AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 14 સપ્ટેમ્બરે કોરોનાના નવા 11 કેસ નોંધાયા, 19 દર્દીઓ સાજા થયા

રાજ્યમાં આજે 14 સપ્ટેમ્બરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 19 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,386 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 14 સપ્ટેમ્બરે કોરોનાના નવા 11 કેસ નોંધાયા, 19 દર્દીઓ સાજા થયા
Gujarat Corona Update : 11 new cases of corona, 19 patients recovered on 14 September in Gujarat
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 9:35 PM
Share

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં એક બાજુ કોરોના વાયરસ મહામારીના કેસો દિવસે ને દિવસે ઘટી રહ્યાં છે, બીજી બાજુ આ વાયરસથી થતા મૃત્યુમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. રાજ્યમાં 2-4 દિવસે એક મૃત્યુ નોંધાય છે, એક્ટીવ કેસો ઘટી રહ્યાં છે તો સામે કોરોના રસીકરણ મહાઅભિયાન પણ પુરજોશમાં શરૂ છે. સોમવારે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં કોરોનાના 12 નવા કેસો નોંધાયા હતા, તો આજે 14 સપ્ટેમ્બરે 11 નવા કેસો નોંધાયા છે.

કોરોનાના 11 નવા કેસ, 0 મૃત્યુ રાજ્યમાં આજે 14 સપ્ટેમ્બરે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 11 નવા કેસ નોંધાયા છે, તો આજે કોરોનાના કારણે ભાવનગરમાં એક દર્દીનું મૃત્યુ થયું છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 825587 થઇ છે આ સાથે જ મૃત્યુઆંક 10,082 પર સ્થિર છે.

રાજ્યના મહાનગરોમાં આજે નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 2, વડોદરા શહેરમાં 3, કચ્છ જિલ્લામાં 3 તેમજ ભાવનગર શહેર અને સુરત શહેરમાં કોરોના વાયસરનો 1-1 નવો કેસ નોંધાયો છે.

19 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 153 થયા રાજ્યમાં આજે 14 સપ્ટેમ્બરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 19 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,386 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે. રાજ્યમાં આજે 14 સપ્ટેમ્બરે એક્ટીવ કેસ 153 થયા છે. રાજ્યમાં હાલ રીકવરી દર 98.76 ટકા પર સ્થિર છે.

આજે 3.77 લાખ લોકોનું રસીકરણ રાજ્યમાં આજે 14 સપ્ટેમ્બરના રોજ 3,77,994 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યના મહાનગરોમાં થયેલા રસીકરણના આંકડાઓ જોઈએ તો અમદાવાદમાં 35,817, સુરતમાં 40,963, વડોદરામાં 11,376, રાજકોટમાં 11,322, ભાવનગરમાં 3171, ગાંધીનગરના 3632, જામનગરમાં 1398 અને જુનાગઢમાં 1481 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં આજે થયેલા રસીકરણમાં 18 થી 45 ઉમરવર્ગના 1,23,223 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 18 થી 45 ઉમરવર્ગના 1,65,024 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે થયેલા રસીકરણ બાદ કુલ 5 કરોડ 29 લાખ, 55 હજાર અને 628 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.

આ પણ વાંચો : બનાસકાંઠાનું ગૌરવ ડો.સંજય જોષી, રાષ્ટ્રીય કક્ષાની તાલીમી સંસ્થામાં પ્રોફેસર તરીકે નિમણૂંક મેળવનાર રાજ્યના પ્રથમ અધિકારી

આ પણ વાંચો : JAMNAGAR : વરસાદથી થયેલા નુકસાનના નિરીક્ષણ બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની પત્રકાર પરિષદ, જાણો સહાય અંગે શું કહ્યું

g clip-path="url(#clip0_868_265)">