Gujarat Corona: છોટાઉદેપુરનાં ચિચોડની બુનિયાદી શાળામાં કોરોનાનો ભરડો, 12 વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ, તંત્રમાં ફફડાટ

Gujarat Corona: ગુજરાતમાં કોરોના હવે ગામડાઓ તરફ વધવા લાગ્યો છે. કોરોનાને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે છોટાઉદેપુર ચિચોડથી કે જ્યાં આવેલી ઉત્તર બુનિયાદી આદિવાસી આશ્રમ શાળાના ૧૨ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. 

| Updated on: Mar 20, 2021 | 9:38 AM

Gujarat Corona: ગુજરાતમાં કોરોના હવે ગામડાઓ તરફ વધવા લાગ્યો છે. કોરોનાને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે છોટાઉદેપુર ચિચોડથી કે જ્યાં આવેલી ઉત્તર બુનિયાદી આદિવાસી આશ્રમ શાળાના ૧૨ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. સ્ટાફ સહિત વિદ્યાર્થીઓના ૧૮૦ જેટલા રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને હવે તેમાંથી 7 વિદ્યાર્થી 5 વિદ્યાર્થીનીને કોરોના પોઝિટિવ આવતા શાળા પ્રશાસન સહિત જિલ્લાનું આરોગ્ચ તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. કોરોનાએ બોલાવેલા સપાટાને લઈને આજથી ચાલુ થયેલી વિદ્યાર્થીઓની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે અને આશ્રમ શાળા સાત દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ખાસ કરીને દિવાળી બાદ કોરોનાનાં કેસ ઓછા થતા જ લોકો દ્વારા તમામ પ્રકારની સાવધાનીને વેને મુકી દેવામાં આવી અને માસ્કનાં નિયમોનું પણ ઉલ્લંઘન કરતા જોવા મળ્યા છે. શહેરમાં વકરેલી સમસ્યા વચ્ચે હવે ગામડામાં પણ કોરોના ફરીવાર દેખાવા લાગતા આરાગ્ય વિભાગ માટે લાલબત્તી સમાન કેસ છે. વિદ્યાર્થીઓને શાળામાં બોલાવીને અભ્યાસ કાર્ય જ્યારે શરૂ કરાવવામાં આવ્યું ત્યારે જ વાલીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને હવે સામાન્ય ગામડામાં આવેલી શાળામાં એકસાથે 12 વિદ્યાર્થીઓ કોરોનાં પોઝીટીવ આવતા શિક્ષણ વિભાગમાં પણ સન્નાટો ફેલાઈ ગયો છે.

જણાવી દઈએ કે ગઈકાલે જ ગુજરાતમાં 1400 કરતા વધારે કેસ 1 દિવસમાં આવ્યા હતા અને જે બીજી લહેરમાં સૌથી વધારે ગણવામાં આવી રહ્યા છે.

Follow Us:
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
g clip-path="url(#clip0_868_265)">