Gujarat Budget 2023-2024 : ગુજરાતમા સિરામિક, બલ્ક ડ્ર્ગ, મેડિકલ ડિવાઈસ, વ્હિકલ સ્ક્રેપેજ, રિસાયકલિંગ પાર્ક સ્થપાશે

દેશમાં છેલ્લા 8 વર્ષમાં થયેલ 32 લાખ કરોડ વિદેશી મૂડીરોકાણ પૈકી 57 ટકા એટલે કે 18 લાખ કરોડનુ મૂડીરોકાણ એકલા ગુજરાતમાં જ થયુ છે. દેશમાંથી વિદેશમાં થતી કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો 33 ટકાએ પહોચ્યો છે.

Gujarat Budget 2023-2024 : ગુજરાતમા સિરામિક, બલ્ક ડ્ર્ગ, મેડિકલ ડિવાઈસ, વ્હિકલ સ્ક્રેપેજ, રિસાયકલિંગ પાર્ક સ્થપાશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2023 | 12:13 PM

ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ, નાણાકીય વર્ષ 2023-2024 માટેનુ અંદાજપત્ર વિધાનસભામાં રજૂ કર્યું હતું. અંદાજપત્ર રજૂ કરતા નાણા પ્રધાને કહ્યું કે, ટેક્સટાઈલ, કેમિકલ, ફાર્માસ્યુટીકલ, સિરામિક, ડાયમંડ સહીત ઔદ્યોગિક ક્ષેત્રે અગ્રેસર ગુજરાતમાં સિરામિક, બલ્ક ડ્રગ, મેડિકલ ડિવાઈસ, વ્હિકલ સ્ક્રેપેજ, રિસાયકલિંગ, એપરલ પાર્કની સ્થાપના કરવામાં આવશે.

ગુજરાતમાં વર્તમાન મેન્યુફેકચરીંગ અને પ્રોડક્ટ આધારિત ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે આ વિવિધ પાર્કની સ્થાપના કરવામાં આવશે. ગુજરાતમાં ધ સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ ઈન્ડસ્ટ્રીઝ નીતિ જાહેર કરેલ છે. જેના અતંર્ગત નવા સ્થપાતા ઉદ્યોગોને નીતિ હેઠળ સહાય કરવામાં આવે છે.

નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ, નાણાકીય વર્ષ 2023-2024નુ અંદાજપત્ર રજૂ કરતા કહ્યુ કે, ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતે વિશ્વમાં નામના મેળવી છે. છેલ્લા આઠ વર્ષમાં ભારતમાં થયેલા 32 લાખ કરોડના વિદેશી મૂડીરોકાણ પૈકી, 57 ટકા એટલે કે 18 લાખ કરોડ રૂપિયાનું વિદેશી મૂડીરોકાણ માત્ર ગુજરાતમાં થવા પામ્યુ છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

2023-2024ના અંદાજપત્રમાં ઉદ્યોગ વિભાગ માટે વિપૂલમાત્રામાં નાણાકીય ફાળવણી કરી હોવાનો ઉલ્લેખ કરતા નાણા પ્રધાન કનુભાઈ દેસાઈએ કહ્યુ કે, આ બજેટમાં, કાપડ ઉદ્યોગ માટે 1580 કરોડ, એમએસએમઈ માટે 1500 કરોડ, મોટા ઉદ્યોગોમાં મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા માટે 880 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ગુજરાતમાં પહેલેથી જ વિવિધ જિલ્લાઓમાં ઔદ્યોગિક વસાહત આવેલ છે. આ ઔદ્યોગિક વસાહતમાં આંતરમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને જાળવી રાખવા માટે 470 કરોડ, લોજીસ્ટીક સુવિધા એ ઉદ્યોગ માટે મહત્વનુ છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં લોજીસ્ટીક સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે, 237 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે મૂડીરોકાણ આકર્ષવા માટે સ્પેશીયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયન (SIR) બનાવેલ છે. આ  સ્પેશીયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયનમાં વૈશ્વિક કક્ષાની આતરમાળખાકીય સુવિધાઓ વિકાસાવવા માટે 188 કરોડની ફાળવણી નાણાકીય 2023-2024ના અંદાજપત્રમાં કરવામાં આવી છે.

Latest News Updates

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">