Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 775 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 4,200 પર પહોંચી

|

Mar 13, 2021 | 10:08 PM

Gujarat Corona Update: ગુજરાતમાં Corona કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં રાજ્યમાં 13 માર્ચના રોજ સતત ત્રીજા દિવસે કોરોનાના નવા કેસ 700થી વધુ આવ્યા છે.

Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 775 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 4,200 પર પહોંચી

Follow us on

Gujarat Corona Update: ગુજરાતમાં Corona કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં રાજ્યમાં 13 માર્ચના રોજ સતત ત્રીજા દિવસે કોરોનાના નવા કેસ 700થી વધુ આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 775 કેસો નોંધાયા છે, જ્યારે આ 24 કલાક દરમિયાન કોરોનાથી 2 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે મહાનગરોમાં નોંધાયેલા Coronaના નવા કેસોની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 206 કેસ, અમદાવાદમાં 185, વડોદરામાં 84 અને રાજકોટમાં 78 નવા કેસ સામે આવ્યા છે. આજના દિવસે રાજ્યમાં 579 અને અત્યાર સુધીમાં 2,68,775 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના નવા કેસોની સાથે એક્ટિવ કેસોમાં પણ વધારો થયો છે. 13 માર્ચે રાજ્યમાં Corona એક્ટિવ કેસની સંખ્યા 4,200 થવા પામી છે.

 

આ ઉપરાંત સુરત શહેરના અઠવા ઝોનમાં વધતા કોરોના સંકટને ધ્યાને રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેમાં શનિવાર અને રવિવારે અઠવા ઝોનમાં આવેલા મૉલ, રેસ્ટોરન્ટ બંધ રહેશે. જ્યારે રેસ્ટોરન્ટમાં માત્ર પાર્સલની સુવિધા ચાલુ રહેશે. શહેરમાં શાળાઓ અને બજારમાં દિવસેને દિવસે વધતા કેસોને જોતા આ નિર્ણય લેવાયો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

આ પણ વાંચો: અમદાવાદમાં કોરોનાના કેસ વધતાં લોકોમાં ફફડાટ વધ્યો, તંત્ર આવ્યું એક્શનમાં

Next Article