AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 544 કેસ, 11 મૃત્યુ, 2,68,485 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું

Gujarat Corona Update : રાજ્યમાં આજે 10 જૂનના રોજ એક્ટીવ કેસ ઘટીને 12,711 થયા છે, અને રીકવરી રેટ વધીને 97.23 ટકા જેટલો થયો છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 544 કેસ, 11 મૃત્યુ, 2,68,485 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું
રચનાત્મક તસ્વીર
| Updated on: Jun 11, 2021 | 7:39 PM
Share

Gujarat Corona Update : રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો અને સાથે મૃત્યુમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે 10 જૂનના રોજ કોરોનાના 544 નવા કેસ નોંધાયા છે. આ સાથે 1505 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં રસીકરણ અભિયાનમાં આજે 2,68,485 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

544 નવા કેસ, 11 મૃત્યુ રાજ્યમાં આજે 10 જૂનના રોજ કોરોનાના નવા 544 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 11 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,18,895 થઇ છે અને મૃત્યુઆંક 9976 થયો છે.

આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો અમદાવાદ શહેરમાં 2, વડોદરા શહેરમાં 1, સુરત શહેરમાં 1, જયારે રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર અને ગાંધીનગર શહેરમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી.

રાજ્યના જિલ્લાઓમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો સુરત, જુનાગઢ, અમરેલી, મહીસાગર, મહેસાણા, જામનગર અને ભાવનગર જિલ્લામાં 1-1 મૃત્યુ નોંધાયું છે.

અમદાવાદમાં 86, વડોદરામાં 61 નવા કેસ રાજ્યમાં આજે 10 જૂનના રોજ અમદાવાદમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 86, વડોદરામાં 61, સુરતમાં 60, રાજકોટમાં 16, જામનગરમાં 17, તથા જુનાગઢમાં 6, ગાંધીનગરમાં 2 અને ભાવનગર કોરોનાનો માત્ર 1 નવો કેસ નોધાયો છે. (Gujarat Corona Update)

1505 દર્દીઓ સાજા થયા રાજ્યમાં આજે 10 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 1505 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,96,208 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 97.23 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 12,711 થયા છે, જેમાં 316 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 12,395 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.(Gujarat Corona Update)

આજે 2,68,485 લોકોનું રસીકરણ થયું રાજ્યમાં આજે 10 જૂનના રોજ રસીકરણ અભિયાનમાં 2,68,485 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં

1) 1604 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 2) 4942 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 3) 45 થી વધુ ઉમરના 35,359 લોકોને પ્રથમ ડોઝ, 4) 45 થી વધુ ઉમરના 32,998 લોકોને બીજો ડોઝ, 5) 18-45 વર્ષ સુધીના 1,78,322 લોકોને પ્રથમ ડોઝ, 6) 18-45 વર્ષ સુધીના 15,260 લોકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. (Gujarat Corona Update)

આ પણ વાંચો : Udyam Registration : કોરોનાકાળમાં રાજ્યમાં 1,89,303 MSME નું રજીસ્ટ્રેશન થયું, સરકાર આપે છે આ લાભો

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
g clip-path="url(#clip0_868_265)">