AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat : રાજ્યમાં કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે,આજે ધોરણ 10 અને 12ના રિપીટરની પરીક્ષા યોજાશે

રાજ્યમાં કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે આજે ધોરણ 10 અને 12 ની રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે.અંદાજીત 22000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.

Gujarat : રાજ્યમાં કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે,આજે ધોરણ 10 અને 12ના રિપીટરની પરીક્ષા યોજાશે
The repeater examination of standard 10 and 12 will be held today,in Gujarat State
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2021 | 8:31 AM
Share

રાજ્યમાં કોવિડ ગાઈડલાઈનના(Covid Guideliene) ચુસ્ત પાલન વચ્ચે ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની આજે પરીક્ષા યોજાશે.કોરોનાકાળમાં યોજાઇ રહેલી આ પરીક્ષા(Exam) નિયમોના પાલન સાથે યોજાય તે માટે શિક્ષણ વિભાગે (Education Department) કમરકસી છે.અને કોવિડ ગાઇડલાનના પાલન પર ભાર મુક્યો છે.ખાસ કરીને, તમામ કેન્દ્રોના(Exam center) સંચાલકોને કોરોના ગાઈડલાઈનને લઈને કડક સૂચના આપવામાં આવી છે.

મહત્વનું છે કે, રાજ્યમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (Mass Promotion)આપ્યા બાદ રિપીટર વિદ્યાર્થીઓ દ્વારા પણ માસ પ્રમોશનની માંગણી કરવામાં આવી હતી.પરંતુ વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે પરીક્ષા યોજવા અંગે ભાર મુક્યો હતો.

પરીક્ષા કેન્દ્ર પર માસ્ક, સેનિટાઇઝર, અને હેન્ડ વોશ માટેની વ્યવસ્થા કરવાની સૂચના આપી છે.સાથે પરીક્ષા કેન્દ્રો પર અગાઉથી પ્રવેશ આપવા માટે પણ મનાઈ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે,વિદ્યાર્થીઓની સલામતીને (Safety)ધ્યાનમાં રાખીને કોવિડ ગાઇડલાઇનના ચુસ્ત પાલન સાથે ધો.10 અને 12 રિપીટરની પરીક્ષા યોજાશે.

રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ12ના રિપીટર વિદ્યાર્થીઓની(Repeter) આજે પરીક્ષા યોજાશે.અમદાવાદ જિલ્લામાં ધોરણ 10 અને 12ના અંદાજીત 22 હજાર 501 રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

આ પણ વાંચો : સરકાર સામે ઇન્ટર્ન ડોક્ટર્સ ખોલશે મોરચો! આ જાહેરાતના એક મહિના બાદ પણ જવાબ ના મળતા રોષ

આ પણ વાંચો : Rajasthan: દેશમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ બાદ વધુ એક વેરિયન્ટનું સંકટ, રાજસ્થાનમાં કપ્પા વેરિયન્ટના 11 કેસની પુષ્ટિ

g clip-path="url(#clip0_868_265)">