કોરોના સંક્રમિત દર્દીઓને સ્પેશિયાલિસ્ટ તબીબોની મદદ મળે તે માટે ભાજપ ડોક્ટર સેલે કરી કોવિડ ટાસ્કફોર્સની રચના

કોરોના સંક્રમીત દર્દીઓને ઘરે બેઠા ફોન પર સ્પેશિયાલિસ્ટ ડોકટર્સ દ્વારા માર્ગદર્શન મળી રહે તે માટે હેલ્પાઇન નંબર +91 9408216170 જાહેર કરવામાં આવ્યો છે.

કોરોના સંક્રમિત દર્દીઓને સ્પેશિયાલિસ્ટ તબીબોની મદદ મળે તે માટે ભાજપ ડોક્ટર સેલે કરી કોવિડ ટાસ્કફોર્સની રચના
BJP doctor cell Starts 'Medical Task Force'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 7:14 AM

સ્પેશિયાલિસ્ટ ડોકટર્સ દ્વારા માર્ગદર્શન મળી રહે તે માટે હેલ્પાઇન નંબર જાહેર કરવામાં આવ્યો

ગુજરાત સહિત દેશભરમાં ફરી એકવાર કોરોનાના કેસ વધતા જઇ રહ્યા છે. જેના પગલે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના જિલ્લા અને મહાનગરમાં કોરોના સંક્રમીત દર્દીઓને ઘરે બેઠા ફોન પર સ્પેશિયાલિસ્ટ ડોકટર્સ દ્વારા માર્ગદર્શન મળી રહે તે માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. રાજયના તમામ જિલ્લાઓમાં 50 થી 70 ડોકટરોની કોવિડ ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મેડિકલ સેલના સંયોજક ડૉ. ધર્મેન્દ્રભાઇ ગજ્જરના નેતૃત્વ હેઠળ આ પહેલ શરુ કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલે આ અંગે જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આપણે મજબુતાઇથી કોરોના સામે લડત આપી હતી. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના દરેક કાર્યકરે કોરોનાની મહામારીમાં દર્દીઓ અને દર્દીના પરિવારની સાથે રહી તમામ મદદ કરવાનો પ્રયત્ન કર્યો હતો. હવે જયારે ફરી કોરોનાના કેસો રાજયમાં વધી રહ્યા છે ત્યારે ભાજપા મેડિકલ સેલ દ્વારા પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ વિનામુલ્યે કોવિડ હેલ્પલાઇ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ આયોજનથી કોવિડના દર્દીઓ તેમજ તેમના પરિવારજનોને સરળતાથી ડોડકટરની સલાહ,માર્ગદર્શન મળી રહેશે.

આ સંદર્ભે મેડિકલ સેલના સંયોજક ડૉ.ધર્મેન્દ્રભાઇ ગજ્જરે જણાવ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ ભાજપા ગુજરાત પ્રદેશ મેડિકલ સેલ દ્વારા તમામ જિલ્લાઓમાં 50 થી 70 ડોકટરોની કોવિડ ટાસ્ફ ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે અને આશરે 2500 જેટલા ડોકટરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા દર્દીઓ અને તેમના પરિવારજનોને માર્ગદર્શન સરળતાથી મળશે. જાહેર કરવામાં આવેલ હેલ્પલાઇન નંબર ઉપરથી કોઇ પણ દર્દીને ફોન પર માર્ગદર્શન,આઇસીયુ બેડ, મેડિસિનનું માર્ગદર્શન પણ સરળતાથી મળી રહેશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

કોરોના સંક્રમીત દર્દીઓને ઘરે બેઠા ફોન પર સ્પેશિયાલિસ્ટ ડોકટર્સ દ્વારા માર્ગદર્શન મળી રહે તે માટે હેલ્પાઇન નંબર +91 9408216170 પ્રદેશના મહામંત્રી, રાજયકક્ષાના મંત્રીઓ અને પ્રદેશના ઉપાધ્યક્ષ તેમજ મેડિકલ સેલના સંયોજકની ઉપસ્થિતિમાં પ્રદેશ  કાર્યાલયથી જાહેર કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રી રજનીભાઇ પટેલ, શ્રી વિનોદભાઇ ચાવડા, રાજયના મંત્રી રૂષીકેશભાઇ પટેલ, રાજયના મંત્રી નીમીષાબેન સુથાર, પ્રદેશના ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયા, મેડિકલ સેલના સંયોજક ડૉ.ધર્મેન્દ્રભાઇ  ગજ્જર, ડૉ.શ્રદ્ધાબેન રાજપૂત, ડો. અતુલભાઇ પંડયા, ડૉ શિરીષભાઇ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ

અમદાવાદમાં કોરોના વકર્યો, નવા 19 વિસ્તારો માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર

આ પણ વાંચોઃ

અમદાવાદમાં ઉત્તરાયણ પર્વે પોલીસ આવી રીતે કરશે કોવિડ નિયમોનું સર્વેલન્સ

g clip-path="url(#clip0_868_265)">