AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કોરોનાના માત્ર 10 કેસ નોંધાયા, 27 દર્દીઓ સાજા થયા

ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 308 છે. જેમાં 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે તેમજ 304 દર્દીઓ સ્ટેબલ છે. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં કોરોનાના માત્ર 10 કેસ નોંધાયા, 27 દર્દીઓ સાજા થયા
Gujarat Corona Update (File Image)
| Updated on: Mar 22, 2022 | 7:43 PM
Share

ગુજરાતમાં(Gujarat) કોરોનાની(Corona)ત્રીજી લહેર અંત તરફ આગળ વધી રહી છે. જેમાં રાજયમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન ઘટી રહ્યા છે.  જેમાં 22 માર્ચના રોજ કોરોનાના નવા માત્ર 10 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે 27 દર્દીઓ સાજા થયા છે.તેમજ રાજયમાં અત્યાર સુધી કુલ 12,12, 540 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 08 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 308 છે. જેમાં 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે તેમજ 304 દર્દીઓ સ્ટેબલ છે. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે.ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 06 ,વડોદરામાં 02 , સુરતમાં 01, વડોદરા ગ્રામીણમાં 01 કેસ નોંધાયો છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ

ઉલ્લેખનીય છે, રાજ્યમાં કોરોનાના કેસમાં રોજેરોજ ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા  કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે. રાજ્યમાં હવે લગ્ન પ્રસંગ અને સામાજીક પ્રસંગમાં લોકોની હાજરીની નિયત સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. સાથે ગૃહ વિભાગે લગાવેલા નિયંત્રણો દૂર કરી દીધા છે. એટલું જ નહીં આ નિયંત્રણો 31મી માર્ચ સુધી જાહેર અને સામાજીક તથા રાજકીય કાર્યક્રમમાં નિયત કરાયેલી સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. જાહેરસ્થળો પર માસ્ક અને સામાજિક અંતર ફરજીયાતનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ 2 માર્ચથી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજૂ કરી પ્રવેશ મેળવી શકશે.

વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી

જેમાં કોવિડ એપ્રોપ્રિએટ બિહેવીયર અન્વયે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ અને સેનીટાઇઝેશન-વારંવાર હાથ ધોવાના નિયમો યથાવત રહેશે. તેમજ બંધ જગ્યાએ યોગ્ય વેન્ટીલેશન રાખવાનું રહેશે. જ્યારે સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ હવે તા. 2  માર્ચ-2022  થી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજુ કરી પ્રવેશ મેળવી શકશે. વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી. તેમજ ભારત સરકાર દ્વારા જારી કરાયેલી કોવિડ સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનો તા.  31  માર્ચ  2022  સુધી રાજ્યમાં અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Anand : ખેલ મહાકુંભ 2022 અંતર્ગત 24 થી 26 માર્ચ દરમ્યાન જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે

આ પણ વાંચો :  Surat : બાંગ્લાદેશના પ્રતિનિધી મંડળે સુરતના ઉદ્યોગપતિઓને ફેશન વીકમાં હાજર રહેવા આમંત્રણ પાઠવ્યું

Follow Us
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">