AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Budget 2024 : નાણા પ્રધાન કનુ દેસાઈએ રજૂ કરેલુ બજેટ વાંચો Tv9ગુજરાતીના ડિજીટલ પ્લેટ ફોર્મ પર

ગુજરાતે છેલ્લાં બે દાયકામાં સાતત્યપૂર્ણ વિકાસ કરી, જી.એસ.ડી.પી.માં 14.89%નો વિકાસદર હાંસલ કર્યો છે. વર્ષ 2000-01માં દેશના જી.ડી.પી.માં રાજયનો ફાળો 5.1% હતો, જે આજે વધીને 8.2% થયેલ છે.

Gujarat Budget 2024 : નાણા પ્રધાન કનુ દેસાઈએ રજૂ કરેલુ બજેટ વાંચો Tv9ગુજરાતીના ડિજીટલ પ્લેટ ફોર્મ પર
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2024 | 12:05 PM
Share

ગુજરાતે છેલ્લાં બે દાયકામાં સાતત્યપૂર્ણ વિકાસ કરી, જી.એસ.ડી.પી.માં 14.89%નો વિકાસદર હાંસલ કર્યો છે. વર્ષ 2000-01માં દેશના જી.ડી.પી.માં રાજયનો ફાળો 5.1% હતો, જે આજે વધીને 8.2% થયેલ છે. આમ, ગુજરાત દેશના વિકાસમાં પોતાનો ફાળો ઉત્તરોત્તર વધારી, દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયેલ છે. રાજયની આ વિકાસયાત્રાના પ્રણેતા અને ગુજરાતના પનોતાપુત્ર માનનીય વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ આઝાદીની શતાબ્દી એટલે કે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા વિકસિત ભારત@2047 નું આહ્વાન કર્યું છે. વિકસિત ભારતની આ સંકલ્પનામાં, ગુજરાત અગત્યનો ફાળો ભજવી, દેશના આર્થિક અને સામાજિક વિકાસનું સુકાન સંભાળે તે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકારનું ધ્યેય છે.

“એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય”ના સૂત્ર સાથે ભારતના નેતૃત્વમાં આયોજિત જી-20 સંમેલનમાં વિશ્વ કલ્યાણ માટેની ભારતની પ્રતિબદ્ધતાનો સમગ્ર વિશ્વે સ્વીકાર કરેલ છે. આજે ભારત વિશ્વના આર્થિક વિકાસનું કેન્‍દ્રબિંદુ જ નહી, પણ સાચા અર્થમાં વિશ્વમિત્ર બન્યું છે. જી-20ના વિવિધ કક્ષાના 17 જેટલા કાર્યક્રમોનું આયોજન કરી, ગુજરાતે સમગ્ર વિશ્વને પોતાની આર્થિક અને સામાજિક સમૃદ્ધિ તેમજ સાંસ્કૃતિક વારસાનો પરિચય આપ્યો છે.

નાનકડી શરૂઆતથી પોતાની સફરના 20 વર્ષ પૂર્ણ કરી વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે એક વિશ્વસ્તરીય પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. વિનાશમાંથી વિકાસ, નિરાશામાંથી આશા અને આપદાને અવસરમાં ફેરવવાની નરેન્‍દ્રની કુનેહના કારણે વાઇબ્રન્‍ટ ગુજરાત સમિટ આજે રાજયની એક વિશિષ્ટ ઓળખ બન્યું છે. અમૃતકાળની પ્રથમ એવી ૧૦મી વાઇબ્રન્‍ટ સમિટમાં 4 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, 40 દેશોના મંત્રી, 140થી વધુ દેશોના પ્રતિનિધિ મંડળો અને સંખ્યાબંધ ઉદ્યોગપતિઓએ ભાગ લઇ ગુજરાતની આ વિકાસયાત્રામાં જોડાવવાનો સંકલ્પ વ્યકત કર્યો છે, જે આપણા સૌ માટે આનંદની વાત છે.

આપણા મૃદુ પણ મક્કમ એવા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલનું સ્વપ્નું છે કે, આપણું ગુજરાત 5-G ગુજરાત બને. તેઓની 5-G ની કલ્પના છે- ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત ! ગરવી ગુજરાત એટલે કે એવું ગુજરાત કે જે અન્ય પ્રદેશોથી શ્રેષ્ઠ હોય. ગુણવંતુ ગુજરાત એટલે એવુ રાજય કે જેના નાગરિકોનું જીવન, મૂલ્યનિષ્ઠ હોય અને તેઓ સાંસ્કૃતિક વારસાના જતન સાથે પર્યાવરણ સાથે સામંજસ્ય સાધી જીવન જીવતા હોય. ગ્રીન ગુજરાત કે જેમાં રિન્યુએબલ ઊર્જા અને સરક્યુલર ઇકોનોમીને પ્રાધાન્ય હોય અને ગ્લોબલ ગુજરાત કે જે સમગ્ર વિશ્વ સાથે આર્થિક અને સાંસ્કૃતિક રીતે જોડાયેલું હોય. ગતિશીલ ગુજરાત એટલે કે જેનો વૃદ્ધિ દર અન્ય પ્રદેશો કરતા વધુ હોય અને તે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓમાં પણ આર્થિક રીતે અગ્રેસર રહે. આમ, ગરવી ગુજરાતનું વિકાસતંત્ર ગુણવંતુ હોય, ગ્રીન અર્થતંત્રની સાથે તે ગ્લોબલ હબ બને, સમય સાથે ગતિશીલ રહે તે અમારો ધ્યેય છે.

