Gujarat Board 10th Result 2023 Declared : બનાસકાંઠા જિલ્લાના કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 95.92 ટકા પરિણામ, નર્મદા જિલ્લાના ઉતાવળી કેન્દ્રમાં સૌથી ઓછુ પરિણામ

નર્મદા જિલ્લાના ઉતાવળી કેન્દ્રમાં સૌથી ઓછુ 11.94 ટકા પરિણામ આવ્યુ છે. પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.GSEB.ORG પર જોઈ શકાય છે.

Gujarat Board 10th Result 2023 Declared : બનાસકાંઠા જિલ્લાના કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 95.92 ટકા પરિણામ, નર્મદા જિલ્લાના ઉતાવળી કેન્દ્રમાં સૌથી ઓછુ પરિણામ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2023 | 9:56 AM

ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયુ છે. સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થયુ છે. ધોરણ 10નું પરિણામ 64.62 ટકા  જાહેર થયુ છે. આ પરીક્ષા સમગ્ર રાજ્યમાં 958 કેન્દ્ર પર લેવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાના કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 95.92 ટકા પરિણામ આવ્યુ છે. જ્યારે નર્મદા જિલ્લાના ઉતાવળી કેન્દ્રમાં સૌથી ઓછુ 11.94 ટકા પરિણામ આવ્યુ છે. પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.GSEB.ORG પર જોઈ શકાય છે.

આ પણ વાંચો-એક પરીક્ષાનું નબળું પરિણામ સફળતાનું સ્પીડબ્રેકર નહીં પણ પ્રેરણાસ્ત્રોત છે, વાંચો SSC માં અંગ્રેજીમાં 35 અને ગણિતમાં 36 અંક મેળવનાર IASની Success Story

વિદ્યાર્થીઓ વોટ્સઅપ નંબરથી પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકે છે. વિદ્યાર્થીઓ બેઠક નંબર દાખલ કરીને પોતાનું પરિણામ ઓનલાઈન ચેક કરી શકશે. પરિણામ SMS દ્વારા પણ ચકાસી શકાશે. ચાલુ વર્ષે 14 માર્ચ 2023થી 28 માર્ચ 2023 સુધી બોર્ડની પરીક્ષા યોજાઈ હતી. આ વર્ષે સાડા નવ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

ગુજરાત બોર્ડની વેબસાઈટ પર સીટ નંબર નાખીને વિદ્યાર્થીઓ ઓનલાઇન પરિણામ જોઈ શકશે. બેથી ત્રણ દિવસ બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 14થી 28 માર્ચ 2023 દરમિયાન લેવામાં આવી હતી. જ્યારે ધોરણ 12ની પરીક્ષા 14 માર્ચથી 25 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. તમે નીચે આપેલા સ્ટેપ્સથી માર્કશીટ તપાસી શકશો.

GSEB SSC HSC રિઝલ્ટ આ રીતે કરો ચેક

  1. સ્ટેપ-1 રિઝલ્ટ ચેક કરવા માટે સૌ પહેલાં ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જાઓ
  2. સ્ટેપ 2- હોમ પેજ પર Check Gujarat Board Resultની લિંક પર ક્લિક કરો.
  3. સ્ટેપ 3- આગળના પેજ પર રોલ નંબર એન્ટર કરીને લોગિન કરો.
  4. સ્ટેપ 4- રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે.
  5. સ્ટેપ 5- રિઝલ્ટ ચેક કર્યા પછી પ્રિન્ટ લો અને હાર્ડ કોપી રાખો.

ગુજરાતમાં ધોરણ 10ના આજે જાહેર થયેલા પરિણામમાં વિષયવાર સામે આવેલા પરિણામ પર નજર કરીએ તો જણાશે કે અંગ્રેજી વિષયનું પરિણામ સૌથી વધુ 95.06 ટકા આવ્યું છે જ્યારે વિજ્ઞાન વિષયનું પરિણામ સૌથી ઓછી 67.72 ટકા આવ્યું છે. આ ઉપરાંત વિષયવાર પરિણામની ટકાવારી પર નજર કરીએ તો ગુજરાતી 84.60 ટકા , હિન્દી 89.78 ટકા, અંગ્રેજી 95.06 ટકા, સામાજિક વિજ્ઞાન 86.77 ટકા, વિજ્ઞાન 67.72 ટકા ગણિત 94.99 ટકા, ગુજરાતી SL 89.73 ટકા, હિન્દી SL 87.34 ટકા ,અંગ્રેજી SL 85.21 ટકા, સંસ્કૃત SL 90.89 ટકા ,મૂળભૂત ગણિત 70.49 ટકા પરિણામ નોંધાયું છે.

શિક્ષણના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">