AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યમાં CORONAના નવા 252 કેસ નોંધાયા, એક દર્દીનું મૃત્યુ

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 06, 2021 | 9:02 PM

રાજ્યમાં CORONA સંક્રમણમાં મોટા પ્રમાણમાં નિયંત્રણ આવી રહેલું દેખાઈ રહ્યું છે. રાજ્યમાં 6 ફેબ્રુઆરી શનિવારના દિવસે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 252 કેસ સામે આવ્યા.

રાજ્યમાં CORONA સંક્રમણમાં મોટા પ્રમાણમાં નિયંત્રણ આવી રહેલું દેખાઈ રહ્યું છે. રાજ્યમાં 6 ફેબ્રુઆરી શનિવારના દિવસે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 252 કેસ સામે આવ્યા, જ્યારે કોરોનાથી માત્ર એક દર્દીનું મૃત્યુ થયું છે. આજે સામે આવેલા નવા 252 કેસમાં સૌથી વધુ વડોદરામાં 81 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 71 કેસ તેમજ ગ્રામ્યમાં 10 નવા કેસ સામે આવ્યા છે.

 

 

અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં માત્ર 40 નવા કેસ સામે આવ્યા છે. સુરતમાં 27, રાજકોટમાં 29 નવા કેસ નોંધાયા છે. રાજ્યના 10 જિલ્લામાં એક પણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસની વાત કરીએ તો હાલ 2,491 એક્ટીવ કેસ છે. આજે 401 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈ સાજા થતાં તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો: કટ્ટરપંથી શીખ સંગઠન અને પાકિસ્તાનના ટ્વીટર હેન્ડલ ખેડૂતોને ઉશ્કેરી રહ્યા છે: ત્રિવેન્દ્રસિંહ રાવત

g clip-path="url(#clip0_868_265)">