Gram Panchayat Election : દેડીયાપાડા ગ્રામ પંચાયત વિકાસથી વંચિત, મતદારોની ચૂંટણી પહેલા રસ્તા-પાણીની માગ

|

Dec 08, 2021 | 4:59 PM

દેડીયાપાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં વિકાસના કોઈ કામ થયા નથી. તેમ ગ્રામજનોનું માનવું છે. રસ્તા,પાણી અને ગટર લાઈનના કામો હજુ બાકી છે. હાલ જે સરપંચ હતા. તેમના પર પણ પોલીસ કેસ પણ થયો હતો.

Gram Panchayat Election : દેડીયાપાડા ગ્રામ પંચાયત વિકાસથી વંચિત, મતદારોની ચૂંટણી પહેલા રસ્તા-પાણીની માગ
Gram Panchayat Election:

Follow us on

Gram Panchayat Election : સમગ્ર ગુજરાતમાં હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણીના ફોર્મ ભરાઇ ચુક્યા છે. ત્યારે નર્મદા જિલ્લાના દેડીયાપાડા ગ્રામ પંચાયતના સરપંચને તેના સભ્યો માટે પણ ઉમેદવારી પત્રો ભરાઈ ચુક્યા છે. દેડીયાપાડા ગ્રુપ ગ્રામ પંચાયત છે. જેમાં દેડીયાપાડા અને ટિમ્બાપાડા આ બે ગામ આવે છે. જોકે દેડીયાપાડા તાલુકાની 39 બેઠકો છે. જેમાં સરપંચ માટે 189 ફોર્મ ભરાયા છે. જયારે સભ્યો માટે 1021 ફોર્મ ભરાયા છે. કોઈપણ ગ્રામ પંચાયત સમરસ થઈ નથી. હાલ દેડીયાપાડા તાલુકામાં મતદારો અને ઉમેદવારોમાં ચૂંટણીને લઈને ઉત્સાહ ખુબ સારો જોવા મળી રહ્યો છે.

નર્મદા જિલ્લાના દેડીયાપાડા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદારો રસ્તા, પાણીની માંગ કરી રહ્યા છે.

દેડીયાપાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં વિકાસના કોઈ કામ થયા નથી. તેમ ગ્રામજનોનું માનવું છે. રસ્તા,પાણી અને ગટર લાઈનના કામો હજુ બાકી છે. હાલ જે સરપંચ હતા. તેમના પર પણ પોલીસ કેસ પણ થયો હતો. જેનું કારણ હતું કે ગટર લાઈનમાં ભરાવાના કારણે સાફસફાઈ કરનાર 3 વ્યક્તિના મોત નિપજ્યા હતા. તે સમયે સરપંચ વિરુદ્ધ પોલીસ કેસ થયો હતો. અને સરપંચ 3 મહિના સુધી ગામને ભગવાન ભરોસે છોડીને ભાગી ગયો હતો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

દેડીયાપાડા ગ્રામ પંચાયતમાં આવતું પારસી ટેકરા વિસ્તાર કે જે ચોમાસા સમએ સંપર્ક વિહોણું થઈ જતું હતું. ત્યાં આવેલ નાળા પર ચોમાસામાં પાણી ફરી વળતા હતા. જોકે સરપંચની રજૂઆતને પગલે ત્યાં નાળું મોટું બનાવી દેવામાં આવ્યું. પણ આજુબાજુનો એપ્રોચ રોડ ન બનતા લોકોને તકલીફ પડી રહી છે. અને આ રસ્તા પાર ઘણા લોકો પડ્યા પણ છે. જોકે પાણીની ટાંકી ચેપન કાર્યરત ન હોવાથી ગામમાં પાણીની મોટી સમસ્યા છે. ગ્રામજનો પાણીની પણ માંગ કરી રહ્યા છે.

આગામી ગ્રામપંચાયતની ચૂંટણી ગ્રામજનો શિક્ષિત,આદિવાસી સમાજને સાથે લઈને ચાલે તેવા સરપંચની માંગ કરી રહ્યા છે. જે ગ્રુપ ગ્રામપંચાયતમાં આવતા ગામોમાં વિકાસના તમામ કાર્યો કરે.

 

આ પણ વાંચો : Gram Panchayat Election : તાપીના વ્યારાનું ચીખલવાવ ગામ ફરી સમરસ થયું, જિલ્લાનું પ્રથમ મહિલાઓ સંચાલિત સમરસ ગામ બન્યું

આ પણ વાંચો : RAJKOT : સરધાર સ્વામિનારાયણ મંદિરે 10 ડિસેમ્બરથી ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, આઠ દિવસીય મહોત્સવમાં અનેકવિધ કાર્યક્રમો યોજાશે

Published On - 4:43 pm, Wed, 8 December 21

Next Article