Breaking News : Flydubaiની ફ્લાઈટના 74 મુસાફરોના જીવ બચાવનાર, મૂળ ગુજરાતી એવા કેપ્ટન સ્મિત મચ્છરનુ વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માન કરાશે
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં કરેલ પોસ્ટમાં જણાવ્યું કે, ઈઝરાયલ જઈ રહેલી ફ્લાઈટના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરના સાહસને આજે દુનિયા સલામ કરી રહી છે. હુમલામાં લોહીલુહાણ થયા હોવા છતાં તેમણે હિંમત ન હારી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપી.

દુબઈથી ઈઝરાયલ જઈ રહેલી ફ્લાઈટમાં હુમલા વચ્ચે અદમ્ય સાહસ દાખવી 174 મુસાફરોના જીવ બચાવનાર ગુજરાતી મૂળના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરને ગુજરાત સરકાર વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનિત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાહેરાત કરી છે.
મુખ્ય પ્રધાનની પોસ્ટમાં જણાવ્યું કે ઈઝરાયલ જઈ રહેલી ફ્લાઈટના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરના સાહસને આજે દુનિયા સલામ કરી રહી છે. હુમલામાં લોહીલુહાણ થયા હોવા છતાં તેમણે હિંમત ન હારી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપી.
ગંભીર ઈજા છતાં હુમલાખોરનો કર્યો સામનો
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી Flydubaiની ફ્લાઈટમાં કોકપિટમાં ગંભીર ઘટના બની હતી. અહેવાલો અનુસાર, કેપ્ટન સ્મિત મચ્છર પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ પણ તેમણે હુમલાખોરનો સામનો કર્યો અને કોકપિટનો દરવાજો ખોલ્યો, જેથી મુસાફરો અને ક્રૂના સભ્યો હુમલાખોરને કાબૂમાં લેવામાં મદદ કરી શક્યા.
આ ઘટનામાં કેપ્ટન સ્મિતની સમયસૂચકતા અને હિંમતના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીને બિરદાવી હતી.
ઈઝરાયલ જઈ રહેલ ફ્લાઈટના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરના સાહસને આજે આખી દુનિયા સલામ કરી રહી છે. હુમલાના કારણે લોહીલુહાણ હોવા છતા તેમણે અદમ્ય સાહસ દાખવીને 174 મુસાફરોના જીવ બચાવ્યા, એ વાત અત્યંત પ્રેરણાદાયી અને સરાહનીય છે.
મૂળ ગુજરાતના આ વીર સપૂતે પોતાના શૌર્યથી સમગ્ર વિશ્વમાં ગુજરાત…
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 1, 2026
‘ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું’
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે મૂળ ગુજરાતના આ પાયલટે પોતાના શૌર્યથી ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. તેમની હિંમત અને માનવતાના કાર્યને સન્માન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’ થી તેમને સન્માનિત કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કેપ્ટન સ્મિત મચ્છરના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે અને સમગ્ર ગુજરાત તેમના સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યું હોવાનું પણ જણાવ્યું છે.
PM મોદી સહિત અનેક નેતાઓએ કરી પ્રશંસા
કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની ભારતમાં પણ વ્યાપક પ્રશંસા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કેપ્ટન સ્મિતના પરિવાર સાથે વાત કરી તેમની બહાદુરીને બિરદાવી છે. ભારત અને ઈઝરાયલના અધિકારીઓ તથા અન્ય નેતાઓએ પણ આ ઘટનાને લઈને કેપ્ટન સ્મિતના સાહસની પ્રશંસા કરી છે. કેપ્ટન સ્મિત મચ્છરની આ બહાદુરી બાદ હવે ગુજરાત સરકાર દ્વારા તેમને આપવામાં આવનાર વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ અંગે જાહેરાત કરવામાં આવી છે.