન્વયે કુલ 18,535 ખેડૂતોએ નોંધણી કરાવી

આ ઉપરાંત વર્ષ 2021-22માં ભારત સરકાર દ્વારા તુવેર માટે રૂપિયા 6300 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ તુવેરની ટેકાના ભાવે ખરીદી અન્વયે કુલ 18,535 ખેડૂતોએ નોંધણી કરાવી છે. રાજ્યમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી રાજ્ય નોડલ એજન્સી ગુજકોમાસોલ દ્વારા ગત 15 ફેબ્રુઆરી-2022થી શરૂ કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં રાજ્યના 8617 ખેડૂતો પાસેથી રૂ. 104 કરોડની કિંમતની 16,480 મે.ટન તુવેરની ખરીદી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા તુવેરની ટેકાના ભાવે ખરીદીનો સમયગાળો 15 મે-2022ના રોજ પૂર્ણ થયો હતો જે હવે 30 મે 2022 સુધી લંબાવાયો છે

પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ
પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ
ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા
ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ
"અમે ન ગમતા હોય તો પાકિસ્તાન મોકલી દો"- મફતલાલ પુરોહિત
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
g clip-path="url(#clip0_868_265)">