AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કોરોનાના નવા 7 કેસ નોંધાયા, 14 દર્દીઓ સાજા થયા

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 01 એપ્રિલના રોજ કોરોનાના નવા 07 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી 14 દર્દીઓ સાજા થયા છે.

ગુજરાતમાં કોરોનાના નવા 7 કેસ નોંધાયા, 14 દર્દીઓ સાજા થયા
gujarat corona update
| Updated on: Apr 01, 2022 | 8:11 PM
Share

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 01 એપ્રિલના રોજ કોરોનાના નવા 07 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી 14 દર્દીઓ સાજા થયા છે.તેમજ રાજયમાં અત્યાર સુધી કુલ 12,12,900 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 10 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 69 છે. જેમાં 02 દર્દી વેન્ટિલેટર પર છે તેમજ 67 દર્દીઓ સ્ટેબલ છે. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે.ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 04 ,વડોદરામાં 02 અને વલસાડમાં 01 કેસ નોંધાયો છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ

ઉલ્લેખનીય છે, રાજ્યમાં કોરોનાના કેસમાં રોજેરોજ ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા  કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે. રાજ્યમાં હવે લગ્ન પ્રસંગ અને સામાજીક પ્રસંગમાં લોકોની હાજરીની નિયત સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. સાથે ગૃહ વિભાગે લગાવેલા નિયંત્રણો દૂર કરી દીધા છે. એટલું જ નહીં આ નિયંત્રણો 31મી માર્ચ સુધી જાહેર અને સામાજીક તથા રાજકીય કાર્યક્રમમાં નિયત કરાયેલી સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. જાહેરસ્થળો પર માસ્ક અને સામાજિક અંતર ફરજીયાતનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ 2 માર્ચથી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજૂ કરી પ્રવેશ મેળવી શકશે.

વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી

જેમાં કોવિડ એપ્રોપ્રિએટ બિહેવીયર અન્વયે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ અને સેનીટાઇઝેશન-વારંવાર હાથ ધોવાના નિયમો યથાવત રહેશે. તેમજ બંધ જગ્યાએ યોગ્ય વેન્ટીલેશન રાખવાનું રહેશે. જ્યારે સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ હવે તા. 2  માર્ચ-2022  થી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજુ કરી પ્રવેશ મેળવી શકશે. વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી. તેમજ ભારત સરકાર દ્વારા જારી કરાયેલી કોવિડ સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનો તા.  31  માર્ચ  2022  સુધી રાજ્યમાં અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : અમદાવાદ : કેલિફોર્નિયામાં આંતરરાષ્ટ્રીય કળા મહોત્સવ ‘જૂઈ- મેળો ‘ 2022 ની શાનદાર ઉજવણી

આ પણ વાંચો :  રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઓગસ્ટ મહિનામાં શરૂ થશે, સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓને ફાયદો થશે

Follow Us
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
g clip-path="url(#clip0_868_265)">