ગુજરાતમાં કોરોનાના 6097 કેસ નોંધાયા, બે વ્યકિતના મૃત્યુ, ઓમીક્રોનના 28 કેસ
ગુજરાતમાં 10 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 6097 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના લીધે બે વ્યકિતના મૃત્યુ થયા છે.
ગુજરાતમાં 10 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 6097 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના લીધે બે વ્યકિતના મૃત્યુ થયા છે. જ્યારે કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોનના નવા 25 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 32469 થઇ છે.
ગુજરાતમાં 10 જાન્યુઆરીએ નોંધાયેલા કોરોના કેસમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 1893, સુરતમાં 1778, વડોદરામાં 410, વલસાડમાં 251, રાજકોટમાં 191, ગાંધીનગરમાં 131, ખેડામાં 126, સુરતમાં 114, મહેસાણામાં 111, કચ્છમાં 109, નવસારીમાં 107, ભાવનગરમાં 93, આણંદમાં 88, ભરૂચમાં 78, ગાંધીનગર જિલ્લામાં 64, વડોદરા જિલ્લામાં 60, રાજકોટ જિલ્લામાં 58, મોરબીમાં 51, જામનગરમાં 47, જૂનાગઢ માં 33
અમદાવાદ જિલ્લામાં 30, ગીર સોમનાથ 27, પંચમહાલ 25, દાહોદ 24, અમરેલી 23, અરવલ્લી 21, સુરેન્દ્રનગર 19, બનાસકાંઠા 18, પાટણ 17, ભાવનગર 15, મહીસાગર 15, તાપી 13, જામનગર 11, જૂનાગઢ જિલ્લો 11, નર્મદા 11, દ્વારકા 10, સાબરકાંઠા 10, છોટા ઉદેપુર 03 અને બોટાદ 01 કેસ નોંધાયો છે.
અમદાવાદમાં પાછલા 24 કલાકમાં 1893 કેસ નોંધાયા
અમદાવાદ શહેરમાં સૌથી વધારે કોરોનાના કેસ આવવાનો સિલસિલો યથાવત રહ્યો. અમદાવાદમાં પાછલા 24 કલાકમાં 1893 કેસ નોંધાયા. જ્યારે 631 દર્દીઓ સારવાર બાદ સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. જો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો નવા 30 પોઝિટિવ કેસ નોંધાયા.અને 24 કોરોના દર્દીઓ સારવાર બાદ સાજા પણ થયા.
ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ સ્થિત ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાના નવા 78 કેસ નોંધાતા ફફડાટ વ્યાપી ગયો છે. જેમાં ગુજરાત હાઇકોર્ટેમાં સોમવારથી વર્ચ્યુયલ હિયરિંગ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ જાહેર જનતાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સુરતમાં પાછલા 24 કલાકમાં 1778 નવા કેસ
સુરત શહેરમાં પણ કોરોના સંક્રમણ સતત ભયજનક બની રહ્યું છે. સુરતમાં પાછલા 24 કલાકમાં 1778 નવા કેસ સામે આવ્યા. જ્યારે 360 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી. વાત સુરત જિલ્લાની કરીએ તો અહીં 114 કોરોના દર્દી મળ્યાં અને 12 દર્દીઓને સારવાર બાદ રજા મળી. સુરત જિલ્લામાં કોરોનાથી એક દર્દીનું નિધન થયું.
ઓમીક્રોનના નવા 28 કેસ નોંધાયા
ગુજરાતમાં ઓમીક્રોનના કેસનું સંકટ પણ ચિંતાજનક હદે વધી રહ્યું છે.વડોદરામાં ઓમીક્રોનના સૌથી વધારે 9 કેસ સામે આવ્યા. તો અમદાવાદ, ગાંધીનગરમાં 5-5 ઓમીક્રોનના દર્દી મળ્યાં. આણંદમાં 4, કચ્છ અને રાજકોટમાં 2-2 ઓમીક્રોનના કેસ નોંધાયા. રાજ્યમાં ઓમીક્રોનના 28 નવા દર્દી મળ્યાં તો 37 દર્દી સારવાર બાદ સાજા પણ થયા. ગુજરાતમાં ઓમીક્રોનના અત્યાર સુધીમાં 264 કેસ નોંધાયા છે. જે પૈકીના 223 દર્દી ડિસ્ચાર્જ કરાયા છે જ્યારે 41 દર્દી હજુ સારવાર હેઠળ છે.
આ પણ વાંચો : ગુજરાત હાઇકોર્ટમાં કોરોના બ્લાસ્ટ, 51 કર્મચારીઓ સહિત 78 લોકો કોરોના પોઝિટિવ
આ પણ વાંચો : મનસુખ માંડવિયાએ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથેની બેઠકમાં કહ્યું, ઓક્સિજનની ઉપલબ્ધતા અંગે સતર્ક રહો