Smritivan Museum : શું છે ગુજરાતનું સ્મૃતિવન મ્યુઝિયમ, જે UNESCO એવોર્ડ માટે થયું છે શોર્ટલિસ્ટ, જાણો સમય અને ટિકિટના ભાવ, જુઓ વીડિયો

|

Jun 18, 2024 | 2:25 PM

Bhuj Smritivan Museum : 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતના ભુજમાં આવેલા ગંભીર ભૂકંપને યાદ કરો, જેણે એક ક્ષણમાં હજારો લોકોના જીવ લીધા હતા. તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદ પર હતા. ભૂકંપમાં જીવ ગુમાવનારા હજારો લોકોને શ્રદ્ધાંજલિ આપતા, ગુજરાતમાં 470 એકર વિસ્તારમાં 'સ્મૃતિવન મ્યુઝિયમ' બનાવવામાં આવ્યું છે.

Smritivan Museum : શું છે ગુજરાતનું સ્મૃતિવન મ્યુઝિયમ, જે UNESCO એવોર્ડ માટે થયું છે શોર્ટલિસ્ટ, જાણો સમય અને ટિકિટના ભાવ, જુઓ વીડિયો
Gujarat bhuj Smritivan memorial Museum

Follow us on

Bhuj Smritivan Museum : યુનેસ્કોના Plix Versailles મ્યુઝિયમ 2024 માટે શોર્ટલિસ્ટ કરાયેલ ગુજરાતનું ‘સ્મૃતિવન મ્યુઝિયમ’ યુનેસ્કો દ્વારા Plix Versailles મ્યુઝિયમ 2024 વર્લ્ડ સેક્શનમાં સામેલ કરવામાં આવ્યું છે. UNESCO 2015 થી વર્ષમાં એકવાર Plix Versailles Museum 2024 સ્પર્ધાનું આયોજન કરે છે.

આ સ્પર્ધા દ્વારા યુનેસ્કો વિશ્વભરમાં થઈ રહેલા આધુનિક બાંધકામોને પ્રકાશિત કરે છે. ગુજરાતના સ્મૃતિવન મ્યુઝિયમને યુનેસ્કો દ્વારા આ એવોર્ડ માટે અન્ય 7 મ્યુઝિયમો સાથે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે.

અર્ચના કપિલથી નારાજ ? ઉંમર પર ટોણો, અંગત જીવન પર મજાક ! ખુદ બોલી આ વાત
કિડની ફેલ થાય તે પહેલા શરીરમાં દેખાય છે આ લક્ષણો, જાણો અહીં
ઘરમાં તુલસી હોય તો, ગાંઠ બાંધી લો આ 5 વાત
આ ક્રિકેટરો જન્મ્યા અન્ય દેશમાં અને ક્રિકેટ અન્ય દેશ તરફથી રમ્યા
જુનવાણી ઘરોમાં કેમ રાખવામાં આવતા હતા બે બારણા, કારણ છે ઘણુ ઉંડુ
સુરતના ત્રણ સૌથી પોશ વિસ્તાર કયા છે?

ગુજરાત ટુરીઝમના ઓફિશિયલ X હેન્ડલ પર આ માહિતી આપવામાં આવી હતી. આ એવોર્ડ માટે શોર્ટલિસ્ટ થવાને કારણે ગુજરાતનું સ્મૃતિવન મ્યુઝિયમ વિશ્વભરમાં પ્રખ્યાત બન્યું છે. સ્મૃતિવન મ્યુઝિયમને પ્લિક્સ વર્સેલ્સ મ્યુઝિયમ 2024 કેટેગરી માટે પસંદ કરવામાં આવ્યું છે.

આગળ શું થશે ?

2024ની વર્લ્ડ ટાઈટલ સ્પર્ધા માટે પસંદ કરાયેલી સંસ્થાઓએ પ્રાઈઝ વર્સેલ્સ (Prize Versailles), ઈન્ટીરીયર અને એક્સટીરીયર એમ ત્રણ કેટેગરીના આધારે સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. તેના વિજેતાની જાહેરાત આ વર્ષે નવેમ્બરમાં યુનેસ્કો હેડક્વાર્ટર દ્વારા કરવામાં આવશે. મૂળભૂત રીતે પ્રિક્સ વર્સેલ્સ એ અદભૂત આર્કિટેક્ચર અને ડિઝાઇન માટે આપવામાં આવતું ઇનામ છે. આ એવોર્ડની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી.

