Gram Panchayat Election : ચીખલી ગ્રામ પંચાયત માટે રાજકીય પક્ષોની ખેંચતાણ, ભાજપની સમરસ માટે કવાયત, તો કોંગ્રેસની ચૂંટણીલક્ષી કવાયત
ભાજપ સરકાર (BJP Government) ગ્રામ પંચાયતની આગામી ચૂંટણીને લઇ સમરસ ગ્રામપંચાયત મોડલ સાથે મેદાને પડી છે. વધુને વધુ ગામો સમરસ ગામ બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
Gram Panchayat Election : ચૂંટણીએ લોકશાહીને ધબકતું રાખવા માટેનું એક માત્ર પાસું કહી શકાય. પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક ગામ સમરસ ગામના કેમ્પેઇનને લઇ સમગ્ર ભાજપ સંગઠન આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસ રીતે ગ્રામ પંચાયત બનાવવા કામે લાગ્યા છે. (Chikhli Gram Panchayat )જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને (BJP) ભાજપ અને કોંગ્રેસ (CONGRESS) બન્ને પક્ષે પંચાયતોને સમરસ કરવા અને પોતાના તરફી ગણાવવા માટે નેતાઓ મેદાને પડયા છે.
નવસારી જીલ્લાનું મહત્વનું ગણાતું આદર્શ ગામ ચીખલી (Chikhli) જે સાંસદ આદર્શ ગામ તરીકે સમગ્ર દેશમાં જાણીતું બન્યું છે. સાંસદની ટીમોએ પણ આવી આ ગામની મુલાકાત લીધી છે. ચોક્કસ છે કે સાંસદે દત્તક લીધેલા ગામમાં સુવિધાઓનો તો ભરમાર જ હોઈ છે. જેને કારણે ત્યાંના સ્થાનિકો આરોગ્ય અને અન્ય જરૂરી સુવિધાઓનો લાભ લઇ શકે. સાથે જ જો સમરસ રીતે પંચાયત બને તો ચૂંટણીલક્ષી ખર્ચ તો બચે સાથે વિકાસમાં પણ બેવડો ફાયદો નાગરિક અને સરકારને ફળે છે. ભાજપ સરકાર (BJP Government) ગ્રામ પંચાયતની આગામી ચૂંટણીને લઇ સમરસ ગ્રામપંચાયત મોડલ સાથે મેદાને પડી છે. વધુને વધુ ગામો સમરસ ગામ બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, જો ગામ સમરસ બને તો ગામના લોકો સાથે મળીને ગામનો વિકાસ કરી શકે. જેને પગલે જીલ્લા ભાજપે સમરસ ગ્રામ પંચાયતો (Samaras Gram Panchayat)બનાવવા માટે રણનીતિ તૈયાર તો કરી દીધી છે. પરંતુ તેની સામે નવસારી જીલ્લા કોંગ્રેસ પણ મેદાને પડ્યું છે. તાલુકે તાલુકે કારોબારી મીટીંગો કરી દરેક ગ્રામ પંચાયતમાં કોંગ્રેસનો એક જ ઉમેદવાર હોવો જોઈએ તેવી સ્પષ્ટતા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે. સાથે વિવિધ તાલુકા અનુસાર કન્વીનર નિમીને જીલ્લા કોંગ્રેસે તમામ ચૂંટણીલક્ષી કામો પર નજર રાખી કોંગ્રેસ યુક્ત ગ્રામ પંચાયત બનાવવા જોર લગાવી રહ્યું છે.
એક તરફ ભાજપનું સમરસ ગામ મોડલ બીજી તરફ કોંગ્રેસની એડી ચોટીની ચૂંટણી લક્ષી કામગીરી વચ્ચે રાજકીય વાતાવરણ ગરમાયું છે. અગામી સમયમાં ગ્રામ પંચાયતો સમરસ બનશે કે પછી કોંગ્રેસની રણ નીતિ અનુસાર ચૂંટણી યોજી સરપંચોની નિમણુંક થાય તે સવાલ પહેલા પ્રજાનું હિત કેવી ગ્રામ પંચાયતમાં છે તે દિશામાં પ્રજા અને રાજા આગળ ચાલશે તો છેવાડાના ગામનો સારો એવો વિકાસ થઇ શકશે.