ભારતના સર્વાંગી વિકાસ અને સમરસ સમાજની રચના માટે માનનીય વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ સમાજના ચાર વર્ગો-જ્ઞાન (GYAN) એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના ઉત્કર્ષ પર ભાર મૂકેલ છે. આર્થિક વિકાસ અને સામાજિક સુરક્ષાના સુગમ સંયોગથી છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે તેમજ તેમની આવક વધે તે સુનિશ્ચિત કરવાનું અમે નક્કી કર્યું છે.

રાજયની મોટાભાગની વસતિ હાલમાં 18 થી 60 વર્ષના વયજૂથમાં આવે છે અને આ વર્ગને અસરકારક રીતે રોજગારી આપવામાં આવે તો જ રાજયને ડેમોગ્રાફિક ડિવીડ‍ન્‍ડનો લાભ મળે તેમ છે. છેલ્લાં બે દશકના ઝડપી વિકાસના કારણે વિકાસની નવી ક્ષિતિજો ખુલતાં, રાજયમાં રોજગારીની વિપુલ તકો સર્જાયેલ છે. રોજગારીની આ તકોનો લાભ લેવા શિક્ષણ અને કૌશલ્યવર્ધન દ્વારા યુવાનોને સુસજ્જ કરવામાં આવશે. આ સાથે, ગ્રામીણ ક્ષેત્રોનો વિકાસ અને અન્નદાતાઓનું સન્માન કરી કૃષિક્ષેત્રની ઉત્પાદકતા વધારવાનું અમારી સરકારનું ધ્યેય છે.

ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે કે “ यत्र नार्यस्तु पूज्यन्ते, रमन्ते तत्र देवताः। ” આધુનિક સમાજના વિકાસ માટે મહિલાઓની અગત્યની ભૂમિકા છે, જેથી દરેક ક્ષેત્રમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવા સરકારે વિવિધ પગલાં લીધેલ છે. માનનીય વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્‍દ્ર સરકારે “નારી શક્તિ વંદન અધિનિયમ” લાવી લોકસભા અને વિધાનમંડળોમાં મહિલાઓને 33% પ્રતિનિધિત્વ આપવાનો ઐતિહાસિક નિર્ણય કરેલ છે, જેનાથી મહિલા સશક્તિકરણને વેગ મળશે. મહિલાઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને સુદ્રઢ કરી તેમનો આર્થિક વિકાસ કરવા તેમજ તેઓને સામાજિક સુરક્ષા પ્રદાન કરવા, આગામી વર્ષના બજેટમાં વિવિધ જોગવાઇઓમાં નોંધપાત્ર વધારો સૂચવવામાં આવેલ છે.

આમ, અમારી સરકારના દરેક આયોજન અને કાર્યક્રમોમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ (GYAN)ને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવેલ છે. વિકસિત ભારત @2047 માટે ગુજરાતની દિશા નક્કી કરી, રાજયના 7 કરોડ ગુજરાતીઓના સ્વપ્નો અને આકાંક્ષાઓને મૂર્તિમંત કરવા, વિકસિત ગુજરાત @2047 નો વિઝન ડોક્યુમેન્‍ટ અમારી સરકારે બહાર પાડેલ છે. અત્યાર સુધી થયેલ વિકાસને પાયામાં રાખીને, આ દસ્તાવેજમાં અમૃતકાળના આગામી 25 વર્ષ માટે રાજયના ભાવિના લક્ષ્યાંકો નક્કી કર્યા છે. આ વિઝન ડોક્યુમેન્‍ટ સર્વ પ્રથમ તૈયાર કરી ગુજરાતે બીજા રાજ્યોને વિકાસની નવી રાહ ચીંધી છે.

વિકસિત ગુજરાત @2047 ની આ સંકલ્પનાના બે મુખ્ય પાયા છે. વિશ્વકક્ષાની ઉચ્ચ સગવડોયુકત જીવનસ્તર ઉપલબ્ધ કરાવી રાજયના દરેક નાગરિકને સમૃદ્ધ જીવન(Living Well) આપવું, તે પ્રથમ પાયો છે. આર્થિક વિકાસના યોગ્ય સંસાધનો ઉપલબ્ધ કરાવી દરેક કુટુંબની સમૃદ્ધ આવક(Earning Well)સુનિશ્ચિત કરવી, તે દ્વિતીય પાયો છે. વિશ્વસ્તરીય આંતરમાળખાકીય સગવડો સાથે ટકાઉ અને રહેવાલાયક વસવાટો(Sustainable & livable habitation) પૂરા પાડી, સુશાસનના માધ્યમથી આ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાની અમારી સરકારની નેમ છે.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">