Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના નવા 283 કેસ, 6 દર્દીઓના મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 7749 થયા

Gujarat Corona Update : રસીકરણ અભિયાનમાં આજે 16 જૂનના રોજ 2,52,543 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,12,92,259 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના નવા 283 કેસ, 6 દર્દીઓના મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 7749 થયા
રચનાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Jun 17, 2021 | 7:55 PM

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે 16 જૂનના રોજ 114 દિવસ બાદ 300 થી ઓછા કોરોનાના નવા કેસો નોંધાયા હતા. તો આજે 17 જૂનના રોજ પણ કોરોનાના નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં સતત થતો ઘટાડો યથાવત રહ્યો છે.

283 નવા કેસ, 6 દર્દીઓના મૃત્યુ રાજ્યમાં આજે 17 જૂનના રોજ કોરોનાના નવા 283 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 6 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,21,659 થઇ છે અને મૃત્યુઆંક 10,૦18 થયો છે.

આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો અમદાવાદ શહેરમાં 2, સુરત શહેર અને જિલ્લામાં 1-1, અને ગાંધીનગર જિલ્લામાં 1 અને ભાવનગર શહેરમાં કોરોનાના કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

સુરતમાં સૌથી વધુ 48 નવા કેસ રાજ્યમાં આજે 17 જૂનના રોજ સુરત શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો સુરતમાં 48, અમદાવાદમાં 47, રાજકોટમાં 18, વડોદરામાં 15, જામનગર અને જુનાગઢમાં 5-5, ગાંધીનગરમાં 1 નવો કેસ નોધાયો છે જયારે ભાવનગર શહેરમાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ નોધાયો નથી. અન્ય કેસ રાજ્યના જિલ્લાઓમાંથી છે. (Gujarat Corona Update)

770 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 7749 થયા રાજ્યમાં આજે 17 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 770 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,03,892 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 97.84 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 7749 થયા છે, જેમાં 2૦૩ દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 7546 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.(Gujarat Corona Update)

આજે 2,52,543 નાગરિકોનું રસીકરણ થયું રાજ્યના રસીકરણ અભિયાનમાં આજે 17 જૂનના રોજ 2,52,543 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,12,92,259 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજના દિવસે થયેલા રસીકરણની વિગત જોઈએ તો

1) 964 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 2) 3001 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 3) 45 થી વધુ ઉમરના 36,377 નાગરિકોને પ્રથમ ડોઝ, 4) 45 થી વધુ ઉમરના 29,494 નાગરિકોને બીજો ડોઝ, 5) 18-45 વર્ષ સુધીના 1,80,199 નાગરિકોને પ્રથમ ડોઝ, 6) 18-45 વર્ષ સુધીના 2508 નાગરિકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. (Gujarat Corona Update)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">