Gujarat Election 2022: ચૂંટણીમાં કોંગ્રેસ અને NCP વચ્ચે થઇ શકે છે ગઠબંધન, ટૂંક સમયમાં કરાશે સત્તાવાર જાહેરાત

|

Sep 20, 2022 | 2:09 PM

કોંગ્રેસ અને એનસીપી આ અંગેની સત્તાવાર જાહેરાત ટુંક સમયમાં કરશે. એનસીપી તરફથી 10 બેઠક કોંગ્રેસ પાસે માંગવામા આવી છે.

Gujarat Election 2022: ચૂંટણીમાં કોંગ્રેસ અને NCP વચ્ચે થઇ શકે છે ગઠબંધન, ટૂંક સમયમાં કરાશે સત્તાવાર જાહેરાત
ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ અને NCP વચ્ચે થઇ શકે છે ગઠબંધન

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections) પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ (Congress) અને NCP ગઠબંધન (alliance) કરશે. કોંગ્રેસ અને એનસીપી આ અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરશે. એનસીપી તરફથી 10 બેઠક કોંગ્રેસ પાસે માંગવામા આવી છે. વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચેનું ગઠબંધન તુટ્યુ હતું.

 NCP દ્વારા માગવામાં આવી 10 બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ રાજકીય પક્ષો પોતાની બેઠક વધારવા માટેની રાજનીતિ તેજ કરી રહ્યા છે. હવે ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ અને NCP વચ્ચે હાલમાં પ્રયત્નો ચાલી રહ્યા છે કે કેવી રીતે ગુજરાતની ચૂંટણી માટે બંને વચ્ચે ગઠબંધન થઇ શકે. એ જ બાબતને લઇને NCP અને કોંગ્રેસ વચ્ચે બેઠક પણ મળી હતી. જેમાં NCP દ્વારા કુલ 10 બેઠકોની માગ કરવામાં આવી હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. જેની અંદર સૌરાષ્ટ્રની ત્રણ બેઠક અને દક્ષિણ ગુજરાતની બેથી ત્રણ બેઠક સહિતની અન્ય ચાર બેઠકની માગ કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

કોંગ્રેસ અને NCP વચ્ચે વાતચીતનો દૌર

બીજી તરફ કોંગ્રેસ 10 બેઠકને લઇને હજુ સુધી સહમત નથી થઇ, એટલે જ બંને પક્ષ વચ્ચે વાતચીત નો દૌર હજુ પણ ચાલુ છે. માનવામાં આવી રહ્યુ છે કે ચારથી પાંચ બેઠક અથવા તો તેનાથી પણ ઓછી બેઠક પર કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થાય. એટલે કે આ બંને પક્ષ  ગુજરાત વિધાનસભાની ચૂંટણી સાથે લડતા જોવા મળી શકે છે. કોંગ્રેસ દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે જ્યાં NCPનું પ્રભુત્વ જોવા મળી રહ્યુ છે. કમ સે કમ એ બેઠક પુરતુ NCP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઇ શકે.

ટુંક સમયમાં  સત્તાવાર જાહેરાત કરાશે

આ સમાચારને લઇને હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. જો બંને પક્ષ વચ્ચે બધુ જ યોગ્ય રહેશે તો ટૂંક સમયમાં આ જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે.

(વીથ ઇનપુટ-નરેન્દ્ર રાઠોડ, અમદાવાદ)

 

Published On - 1:15 pm, Tue, 20 September 22

Next Article