ગુજરાત હાઇકોર્ટમાં કોરોના બ્લાસ્ટ, 51 કર્મચારીઓ સહિત 78 લોકો કોરોના પોઝિટિવ
અમદાવાદ સ્થિત ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાના નવા 78 કેસ નોંધાતા ફફડાટ વ્યાપયો છે.
ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ સ્થિત ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાના નવા 78 કેસ નોંધાતા ફફડાટ વ્યાપી ગયો છે. જેમાં ગુજરાત હાઇકોર્ટેમાં સોમવારથી વર્ચ્યુયલ હિયરિંગ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ જાહેર જનતાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ગુજરાત ફરતે કોરોનાનો અજગરી ભરડો દિવસેને દિવસે વધુ મજબૂત થઇ રહ્યો છે…દરરજો કોરોનાના કેસમાં ૧૦ ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.છેલ્લા ૯ દિવસમાં જ રાજ્યમાંથી ૩૦,૪૭૨ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે..આ ઉપરાંત છેલ્લા એક સપ્તાહમાં એક્ટિવ કેસ પાંચ ગણા વધી ગયા છે રાહતની વાત એ છે કે મોતનો આંકડો હજુ કાબૂમાં છે.
09 જાન્યુઆરીના રોજ કોરોનાના 6275 કેસ નોંધાયા
ગુજરાતમાં 09 જાન્યુઆરીના રોજ કોરોનાના 6275 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ વિકટ સ્થિતિ અમદાવાદ શહેરની છે. અમદાવાદ શહેર કોરોનાના 2487 નવા દર્દી મળ્યાં તો 396 દર્દીને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસો 2000 થી ઉપર આવી રહ્યા છે.
જેના પગલે કોર્પોરેશને ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કર્યો છે. અમદાવાદ શહેરમાં દરરોજ કોરોનાના 14,000 જેટલા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદમાં 09 જાન્યુઆરીએ 2487 કેસ નોંધાયા
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે જેમાં 01 જાન્યુઆરીએ 559, 02 જાન્યુઆરીએ 396, અને 03 જાન્યુઆરીએ 631 કેસ, 4 જાન્યુઆરીએ 1,290 કેસ અને 05 જાન્યુઆરીએ 1637, 06 જાન્યુઆરીએ 1835 , 07 જાન્યુઆરીએ 2281, 08 જાન્યુઆરીએ 2521અને 09 જાન્યુઆરીએ 2487 કેસ નોંધાયા છે. જેના પગલે આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.
આ પણ વાંચો : રાજકોટ : એક બાદ એક ભાજપના નેતા કોરોના સંક્રમિત થયા, નેતાઓને હોમ આઇસોલેટ કરાયા
આ પણ વાંચો : સુરતમાં હવે તો દૂધની પણ ચોરી થાય છે, દુધની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા