AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devbhumi Dwarka: દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં હાહાકાર, 20 દિવસમાં 55 લોકોનાં મોત

| Updated on: Apr 22, 2021 | 5:01 PM
Share

Devbhumi Dwarka: કોરોના મહામારી વચ્ચે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ખંભાળિયામાં પાછલા 20 દિવસમાં 55 દર્દીઓના મોત થયા છે. આ તમામ મૃતક દર્દીઓની કોવિડ-19ની સારવાર ચાલતી હતી.

Devbhumi Dwarka: કોરોના મહામારી વચ્ચે દેવભૂમિ દ્વારકા(Devbhumi Dwarka)ના ખંભાળિયામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ખંભાળિયામાં પાછલા 20 દિવસમાં 55 દર્દીઓના મોત થયા છે. આ તમામ મૃતક દર્દીઓની કોવિડ-19ની સારવાર ચાલતી હતી. મહત્વપૂર્ણ છે કે ખંભાળિયાના સ્મશાન ગૃહના રજીસ્ટરમાંથી મોતનો આ આંકડો સામે આવ્યો છે. બીજી તરફ સ્મશાન ગૃહોમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ખંભાળિયાના સ્મશાનમાં PPE કિટ રઝળતી હાલતમાં જોવા મળી ત્યારે આ કિટથી અન્ય લોકોને પણ ચેપ લાગવાનો ભય સેવાઇ રહ્યો છે.

 

દ્વારકા શહેરમાં આજથી સ્વૈચ્છિક લૉકડાઉન લાગી ગયું છે. નાના મોટા વેપારીઓ તેમજ ખાણી-પીણીની લારીઓ વાળાઓએ નિર્ણય લીધો છે. 22 એપ્રિલથી 30 એપ્રિલ સુધી બપોર બાદ વેપાર ધંધા બંધ રહેશે બંધ. નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, પ્રાંત અધિકારીની હાજરીમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શહેરમાં કોરોનાનાં ચિંતાજનક કેસો વધતા સ્વૈચ્છિક લૉકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરોનાની સ્થિતિની વાત કરવામાં આવે તો કોરોના બેકાબૂ બન્યો છે. તો કોરોનાના આંકડા બેફામ રીતે વધી રહ્યા છે. રાજ્યમાં કોરાની સ્થિતિ એટલી સ્ફોટક બની ચૂકી છે કે હવે શબ્દો પણ ખૂટી પડ્યા છે. કોરોનાનું નામ પડતા જ નાગરિકો ફફડી રહ્યા છે અને સરકારની ના છતાં જાતે જ જનતા કરફ્યૂ લગાવી રહ્યા છે. કોરોનાના આતંક વચ્ચે રાજ્યમાં પાછલા 24 કલાકમાં 12,553 કેસ નોંધાયા તો 125 દર્દીઓ કોરોનાનો શિકાર બન્યા. કોરોનાની સ્થિતિને કલાકોમાં આંકીએ તો રાજ્યમાં દર કલાકે 523 લોકો સંક્રમિત થઇ રહ્યા છે.

જ્યારે 5 દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. નવા કેસ સાથે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 4 લાખ 40 હજાર 632ને પાર પહોંચી છે તો કુલ મૃત્યુઆંક 5,740 થયો છે. 24 કલાકમાં 4,802 દર્દીઓ સાથે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 3 લાખ 50 હજાર 865 થઇ છે તો એક્ટિવ કેસોની સંખ્યા વધીને 84,126 પર પહોંચી છે, જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 361 થઇ છે. જ્યારે સાજા થવાનો દર ઘટીને 79.61 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યના શહેરોની સ્થિતિ પર નજર કરીએ તો, અમદાવાદમાં કોરોના આક્રમક રીતે આગળ વધી રહ્યો છે. કોરોના કેપિટલ બનેલા અમદાવાદમાં 24 કલાકમાં 4,906 પોઝિટિવ કેસ સાથે 23 દર્દીઓના મોત થયા તો સુરતમાં 2,340 કેસ સાથે 29 દર્દીઓનો જીવ ગયો જ્યારે રાજકોટમાં 516 કેસ સાથે 12 દર્દીઓના મોત નિપજ્યા તો વડોદરામાં 731 કેસ સાથે 12 દર્દીઓ મોતને ભેટ્યા તો રાજ્યના અન્ય શહેરોની પણ કઇંક આવી જ સ્થિતિ છે.

જામનગરમાં 8 દર્દીઓ મોતને ભેટ્યા તો ભાવનગરમાં 6 દર્દીઓના મોત થયા, જ્યારે ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, ભરૂચ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિદ્વારકામાં ત્રણ-ત્રણ દર્દીઓના મોત થયા, જ્યારે પાટણ અને મહીસાગરમાં બે-બે દર્દીઓના મોત નિપજ્યા તો ખેડા, જૂનાગઢ, વલસાડ, અરવલ્લી, પોરબંદર, ડાંગ અને છોટાઉદેપુરમાં એક-એક દર્દીનું મોત થયું.

g clip-path="url(#clip0_868_265)">