Gujarat : ફરી કોરોના માથું ઉંચકી રહ્યો છે, 24 કલાકમાં નવા 21 પોઝિટિવ કેસ નોંધાયા

આખરે જેનો ડર હતો તે સ્થિતિ સર્જાઇ. રાજ્યમાં તહેવારો બાદ કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. સતત નવા કેસમાં વધારો થવાની સાથે તંત્રની ચિંતા વધી રહી છે.ત્યારે સંક્રમણ વધતા જ રાજ્યનું આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 10:39 PM

રાજ્યમાં 4 મહિના બાદ કોરોના ફરી એકવાર માથુ ઉચકી રહ્યો છે.રાજ્યમાં પાછલા 24 કલાકમાં નવા 21 પોઝિટિવ કેસ નોંધાયા છે. તહેવારો બાદ કોરોનાના કેસ વધતા તંત્રની ચિંતા વધી છે. ત્યારે મહાનગરોની વાત કરીએ તો, રાજ્યમાં સર્વાધિક અમદાવાદમાં નવા 2 કેસ નોંધાયા. સુરતમાં 3, વડોદરામાં 6 કેસ અને રાજકોટમાં નવા 2 કેસ નોંધાયા. તો વધી રહેલા એક્ટિવ કેસ ચિંતા વધારનારા છે. રાજ્યમાં 220 એક્ટિવ કેસ છે. જ્યારે 6 દર્દીઓ જ્યારે વેન્ટિલેટર પર છે. જોકે શૂન્ય મૃત્યુઆંક સૌથી મોટી રાહત આપનારો છે.

તો રસીકરણની સ્થિતિ પર નજર કરીએ તો, રાજ્યમાં પાછલા 24 કલાકમાં 4 લાખ 22 હજાર 749 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું. જેમાં અમદાવાદમાં 51 હજાર 646, વડોદરામાં 19 હજાર 677 લોકોનું રસીકરણ કરાયું. જ્યારે સુરતમાં 40 હજાર 309, રાજકોટમાં 17 હજાર 282 લોકોને રસીના ડોઝ અપાયા.

આખરે જેનો ડર હતો તે સ્થિતિ સર્જાઇ. રાજ્યમાં તહેવારો બાદ કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. સતત નવા કેસમાં વધારો થવાની સાથે તંત્રની ચિંતા વધી રહી છે.ત્યારે સંક્રમણ વધતા જ રાજ્યનું આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. અને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય વિભાગે મહાનગરોમાં ટેસ્ટિંગ વધારવાની જાહેરાત કરી છે. સાથે જ બહારથી આવતા નાગરિકોનું પણ ટેસ્ટિંગ કરવાની દિશામાં કામગીરી શરૂ કરાઇ છે. જોકે આ તમામની વચ્ચે નાગરિકોની બેદરકારી સામે આવી. રાજકોટ એસ.ટી ડેપો ખાતે નાગરિકોએ ભીડ જમાવી. અને કોરોનાનો નોતરૂ આપ્યું.

આ પણ વાંચો : નર્મદા : માર્ગ-મકાન મંત્રીએ કરી લાલ આંખ, રસ્તાના કામમાં ગેરરીતિ નહિં ચલાવાય : પૂર્ણેશ મોદી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">