સ્મૃતિવન મ્યુઝિયમ શું છે?

ઓફિશિયલી રીતે 2001ના ભૂકંપમાં 12,932 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ભૂકંપથી ગુજરાતના ભુજ વિસ્તારના 890 ગામોને અસર થઈ હતી. ભૂકંપમાં 1,64,000 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ભૂકંપમાં લાખો મકાનો, ઐતિહાસિક ઈમારતો અને મંદિરો નાશ પામ્યા હતા અને કરોડો લોકો માનસિક, ભાવનાત્મક અને શારીરિક રીતે પ્રભાવિત થયા હતા.

ટેકરી પર બન્યું છે આ મ્યુઝિયમ

એ લોકોની યાદમાં અને ભૂકંપમાં બચી ગયેલા લોકોની હિંમતને સલામ કરતાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ મ્યુઝિયમ બનાવવાનું વિચાર્યું હતું. મ્યુઝિયમની ફ્લોર અને દિવાલો સ્થાનિક બેસાલ્ટિક ખડકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. અહીં કલાકૃતિઓ દ્વારા ભૂકંપની તીવ્રતા સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સૌથી ખાસ વાત એ છે કે સ્મૃતિ વન મ્યુઝિયમ એક ટેકરી પર બનેલું છે.

સ્મૃતિવન મ્યુઝિયમને પ્લિક્સ વર્સેલ્સ મ્યુઝિયમ 2024 કેટેગરી માટે પસંદ કરવામાં આવ્યું.

ટાઇમિંગ શું છે?

સ્મૃતિવન મ્યુઝિયમ બે ભાગમાં વહેંચાયેલું છે – મેમોરિયલ અને મ્યુઝિયમ. સ્મારક અઠવાડિયાના સાતેય દિવસ સવારે 5 થી 11 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. સ્મૃતિવન મ્યુઝિયમ મંગળવારથી શુક્રવાર સુધી સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. જ્યારે શનિવાર અને રવિવારે મ્યુઝિયમ સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. મ્યુઝિયમ સોમવારે બંધ રહે છે.

ટિકિટ અને પ્રવેશ ફી

સ્મૃતિવન મેમોરિયલ

  • સવારે 5 થી 9: ફ્રી
  • સવારે 9 થી 11 વાગ્યા સુધી: ₹20

સ્મૃતિવન મ્યુઝિયમ

  • 12 વર્ષથી ઉપરની ઉંમર : ₹300
  • 12 વર્ષથી નીચેના બાળકો, શાળાના વિદ્યાર્થીઓ : ₹100
  • 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો : ફ્રી
  • 25 વર્ષથી નીચેના કોલેજના વિદ્યાર્થીઓ : ₹150 (માન્ય ઓળખ કાર્ડ ફરજિયાત)
  • વિદેશી નાગરિકો : ₹1000

Smritivan Museum કેવી રીતે પહોંચવું

*ટ્રેન દ્વારા : નજીકનું રેલવે સ્ટેશન – ભુજ. સ્મૃતિવન મ્યુઝિયમથી અંતર – 4.9 કિમી.

હવાઈ ​​માર્ગે : નજીકનું ઈન્ટરનેશનલ એરપોર્ટ – અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ. સ્મૃતિવન મ્યુઝિયમથી અંતર – 329.9 કિમી. અમદાવાદથી તમને સ્મૃતિવન મ્યુઝિયમ જવા માટે સીધી બસ, ટ્રેન અથવા ટેક્સી મળશે.

નજીકનું ડોમેસ્ટિક એરપોર્ટ – ભુજ એરપોર્ટ. સ્મૃતિવન મ્યુઝિયમથી અંતર – 7.9 કિમી.

(*Smritivan Earthquake Museum માંથી મળેલી માહિતીના આધારે.)

Next Article