AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Budget 2023-24 : સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ રુપિયા 5580 કરોડની જોગવાઇ

નાણાપ્રધાન કનુ દેસાઈએ વિધાનસભામાં રુપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજૂ કર્યુ, ગત વર્ષ કરતા 57053 કરોડનો બજેટમાં વધારો થયો છે.

Gujarat Budget 2023-24 :  સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ રુપિયા 5580 કરોડની જોગવાઇ
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2023 | 3:01 PM
Share

નાણાપ્રધાન કનુ દેસાઈએ વિધાનસભામાં રુપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજૂ કર્યુ છે. જેમાં અનુસૂચિત જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ લઘુમતીઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ થકી સામાજિક સમરસતાનું વાતાવરણ સર્જાય તે માટે સરકાર સંવેદનશીલ અને કટિબદ્ધ છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લક્ષિત લાભાર્થી સુધી પહોચાડવા પણ સરકાર પ્રતિબદ્ધ છે. આવી યોજનાઓ હેઠળ પાત્રતા ધરાવતી વ્યક્તિઓ સરળતાથી અરજી કરી શકે તે માટે આ યોજનાઓનું ઇ-ગ્રામ યોજના સાથે જોડાણ કરવામાં આવશે.

સામાજિક ઉત્કર્ષ

  • રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના અને રાજ્ય સરકારની નિરાધાર વૃધ્ધો માટે આર્થિક સહાય યોજના અંતર્ગત અંદાજીત 11 લાખ લાભાર્થીઓને માસિક પેન્‍શન આપવા રુપિયા 1340 કરોડની જોગવાઇ.
  • રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્‍શન યોજના, સંત સૂરદાસ દિવ્યાંગ પેન્‍શન યોજના અંતર્ગત દિવ્યાંગોને પેન્‍શન આપવા માટે રુપિયા 58 કરોડની જોગવાઇ.
  • બૌધ્ધિક અસર્મથતા ધરાવતા (મનો દિવ્યાંગ) વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજના હેઠળ અંદાજે 50 હજાર લાભાર્થીઓ માટે રુપિયા 60 કરોડની જોગવાઇ.
  • દિવ્યાંગજનોને સાધન સહાય તથા એસ.ટી. બસમાં મફત મુસાફરીનો લાભ આપવા રુપિયા 52 કરોડની જોગવાઈ.પાલક માતા પિતા યોજના હેઠળ નિરાધાર બાળકો માટે માસિક સહાય આપવા માટે રુપિયા 73 કરોડની જોગવાઇ
  • પાલક માતા-પિતા અને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ લેતી દીકરીઓના લગ્ન સમયે રુપિયા 2 લાખની સહાય આપવા માટે રુપિયા 20 કરોડની જોગવાઇ.
  • સંકટમોચન યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળનાં કુટુંબનાં મુખ્ય કમાનાર વ્યકિતના દુ:ખદ અવસાનથી આવી પડેલ મુશ્કેલભરી પરિસ્થિતિમાં કુટુંબને સહાય માટે રુપિયા 20 કરોડની જોગવાઇ.
  • અનુસૂચિત જાતિ માટે ડૉ.સવિતા આંબેડકર આંતર જ્ઞાતિય લગ્‍ન સહાય યોજનામાં રુપિયા 2.5 લાખ સહાય આપવા માટે રુપિયા 20 કરોડની જોગવાઇ.
  • અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની કન્યાઓને કુંવરબાઇનું મામેરું યોજના હેઠળ સહાય માટે રુપિયા 54 કરોડની જોગવાઇ.
  • દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ રુપિયા 7 કરોડની જોગવાઇ.
  • સાતફેરા સમુહ લગ્ન સહાય યોજના હેઠળ રુપિયા 10 કરોડની જોગવાઇ.

શૈક્ષણિક ઉત્કર્ષ

  • પી.એમ. યશસ્વી પ્રિ.મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત અંદાજે 10 લાખ વિકસતી જાતિના વિધાર્થીઓને રુપિયા 4 હજાર થી રુપિયા 20 હજાર સુધીની શિષ્યવૃત્તિ આપવા માટે રુપિયા 562 કરોડની જોગવાઇ.
  • અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ધોરણ 1 થી 10માં અભ્યાસ કરતા અંદાજે 40 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે રુપિયા 376 કરોડની જોગવાઇ.
  • અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, લઘુમતી અને આર્થિક રીતે પછાત વર્ગના પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 37 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે રુપિયા 334 કરોડની જોગવાઇ.
  • અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ગ્રાન્‍ટ-ઇન-એઇડ છાત્રાલય અને આશ્રમશાળામાં રહેતા અંદાજે 1 લાખ 10 હજાર વિધાર્થીઓને નિભાવ ભથ્થાં પેટે રુપિયા 324 કરોડની જોગવાઈ.
  • અનુસૂચિત જાતિ અને વિકસતિ જાતિના અંદાજે 600 વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન આપવા માટે રુપિયા 84 કરોડની જોગવાઇ.
  • અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના કોલેજ સંલગ્ન છાત્રાલયોમાં વિધાર્થીઓને ભોજન બિલ પેટે સહાય માટે રુપિયા 21 કરોડની જોગવાઇ.
  • ધોરણ 9માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની અંદાજે 2 લાખ વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે સાઇકલ આપવા સરસ્વતી સાધના યોજના અંતર્ગત રુપિયા 75 કરોડની જોગવાઇ.
  • અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના મેડિકલ અને એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓને સાધન ખરીદવા સહાય આપવા રુપિયા 2 કરોડની જોગવાઇ.
  • દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે શિક્ષણના દરેક સ્તરે શિષ્યવૃત્તિ આપવા માટે રુપિયા 1 કરોડની જોગવાઇ.
  • અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના પી.એચ.ડી. જેવા ઉચ્ચ અભ્યાસ કરનારાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સહાય આપવા રુપિયા કરોડની જોગવાઇ. આર્થિક ઉત્કર્ષ
  • ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક હેતુ માટે અને યુવાનોને સ્વરોજગારી માટે અમલમાં મૂકાયેલ વિવિધ યોજનાઓ માટે રુપિયા 500 કરોડની જોગવાઇ.
  • અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને દિવ્યાંગોના શૈક્ષણિક, આર્થિક અને સામાજિક વિકાસ માટે સરકારે 9 જેટલા ખાસ નિગમોની રચના કરી છે. જેના મારફત લાભાર્થીઓને લોન આપવા માટે રુપિયા 166 કરોડની જોગવાઇ.
  • અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓને માનવ ગરિમા યોજના હેઠળ સ્વરોજગારી માટે સાધનો પૂરા પાડવા રુપિયા 56 કરોડની જોગવાઈ. અન્ય
  • આંબેડકર આવાસ યોજના અને પંડિત દીન દયાળ આવાસ યોજના માટે રુપિયા 222 કરોડની જોગવાઇ.
  • છોટાઉદેપુર, મોરબી અને ગીર સોમનાથ જિલ્લામાં ડૉ.આંબેડકર ભવન બાંધવા માટે રુપિયા 5 કરોડની જોગવાઈ. વિવિધ જિલ્લાઓમાં ચિલ્ડ્રન હોમ બનાવવા માટે રુપિયા 8 કરોડની જોગવાઇ.

Follow Us
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
g clip-path="url(#clip0_868_265)">